Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૩/૯૦૬ થી ૯૦૯
૩૭ સન્માર્ગથી જાય છે તે અને ઉત્પણ પ્રવૃત્ત છે તે બંનેને હું જાણું છું. તેથી હે મુનિ હું નાશ પામતો નથી. જે પોતે સત્વથ કે કુપથના સ્વરૂપથી અજાણ છે, તે ઘણાં કુપથના દર્શનથી તેને જ સુપથ માનીને નાશ પામે છે, પણ હું તેવો નથી, તો કઈ રીતે નાશ પામું?
માર્ગ - સન્માર્ગ, ઉપલક્ષણથી કુમાર્ગ - કાપિલાદિ પ્રરૂપિત કૃતિ દર્શનના વ્રતો તે પ્રવયન પાખંડી, બધાં ઉન્માર્ગપ્રચિત છે. કેમકે તેમાં ઘણાં પ્રકારે અપાય છે. સન્માર્ગ તે પ્રશસ્તમાર્ગ, જિનપ્રણિત માર્ગ, આ માર્ગ જ બીજા માર્ગો કરતાં પ્રધાન છે. તેનું ઉત્તમત્વ એટલા માટે છે કે તેના પ્રણેતા રાગાદિ રહિત છે તેથી જ તે સન્માર્ગ છે.
- સૂત્ર - ૧૦ + વિવેચન
હે ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમે મારો સંદેહ દૂર કર્યો. મારે એક બીજી પણ સંદેહ છે. હે ગૌતમ તે વિષયમાં મને કહે -
પૂર્વવત. હવે “મહાશ્રોતનિવારણ” નામે નવમું દ્વાર કહે છે - • સૂત્ર - ૯૧૧ થી ૧૪ -
(૧૧) હે મુનિ મહા જળપ્રવાહના વેગથી ડૂબતા પ્રાણીઓને માટે શરણ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ તમે કોને માનો છો? (૧૨) ગૌતમે કહ્યું - જળમણે એક વિશાળ મહાદ્વીપ છે. ત્યાં મા જળપ્રવાહના વેગની ગતિ નથી. (૧૩) કેશીએ ગૌતમને કહ્યું - (૯૧૪) જરા મરણના વેગથી ડૂબતા એવા પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરણ છે.
• વિવેચન - ૯૧૧ થી ૯૧૪ -
મહા શ્રોતનો વેગતે મહોદકવેગ, તેના વડે લઈ જવાતા પ્રાણીને તેના નિવારણમાં સમર્થ જ ગતિ છે, તેને આશ્રીને રહેવાય તે દુઃખાભિહત પ્રાણીની પ્રતિષ્ઠા છે. હે મુનિ! શું તેવો કોઈ દ્વીપ નથી? ગૌતમે કહ્યું - પ્રશસ્યતાથી એક મહાન દ્વીપ છે. ક્યાં? સમુદ્રમાં રહેલ અંતદ્વીપ. તે વિસ્તીર્ણ અને ઉંચો હોવાથી મહા ઉદકનો વેગ, તેની ગતિ તે મહાદ્વીપે વિધમાન નથી.
જરા અને મરણ જ નિરંતર પ્રવા પ્રવૃત્તતાથી વેગ - મહાશ્રોતની જરા - મરણ વેગના વહાવવાથી બીજા બીજા પર્યાયથી જીવોને શ્રત ધર્માદિ દ્વીપ જ દ્વીપ કહ્યો છે. તે જ ભવોદધિ મધ્યવર્તી મુક્તિપદના નિબંધનથી જરામરણના વેગ વડે જેવો શક્ય નથી. તેથી વિવેકી અને આશ્રીને રહે તે પ્રતિષ્ઠા, ગતિ અને શરણ છે. અહીં માત્ર દ્વીપના અભિધાન છતાં બીજા પ્રશ્નો જાણી લેવા.
• સૂત્ર - ૧૫ + વિવેચન -
ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ નિવાય. મારે એક બીજી પણ સંદેહ છે. ગૌતમા તે વિષયમાં પણ મને કહો - - સૂબ વ્યાખ્યા પૂર્વવત હવે સંસારપાગમન નામે દશમું દ્વાર કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org