Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫ ૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૯૯૯) તમે યજ્ઞોના યદા છે, વેદના જ્ઞાતા વિદ્વાન છો. જ્યોતિષના અંગોના જ્ઞાતા છો, તમે જ ધર્મોના પારગામી છો. (૧૦૦૦) તમે તમારો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છો. તેથી ભિક્ષ શ્રેષ્ઠભિક્ષા સ્વીકાર કરીને અમારા ઉપર અનુગ્રહ કરો.
• વિવેચન - ૯૯૭ થી ૧૦૦૦ -
પૂર્વે બતાવેલા સંશયો દૂર થતાં તે વિજયઘોષ નામક બ્રાહ્મણે જયઘોષ મુનિએ કહેલ અર્થને સમ્ય રીતે ગ્રહણ કરીને- અવધારીને. આ મારો ભાઈ છે, આ મહામુનિ છે એમ જાણી શું કરે છે? સંતુષ્ટ થાય છે, ઇત્યાદિ. - - - આ મારો સહોદર છે, એમ જાણી સંતુષ્ટ થયેલ વિજયઘોષે બે હાથ જોડીને આ પ્રમાણે કહ્યું - બ્રાહ્મણત્વનો યથાવસ્થિત શોભન ઉપદેશ આપ્યો. તમે યજ્ઞોના યષ્ટાર છો. તમે જ વેદજ્ઞ છો, વિદ્વાન છો. અથવા હે યથાવસ્થિત વસ્તુ વેદી! તમે જ્યોતિષાંગવિદ્ છો. સદાચારોના પારગ છો. આપે તત્ત્વવેતાપણાથી સર્વશાસ્ત્ર વારિધિ પારદર્શિત્વથી સદાચારનો નિર્વાહ કરેલ છે. તમે તાત્ત્વિકગણયુક્તપણાથી સમર્થ છો. તો આ ભિક્ષા ગ્રહણ કરી તપસ્વી! અમારા ઉપર ઉપકાર કહો.
એ પ્રમાણે બ્રાહ્મણે કહેતા મુનિ કહે છે - • સૂત્ર - ૧૦૦૧ થી ૧૦૦૪ -
(૧૦૦૧) મારે ભિક્ષાથી કોઈ પ્રયોજન નથી, હે તિજો જલ્દી શ્રમણત્વ સ્વીકારી. જેથી તમારે ભયના આવવાળા સંસારમાં ભ્રમણ ન કરવું પડે. (૧૦૦૨) ભોગોમાં કમનો ઉપલેપ થાય છે, આભોગી કમથી લિપ્ત થતા નથી. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે, ભોગી તેનાથી વિપમુક્ત થઈ જય છે.
(૧૦૦૩) એક ભીનો અને એક સુકો, ને માટીના ગોળા ફેંક્યા. તે બંને દિવાલ ઉપર પડવા, જે ભીનો હતો તે ચોંટી ગયો. (૧૦૦૪) આ પ્રમાણે જ જે મનુષ્ય દુબુદ્ધિ અને કામભોગોમાં આસક્ત છે. તે વિષયોમાં ચોંટી જાય છે. વિરત છે તે સૂક્ત ગોળા માફક ચોંટતો નથી.
• વિવેચન - ૧૦૦૧ થી ૧૦૦૪ -
મારે સમુદાન ભિક્ષાથી કોઈ પ્રયોજન નથી, પણ જલ્દી પ્રવજ્યા સ્વીકાર. હે બ્રાહ્મણ! ભવનિષ્ક્રમણથી જ મારે કાર્ય છે. આવો ઉપદેશ કેમ આપે છે? જેથી તું ભ્રમણ ન કર, ક્યાં? ઇહલોકાદિ ભય રૂપ આવર્ત જેમાં છે, તે ભયાવર્ત એવા રૌદ્ર, ભવ - મનુષ્ય ભવ આદિ, દીર્ધ ભવ સમુદ્રમાં.
- આના જ સમર્થનમાં કહે છે - શબ્દાદિ ભોગો ભોગવતા કર્મનો ઉપયય થાય છે. ભોગ - શબ્દાદિ ભોગવાન, તેવા નથી તે અભોગી છે. તે કર્મોથી ઉપલિપ્ત થતાં નથી. તેથી ભોગી સંસારમાં ભમે છે, અભોગી મુક્ત થાય છે. અહીં ગૃહસ્થભાવમાં ભોગીત્વ છે. નિષ્ક્રમણમાં તેનો અભાવ છે. ગૃહીભાવના સદોષપણાથી નિષ્ક્રમણ જ યુક્ત છે, તેમ કહેલ છે. Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only