Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪ ૯
૨૫/૯૭૧ થી ૯૭૪
• સૂત્ર - ૯૭૧ થી ૯૭૪ -
(૯૭૧) ત્યાં તે પ્રમાણે સાજક દ્વારા ઇન્કાર કરતાં ઉત્તમાના ગવેષક તે મહામુનિ ન શુદ્ધ થયા, ન પ્રસન્ન થયા. (૯૭૨) ન અન્નને માટે, ન જળને માટે, ન જીવનનિવહિને માટે, પરંતુ તેમના વિમોક્ષણને માટે મુનિએ આ પ્રમાણે કહ્યું. (૯૭૩) તું વેદના મુખને નથી જાણતો, વડાને જાણતો નથી, નક્ષત્રોનું મુખને નથી જાણતો, ધમના મુખને પણ જાણતો નથી. (૭૪) જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ છે, તેને તું નથી જાણતો, જે જાણે છે તો બતાવ.
• વિવેચન ૯૭૧ થી ૯૭૪ -
તે જયઘોષ મુનિ ઉક્ત પ્રકારે પ્રતિષેધ કરાતા યજ્ઞકર્તા વિજયઘોષ બ્રાહ્મણ પ્રતિ ન રોષ પામ્યા, ન પરિતોષ પામ્યા, પણ સમભાવથી જ રહ્યા. કેમકે મોક્ષની જ ગવેષણા કરતા તે મુક્તિ સિવાય બધે નિસ્પૃહ હતા. તેમણે ઓદનાદિ, આચાપ્લાદિ કે વસ્ત્રાદિ વડે ચાપનના નિમિત્તે નહીં પણ ફક્ત યાજકોના વિમોક્ષાર્થે આવા વચનો કહ્યા - તું વેદોના મુખને જાણતો નથી, તેમાં પ્રધાન એવા યજ્ઞના મુખ - ઉપાયને જાણતો નથી. નક્ષત્રોનું મુખ જાણતો નથી, ધર્મોનો ઉપાય પણ જાણતો નથી. આના વડે તેમના વેદ, યજ્ઞ, જ્યોતિષ, ધમદિનું અજાણપણું બતાવ્યું. હવે પાત્રની અવિજ્ઞતા બતાવીને કહે છે - જો જાણતા હો તો કહો, આ આક્ષેપવિધાન છે.
આ પ્રમાણે તે મુનિએ આક્ષેપ કરતાં, તેણે શું કર્યું? તે કહે છે - • સૂત્ર - ૯૫ થી ૯૭૭ -
તેના આક્ષેપોના ઉત્તર દેવામાં અસમર્થ બ્રાહાણે પોતાની સમગ્ર પર્ષદ સાથે હાથ જોડીને તે મહામુનિને પૂછ્યું : હે મુનિા તમે કહો, વેદોનું મુખ શું છે? યજ્ઞોનું મુખ શું છે? નક્ષત્રોનું મુખ શું છે? ધમનું મુખ પણ કહો. પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં જે સમર્થ છે, તે પણ મને બતાવો. તે સાધુ! હું મારા આ બધાં સંશયો પૂછું છું, તે બતાવો.
• વિવેચન - ૯૭૫ થી ૯૭૭ - | મુનિના પ્રશ્નોના પ્રતિવચન કહેવામાં અસમર્થ એવાને બ્રાહ્મણે સભા સહિત બંને હાથના સંપુટ રૂ૫ અંજલિ જોડીને પૂછ્યું. હે મહામુનિ મને વેદોનું મુખ આદિ કહે. વારંવાર “કહો' શબ્દ અતિ આદર બતાવવાને માટે છે. મને આ સંશય છે, તે સાધુ તે મને કહો. આમ પૂછતા મુનિએ કહ્યું -
• સૂત્ર - ૯૭૮ થી ૯૯૬ -
(૯૭૮) વેદોનું મુખ અગ્નિહોત્ર છે, યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે. નક્ષત્રોનું મુખ ચંદ્ર છે, ધર્મોનું મુખ કાશ્યપ - ષભદેવ છે. (૭૯) જેમ ઉત્તમ અને મનોહારી ગ્રહ આદિ હાથ જોડીને ચંદ્રની વંદના અને નમસ્કાર કરતા એવા સ્થિત છે. તે પ્રમાણે જ ગsષભ દેવ છે. (૯૮૦) વિધા બ્રાહ્મણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org