Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ સૂત્ર-૧૫ 303 જુદ્ધ સ્થાનપર લખવામાં આવેલા એકાઈ સૂત્રોનો એકજ સ્થાનમાં પાઠ કરવો અથવા સૂત્રોનું પઠન કરતાં વચ્ચે વચ્ચે પોતાની બુદ્ધિથી રચેલા તેના જેવા સૂત્રોનું ઉચ્ચારણા કરવું અથવા બોલતી વખતે વિરામ લેવાનો હોય ત્યાં ન લેવો અને વિરામ લેવાનો ન હોય ત્યાં વિરામ લેવો ઇત્યાદિ દોષોથી રહિત ઉચ્ચારણ કર્યું છે. ગુરુ સમક્ષ આવશ્યક શાસ્ત્રની વાચના કરી છે. તેથી તે સાધુ આવશ્યક શાસ્ત્રમાં વાચના, પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથાથી યુક્ત છે. પરંતુ અર્થનું અનુચિંતન કરવારૂપ અનુપ્રેક્ષાથી રહિત હોય છે તે આગમ દ્રવ્યાવશ્યક કહેવાય છે. [15] નૈગમનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમદ્રવ્યાવશ્યક છે. બે અનુપયુક્ત આત્મા બે આગમદ્રવ્યાવશ્યક છે. ત્રણ અનુપયુક્ત આત્મા ત્રણ આગમદ્રવ્યાવશ્યક છે. આ પ્રમાણે જેટલા અનુપયુક્ત આત્માઓ હોય તેટલાજ આગમ દ્રવ્યાવશ્યક સમજવા. વ્યવહારનય પણ નિગમનયની જેમજ આગમદ્ર- વ્યાવશ્યકના ભેદોને સ્વીકારે છે. સામાન્ય માત્રને ગ્રહણ કરનાર સંગ્રહનય તે એક અનુપયુક્ત આત્મા એકદ્રવ્યાવશ્યક અને અનેક અનુપયુક્ત આત્માઓ અનેક આગમદ્રવ્યાવશ્યક તેમ સ્વીકાર કરતો નથી પણ બધા આત્માઓને એકજ આગમદ્રવ્યાવશ્યક માને છે. ઋજુસૂત્રનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમવ્યાવશ્યક છે. તે ભેદોની. સ્વીકારતો નથી. ત્રણે શબ્દનય અથતુ શબ્દનય સમભિરુઢનય અને એવંભૂતનય જ્ઞાયક જો અનુપયુક્ત હોય તો તેને અવસ્તુઅસતુ માને છે. કારણ કે જ્ઞાયક અનુપયુક્ત. સંભવીજ ન શકે. જો તે અનુપયુક્ત હોય તો તે જ્ઞાયક ન કહેવાય. જ્ઞાયક હોય તો ઉપયોગ રહિત ન હોય માટે આગમવ્યાવશ્યકનો સંભવ જ નથી. આ આગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ છે. [16] હે ભગવનું ! નોઆગમવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? નોઆગમદ્રવ્યાવશ્યકના ત્રણ ભેદ છે જ્ઞાયકશરીવ્યાવશ્યક ભવ્ય શરીદ્વવ્યાવશ્યક જ્ઞાયકશરીર-ભથ્થશરીર વ્યતિરિક્ત દ્રવ્યાવશ્યક. 17] જ્ઞાયકશીદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? આવશ્યકસૂત્રના અર્થને જાણનાર સાધુ આદિનું એવું શરીર કે જે વ્યગિત ચૈતન્યથી રહિત થઈ ગયું હોય, શ્રુતસ્યાવિત. આયુકર્મના ક્ષય થવાથી દશ પ્રકારના પ્રાણોથી રહિત હોય, ત્યક્ત દેહઆહારના કારણે થનાર વૃદ્ધિ જેમાં ન હોય તેવા પ્રાણરહિત શરીરને, શય્યાગત, સંસ્તારકગત, સ્વાધ્યાય ભૂમિ કે શમશાનગત અથવા સિદ્ધશિલા-જે સ્થાનમાં અનશન અંગીકાર કરવામાં આવે છે તે સ્થાનગત જોઇને કોઇ કહેકે-અહો ! આ શરીર રૂપ પુદગલ સંઘાતે તીર્થંકરને માન્ય ભાવ અથતિ તદાવરણના ક્ષય કે ક્ષયોપશમ રૂપ ભાવથી આવશ્યકસૂત્રનું ગુરુ પાસેથી વિશેષરૂપે પ્રજ્ઞાપિત અને વિશેષરૂપે પ્રરૂપિત કર્યું હતું. તે જ્ઞાનને પોતાના આચરણમાં શિષ્યોને દશવ્યુિં હતું, નિશિતઅક્ષમ શિષ્યો પ્રત્યે કરૂણા રાખી વારંવાર આવશ્યક ગ્રહણ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો ઉપદશિતનય અને યુક્તિઓ દ્વારા શિષ્યોના દયમાં અવધારણ કરાવ્યું હતું તેથી તેનું આ શરીર જ્ઞાયકશરીરવ્યાવશ્યક છે. શિષ્ય પૂછે છે કે તેનું કોઈ દ્રષ્ટાંત છે? દ્રષ્ટાંત આ છે- જેમ કોઈ વ્યક્તિ ઘડામાંથી મધ અને ઘી કાઢી નાખ્યાં પછી કહે કે “આ મધનો ઘડો છે' અથવા આ “ઘીનો ઘડો છે તેવી રીતે નિર્જીવ શરીર ભૂતકાલીન આવશ્યક પયયન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103