Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ 318 અનુગદારાઈ-(૧૦૯) નથી, અસંખ્યાત નથી અને અનંત પણ નથી પરંતુ નિયમથી એક રાશિરૂપ છે. અનાનુપૂર્વ અને અવકતવ્યકદ્રવ્યો પણ એક-એક રાશિરૂપ છે. સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો લોકના કેટલા ભાગમાં છે ? શું સંખ્યાતભાગમાં છે કે અસંખ્યાત ભાગમાં છે કે અસંખ્યાત ભાગમાં છે કે સંખ્યાતભાગોમાં છે કે અસંખ્યાતભાગોમાં છે કે સમસ્ત લોકમાં છે? આનુપૂર્વીદ્રવ્યો લોકના સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગો કે અસંખ્યાતભાગોમાં નથી પરંતુ નિયમથી સમસ્ત લોકમાં હોય છે. આ પ્રકારનું કથન અનાનુપૂર્વી અને અવકતવ્યકદ્રવ્યો માટે પણ સમજવું- અથતુિ આ બને પણ સમસ્ત લોકમાં છે. સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાત. ભાગને સ્પર્શે છે કે અસંખ્યાતભાગને સ્પર્શે છે? સંખ્યાત ભાગોને. અસંખ્યાતભાગોને કે સમસ્ત લોકને સ્પર્શે છે? આનુપૂર્વીદ્રવ્ય લોકના સંખ્યાત ભાગને સ્પર્શતું નથી ભાવતું નિયમથી સર્વ લોકને સ્પર્શે છે. આ પ્રકારનું કથન અનાનુપૂર્વી અને અવકતવ્યકદ્રવ્યો. માટે પણ સમજી લેવું. સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્ય કાળાપેક્ષાએ કેટલા કાળસુધી રહે છે? આનુપૂર્વદ્રવ્યસર્વકાળમાં રહે છે. આ પ્રકારનું કથન શેષ બંને દ્રવ્યો માટે પણ સમજવું. સંગ્રહ સંમત આનુપૂર્વી દ્રવ્યનો કાળાપેક્ષાએ કેટલું અંતરવિરહકાળ હોય છે? આનુપૂર્વીદ્રવ્યમાં કાળાપેક્ષાએ અંતર હોતું નથી. શેષ દ્રવ્યો માટે પણ એમજ સમજવું. સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શેષ દ્રવ્યનાં કેટલામાં ભાગ પ્રમાણ હોય છે? શું સંખ્યાતભાગ પ્રમાણ હોય છે કે અસંખ્યાતભાગ પ્રમાણ હોય છે કે સંખ્યાતભાગો પ્રમાણ છે? કે અસંખ્યાતભાગો પ્રમાણ હોય છે? આનુપૂર્વદ્રવ્ય શેષ દ્રવ્યના સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગો કે અસંખ્યાતભાગો પ્રમાણ નથી પરંતુ નિયમથી ત્રિીજા ભાગ પ્રમાણ હોય છે, કેમકે તે ત્રણ રાશીઓમાંથી એક રાશી છે. તે જ પ્રમાણે અનાનુપૂર્વ અને અવકતવ્યક દ્રવ્યોના વિષયમાં સમજવું સંગ્રહ-સંમત- આનુપૂર્વીદ્રવ્ય કયા ભાવમાં હોય છે? આનુપૂર્વીદ્રવ્ય નિયમથી સાદિ પારિણામિક ભાવમાં હોય છે. આ કથન શેષ બને દ્રવ્યો માટે પણ સમજવું. સંગ્રહનય ત્રણેય દ્રવ્યોની એકએકરાશી સ્વીકકરે છે માટે આ નયની અપેક્ષાએ અલાબહત્વ હોતું નથી. આ સંગ્રહનયસંમત અનુગામનું સ્વરૂપ છે. આ પ્રમાણે સંગ્રહાયસંમત અનૌપનિધિતી- દ્રવ્યાનુપૂર્વીનું કથન પૂર્ણ થાય છે, અને પૂર્વ પ્રસ્તુત અનૌપનિધિકદ્રવ્યાપૂર્વીનું પણ સ્વરૂપ પૂર્ણ થાય છે. [10] તે ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઔપનિધિ કી. દ્રવ્યાનુપૂર્વીના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. પૂર્વનુપૂર્વ પશ્ચાનુપૂર્વ અનાનુપૂર્વી. [10] પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? પૂવનુપૂર્વી તે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાકાળ, આ રીતે અનુક્રમથી નિક્ષેપણ કરવું તે પૂર્વનુપૂર્વી. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અદ્ધાકાળ, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશાસ્તિકાય. અધમસ્તિકાય, ધમસ્તિકાય, આ પ્રમાણે વિપરીત. ક્રમથી નિક્ષેપણ કરવું તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અનાનુપૂર્વી તે જે શ્રેણિ સ્થાપિત કરવામાં આવે તે એકથી શરૂ કરીને એક એકની વૃદ્ધિ કરતાં છ પયતની થઈ જાય. ત્યારબાદ પરસ્પરને ગુણિત કરતાં અન્યોન્ય અભ્યસ્તરાશિ બની જશે. તેમાંથી આદિ અને અંતના બે ભંગ છોડી દેવાથી અનાનુપૂર્વી બને છે. [111] અથવા- પુદ્ગલાસ્તિકાય પર આ ત્રણેન સ્થાપના કરતાં ઔપનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103