Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ 328 અનુગદાસઈ-(૧૪) અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈ એક-એકની વૃદ્ધિ કરતાં છ શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ આવે તેટલા ભંગોમાંથી પ્રથમ અને અંતના બે ભંગ બાદ કરતાં જે ભંગો રહે તે બધા અનાનુપૂર્વી છે. આ પ્રકારની ભાવાનુપૂર્વી છે. આ પ્રકારે આનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે. આ પ્રકારે ઉપક્રમના “આનુપૂર્વી નામના પ્રથમ ભેદનું નિરૂપણ સમાપ્ત થયું. [14-149] ઉપક્રમનો બીજો પ્રકાર નામ છે. જીવ, અવરૂપ પ્રત્યેક વસ્તુનો અભિધાયક (વાચક) હોય તે નામ. તેનું સ્વરૂપ કેવું છે? નામના દસ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (1) એક નામ (2) બે નામ (3) ત્રણ નામ (4) ચારનામ (5) પાંચનામ (2) છનામ (7) સાતનામ (8) આઠનામ (9) નવનામ (10) દસનામ. એકનામનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યોના, ગુણોના, પર્યાયોના, જેટલા નામો લોકમાં રૂઢ છે તે બધાને નામ' એવી એક સંજ્ઞા આગમરૂપ કષ-કસોટી દ્વારા આપવામાં આવી છે. અર્થાત જીવ, જન્તુ, આત્મા, પ્રાણી વગેરે અને નભ, વ્યોમ, આકાશ વગેરે અભિધાનોની “નામએવી સામાન્ય સંજ્ઞા કહી છે. તેથી સર્વ અભિધાનોને એક નામત્વ સામાન્યની અપેક્ષાએ એકનામ” શબ્દદ્વારા પ્રગટ કરવામાં આવે છે. આ પ્રકારનો એકનામનું સ્વરૂપ છે. [15] દ્વિનામનું સ્વરૂપ કેવું છે ? દ્વિનામના બે પ્રકારો છે. એકાક્ષરિક અને અનેકાક્ષરિક, એકાક્ષરિકનું સ્વરૂપ કેવું છે ? એકાક્ષરિક - એક અક્ષરવડે નિષ્પન્ન થયેલ-નામના અનેક પ્રકારો છે. જેમકે-હી, “ધી', સ્ત્રી આદિ એકાક્ષરિક નામ છે. અનેકાક્ષરિક નામનું સ્વરૂપ કેવું છે? અને કાક્ષરિક નામના પણ અનેક પ્રકારો છે. જેમકેકન્યા, વીણા, લતા, માલા, આદિ અથવા ઢિનામના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણેજીવનામ અને અજીવનમાં જીવનામનું સ્વરૂપ કેવું છે? જીવનામના અનેક પ્રકારો કહ્યા છે. જેમકે-દેવદત્ત, યજ્ઞદત્ત, વિષ્ણુદત્ત, સોમદત્ત વગેરે. અજીવનામ એટલે શું? અજીવનામના અનેક પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકે-ઘટ, પટ, કટ, રથ વગેરે. આ અજીવનામ છે. અથવા ઢિનામના બે પ્રકારો પ્રરૂપ્યા છે. જેમ કેવિશેષિત અને અવિશેષિત (સામાન્ય). દ્રવ્ય” એ અવિશેષિત નામ છે અને જીવદ્રવ્ય અથવા “અજીર્વદ્રવ્ય' એ વિશેષિતનામ છે. જ્યારે “જીવદ્રવ્ય’ એ નામને અવિશેષિત દ્વિનામ માનવામાં આવે ત્યારે નારક, તિર્યંચયોનિક, મનુષ્ય, અને દેવ આ વિશેષિત દ્વિનામ થઈ જાય છે. જો “નારક' આ નામને અવિશેષિત માનવામાં આવે તો રત્નપ્રભાનો નારક, શર્કરામભાનો નારક, વાલુકાપ્રભાનો નારક આ વિશેષિત દ્વિનામ કહેવાય. જે “રત્નપ્રભાનો નારક' આ નામને અવિશેષિત માનવામાં આવે તો રત્નપ્રભાનો પર્યાપ્ત નારક અને અપયપ્તિનાક, આ. વિશેષિત કહેવાય. યાવતુ ‘તમસ્તમપ્રભાનો નારક' આ નામને અવિશેષિત માનવામાં આવે તો તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિત નામ કહેવાય. જો તિર્યંચયોનિક આ નામને અવિશેષિત માનવામાં આવે તો એકેન્દ્રિય બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય, પંચેન્દ્રિય, આ વિશેષિત. નામ કહેવાય. જો એકેન્દ્રિયને અવિશેષિત માનવામાં આવે તો પૃથ્વી, અપુ, તેજ, વાયુ અને વનસ્પતિ, આ નામો વિશેષિત કહેવાય. જે પૃથ્વીકાયનામને અવિશેષિત માનવામાં આવે તો “સૂક્ષ્મપૃથ્વીકાય’ અને ‘બાદરપૃથ્વીકાય’ આ વિશેષિતનામ કહેવાય. જો “સૂક્ષ્મપૃથ્વીકાય” નામને અવિશેષિત માનવામાં આવે તો “પર્યાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103