Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 75
________________ 365 સૂર- 293 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 28 સાગરોપમની છે. -ભગવનું ! ઉપરિતન-અધતન રૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 28 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 29 સાગરોપમની સ્થિતિ છે. ઉપરિતન-મધ્યમ રૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 29 સાગર અને ઉત્કૃષ્ટ 30 સાગરોપમની સ્થિતિ છે. ઉપરિતન-ઉપરિતના શૈવેયક વિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય 30 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 31 સાગરોપમની સ્થિતિ છે. વિજય, વૈર્યત, જયંતઅને અપરાજિત. આ ચાર અનુત્તર વિમાનોમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 31 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમની છે. સવર્થસિદ્ધનામક મહાવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? 33 સાગરોપમની છે. એમાં જઘન્ય અને ઉત્કૃષ્ટનો ભેદ નથી. આ પ્રમાણે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનું અને અદ્ધાપલ્યોપમનું વર્ણન પૂર્ણ થયું. [293-294] ભગવનું ! ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ક્ષેત્ર પલ્યોપમ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને વ્યવહારક્ષેત્રપલ્યોપમ આ બે સ્વરૂપે જાણવું. તેમાં જે સૂક્ષ્મ છે તેનું વર્ણન પછી કરવામાં આવશે. વ્યાવહારિકક્ષેત્રપલ્યોપમ આ પ્રમાણે છે- કોઈ એક યોજન લાંબો, એક યોજન પહોળો, અને એક યોજનની ઊંડાઈવાળો, કંઈક અધિક ત્રણ યોજનની પરિધિવાળો પલ્ય હોય.તે પલ્ય એક,બે ત્રણ યાવતુ સાત દિવસના બાલાગ્રોથી સંપૂરિત કરવામાં આવે. તેમાં બાલાઝો એવી રીતે ઠાંસીને ભરવામાં આવે કે તેને અગ્નિ બાળી શકતો નથી ભાવતું તે સડી જતાં નથી. તે પલ્યના જે આકાશ પ્રદેશો બાલાઝવડે વ્યાપ્ત છે તે પ્રદેશોમાંથી સમયે-સમયે એક-એક પ્રદેશને બહાર કાઢતાં. જેટલા સમયમાં તે પલ્ય સર્વ પ્રદેશોથી રહિત થઈ જાય તેટલા સમયને વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ કહે છે, એટલેઅસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી જેટલો કાળ વ્યતીત થઈ જાય ત્યારે આ પલ્યોપમ થાય છે. 10 કોટિ-કોટી વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ બિરાબર એક વ્યાવહારિક ક્ષેત્રસાગરોપમ છે. [૨૯૫-૨૯૬]આ વ્યાવહારિકક્ષેત્ર-પલ્યોપમ અને સાગરોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? કોઈ પણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. તે માત્ર પ્રરૂપણા માટે છે. આ પ્રમાણે વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ છે. સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ કેવું છે? કોઈ એક પલ્ય એક યોજન લાંબો યાવતુ પૂર્વોક્ત પરિધિથી યુક્ત હોય તેને એક, બે યાવતું સાત દિવસના બાલાગ્રોથી સંપૂરિત કરવામાં આવે અને તે એકએક બાલાઝના અસંખ્યાત-અસંખ્યાત ખંડો કરવામાં આવે. આ બાલાગખંડો દષ્ટિના. વિષયીભૂત પદ્યર્થની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગ માત્ર અને સૂક્ષ્મપનક જીવની શરીરવગાહનાની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. તે બાલાગખંડોને પલ્યમાં એવી રીતે ભરવા જોઈએ કે જેથી અગ્નિ બાળે નહિ યાવતુ તે સડી શકે નહીં. તે બાલાઝ ખંડોપલ્યના આકાશપ્રદેશોથી પૃષ્ટ હોય કે ન હોય પણ તે આકાશ પ્રદેશોને સમયે સમયે બહાર કાઢતાં યાવતુ તે સંપૂર્ણરૂપે ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે. તે પલ્યના આકાશ-પ્રદેશો એવા પણ હોય છે કે જે બાલાગ્રખંડોથી અસ્કૃષ્ટ અવ્યાપ્ત હોય ? હા છે. જેમકે-કોઈ કોષ્ઠ કૂષ્માંડોથી ભરેલ હોય તેમાં માતલિંગો નાખતાં તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. પુનઃ તેમાં બિલ્વો નાંખે તો પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103