Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 88
________________ 378 અનુગદારાઈ - (11) હોય છે. આ એક દેશરૂપ સ્કંધનો પ્રદેશ નો સ્કંધ છે. આ પ્રમાણે કહેતા સમભિરૂઢનયને એવભૂતનયે કહ્યું - તમે જે કાંઈ કહી રહ્યા છો તે એવી રીતે કહો કે આ બધા ધમસ્તિકાયાવિકો સમસ્ત દેશ-પ્રદેશની કલ્પનાથી રહિત છે, પ્રતિપૂર્ણ આત્મ સ્વરૂપથી અવિકલ છે, નિરવશેષ-એક હોવાથી અવયવ રહિત છે. એક ગ્રહણ એક નામથી કહે છે. માટે એક, વસ્તુ રૂપ છે. એવંભૂતનયના મતે જે વસ્તુ દેશ રૂપ છે તે અવસ્તુ છે. જે પ્રદેશરૂપ છે તે અવસ્તુ છે, એવંતભૂતનય અખંડ વસ્તુનેજ સતરૂપ માને છે આ રીતે પ્રદેશ દુષ્ટાંતથી નયનું સ્વરૂપ જાણવું. | [311] ભંતે / સંખ્યા પ્રમાણ શું છે? સંખ્યા પ્રમાણના આઠ ભેદો છે. નામ સંખ્યા, સ્થાપના સંખ્યા, દ્રવ્યસંખ્યા ઔપમ્પસંખ્યા, પરિમાણસંખ્યા, જ્ઞાનસંખ્યા, ગણના સંખ્યા અને ભાવ સંખ્યા નામસંખ્યા શું છે? જે જીવ અથવા અજીવનું “સંખ્યા' એવું નામ રાખવું તે નામ સંખ્યા છે. સ્થાપનાખ્યા શું છે? જે કાષ્ટકર્મમાં, પુસ્તકકર્મમાં પાવતુ સંખ્યા આ રૂપે જે આરોપ કરાય છે તે સ્થાપના સંખ્યા છે. નામ અને સ્થાપનામાં શું વિશેષતા છે? નામ યાવત્કથિત હોય છે જ્યારે સ્થાપના ઈતરિક પણ હોય છે અને યાવસ્કથિત પણ હોય છે. દ્રવ્યશંખ શું છે ? દ્રવ્યશંખના બે પ્રકાર છે. જેમકેઆગમદ્રવ્યશંખ અને નોઆગમદ્રવ્યશંખ. આગમદ્રવ્યશંખ અને નોઆગમમદ્રવ્યશંખના ભેદરૂપ જ્ઞાયકશરીર અને ભવ્યશરીરશંખનું સ્વરૂપ દ્રવ્યાવશ્યકના પ્રકરણમાં કથિત ભેદો મુજબ જાણી લેવું. જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત નોઆગમદ્રવ્યશંખનું સ્વરૂપ કેવું છે? તદૃઢ્યતિરિક્તદ્રવ્યશંખના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે, એક ભવિક-જે જીવ ઉત્પન થઈને હજુ સુધી શંખપયયિની આયુનો બંધ કર્યો નથી પરંતુ મરણ પછી અવશ્ય શંખ પર્યાય પ્રાપ્ત કરવાનો છે તે બદ્ધાયુષ્ક-જે જીવે શંખ-પયયિમાં ઉત્પન્ન થવા યોગ્ય આયુષ્યનો બંધ કરી લીધો છે તે. અભિમુખનામગોત્ર જે જીવ નિકટ ભવિષ્યમાં શંખ યોનિમાં ઉત્પન્ન થનાર હોય તેમજ જે જીવના નામ અને ગોત્ર કર્મ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તબાદ ઉદયાભિમુખ થનાર હોય તે. એક ભવિક જીવ એક ભવિક' એવા નામવાળો કાળની અપેક્ષાએ કેટલો કાંળસુધી રહે છે. ? એક ભવિકજીવ જઘન્ય અંતમૂહુર્ત અને ઉત્કૃષ્ટ એક પૂર્વ કોટી સુધી રહે છે. અંતે ! બદ્ધાયુષ્ક જીવ “બદ્ધાયુષ્કરૂપે જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક પૂર્વ કોટીના ત્રીજા ભાગ સુધી રહે છે. અંતે ! અભિમુખનામ ગોત્રશંખનું “અભિમુખનામ ગોત્ર' એવું નામ કેટલા સમય સુધી રહે છે ? અભિમુખનામગોત્રશંખ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. નૈગમનય, સંગ્રહનેય અને વ્યવહારનય આ ત્રણે ભૂલદષ્ટિવાળા નો એક ભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર આ ત્રણ શંખોને માને છે. પૂર્વનયની અપેક્ષાએ વિશુદ્ધઋજુસૂત્રનયન બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર આ બે પ્રકારના શંખને સ્વીકારે છે. એકભાવિકને અતિ વ્યવહિત હોવાથી સ્વીકારતા નથી. ત્રણે શબ્દ નયો અભિમુખનામગોત્ર શંખને જ શંખ માને છે. આ રીતે તદ્દવ્યતિરિકતદ્રવ્યશનું સ્વરૂપ જાણવું. આ પ્રમાણે દ્રવ્યશનું વર્ણન પૂર્ણ થયું. ઔપમ્પસંખ્યાનું તાત્પર્ય શું છે ? ઔપમ્પસંખયા ચાર પ્રકારો છે. સવસ્તુની. સદ્ભવસ્તુના સાથે ઉપમા આપવી સદૃવસ્તુની અસદુ વસ્તુ સાથે ઉપમા આપવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103