Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 93
________________ ત્ર-૭ર૪ દ્રવ્યસમવતાર સુધી તેમજ જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યસમવતાર શું છે? તદુવ્યતિરિકત સમવતારના ત્રણ પ્રકાર પ્રરૂપવામાં આવેલ છે, આત્મ સમવતાર પરસમવતાર તદુભવસમવતાર નિશ્ચયનયની અપેક્ષાએ સર્વદ્રવ્યોનો વિચાર કરીએ તો સર્વદ્રવ્યો પોતાના સ્વરૂપમાંજ રહે છે. વ્યવહારનયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો જેમ કુંડામાં બોર રહે છે. તેમ સર્વદ્રવ્યો પરમાં રહે છે. તદુભયસમવતારનો વિચાર કરીએ તો સમસ્તદ્રવ્યો આત્મભાવ અને પરભાવમાં રહે છે જેમ ઘરમાં સ્તષ્પ રહે છે તે પરસમવતાર અને સ્તન્મ પોતાના સ્વરૂપમાં રહે છે તે આત્મા-સમવતાર. ગ્રીવા ઘટમાં અને પોતાનામાં રહે છે. અથવા ડાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિકત જે દ્રવ્યસમવતાર છે તેના બે પ્રકાર છે. - આત્મા સમવતાર અને તદુભયસમવતાર. જેમ ચાર પલ પ્રમાણવાળી ચતુષષ્ટિકા અર્ધમાણિકના ચોસઠમાં ભારૂપ આત્મા ભાવમાં રહે છે અને તદુભયસમાવતારની અપેક્ષાએ આઠપલ પ્રમાણવાળી દ્વાત્રિશિકા પણ રહે છે અને પોતાના નિજરૂપમાં પણ રહે છે. અષ્ટપલ પ્રમાણયુક્ત દ્વાત્રિશિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને ઉભયસમવતારની. અપેક્ષાએ ષોડશ-પ્રમાણવાળી ષોડશિકામાં પણ રહે છે. અને પોતાના ભાવમાં પણ રહે છે. તેમજે જે અભાગિકા છે, તે આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે, અને તદુભયસમવતારની અપેક્ષાએ ચતુભગિકામાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. ચતુભગિકા આત્મસમવારની અપેક્ષાએ આત્મ ભાવમાં રહે છે. અને તદુભયસમવતારની અપેક્ષાએ અર્ધમાણીમાં રહે છે. અને આત્મભાવમાં પણ રહે છે. અર્ધમાણી આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે તદુભયસમવતારની અપેક્ષાએ માનીમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. આ રીતે જ્ઞાયકશરીર - ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યસમવતાર હોય છે. આ પ્રમાણે નોઆગમદ્રવ્ય સમવતારના ત્રણ ભેદોનું વર્ણન પૂર્ણ થતાં દ્રવ્યસમવતારનું પ્રરૂપણ પૂર્ણ થયું. ક્ષેત્રસમવતાર શું છે ? ધમદિકદ્રવ્યોની જ્યાં વૃત્તિ હોય તે ક્ષેત્રસમવતાર. તેના બે પ્રકાર છે. -આત્મસમવતાર અને તદુભયસમવતાર, આત્મસમવતારની અપેક્ષાએ ભરતક્ષેત્ર આત્મભાવમાં રહે છે તદુર્ભયસમવતારની અપેક્ષાએ જબૂતીપમાં પણ રહે છે, અને આત્મભાવમાં પણ રહે છે. જેબૂદીપ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને તદુભયસમાવતાર અપેક્ષાએ તિર્યકલોકમાં પણ રહે છે. અને નિસ્વરૂપમાં પણ રહે છે. તિર્યકલોક આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ લોકમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. આ પ્રમાણે ક્ષેત્રસમવતાર છે. ભંતે ! કાળસમવતાર શું છે ? સમયઆદરૂપ કાળનોસમવતે કાળસમવતાર બે પ્રકારનો પ્રજ્ઞપ્ત થયેલ છે. તે આ પ્રમાણે આત્મસમવતાર અને તદુભયસમવતાર, આત્મસમવતારની અપેક્ષાએ સમય આત્મભાવમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ આવલિકામાં પણ રહે છે અને આત્મભાવમાં રહે છે અને આ પ્રમાણે આનપ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન,. સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષસહસ્ત્ર, વર્ષશતુસહસ્ત્ર, પૂવગ, પૂર્વ ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હૂહૂકાંગ, હૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પબ્રાંગ, પા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103