Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 91
________________ સત્ર-૩૧૭ 981 પરીતાસંખ્યાતનું પ્રમાણ શું છે? જઘન્ય પરીત સંખ્યાતનું જેટલું પ્રમાણ છે તે પ્રમાણ માત્ર રાશિને સ્થાપિત કરી પરસ્પર ગુણિત કરવી. કલ્પનાથી માનો કે જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ 5 છે. આ પાંચને પાંચવાર સ્થાપિત કરી પરસ્પર ગુણાકાર કરવાથી પ૪પ૨૫, ૨પ૪પ= 125 ૧૨પપ=૨૫, 6254 3125 સંખ્યા આવે. આ સંખ્યાને વાસ્તવિકરૂપમાં અસંખ્યાતના સ્થાને ણવી જોઈએ. તેમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ પરીતા સંખ્યાત ગણાય છે. અને એક ઓછો કરવામાં ન આવે તો જઘન્ય યુક્તાસંખ્યાત રૂપ મનાય છે અથવા જઘન્ય યુક્તાસંખ્યા તેમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાતનું પ્રમાણ થાય છે. જઘન્ય યુક્તાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે? જઘન્ય પરીતાસંખ્યાતની જેટલી રાશિઓ છે તેને પરસ્પર ગુણિત કરતાં જે સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય યુક્તાસંખ્યાત છે અથવા ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાનું જે પ્રમાણ છે તેમાં એક ઉમેરવાથી જઘન્ય યુક્તાસંખ્યાનું પ્રમાણ થાય છે. આવલિકા પણ જધન્ય યુક્તા સંખ્યાતના સ્થાનો જઘન્ય યુકતાસંખ્યાતથી ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત ન આવે ત્યાં સુધી જાણવા. ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાતનું સ્વરૂપ શું છે ? જઘન્ય યુક્તાસંખ્યાતને આવલિકાથી અથતિ જઘન્ય યુકતાસંખ્યાત સાથે ગુણિત કરવાથી જે રાશિ આવે તેમાંથી એક ન્યૂન તેજ ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત છે. જઘન્ય અસંખ્યાતા-સંખ્યાતનું સ્વરૂપ કેવું છે ? જઘન્ય યુક્તાસંખ્યાત સાથે આવલિકાને ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય અસંખ્યાતા સંખ્યાત છે અથવા ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાતમાં એક ઉમેરવાથી જઘન્ય અસંખ્યાતા સંખ્યાત થઈ જાય છે. ત્યાર પછી મધ્યમસ્થાનો હોય છે. તે સ્થાનો જ્યાં સુધી ઉત્કૃષ્ટ અસંખ્યાતા–સંખ્યાત ન આવે ત્યાં સુધી હોય છે. અંતે! ઉત્કૃષ્ટ અસંખ્યાતતાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે? જઘન્ય અસંખ્યાતાસંખ્યાતની જેટલી રાશીઓ છે તેને પરસ્પર ગુણિત કરવાથી જે સંખ્યા આવે તેમાંથી એક ખૂન કરવાથી જે સંખ્યા થાય તેજ ઉત્કૃષ્ટ અસંખ્યાતસંખ્યાત છે અથવા જધન્ય પરીતાનંતમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ અસંખ્યાતસંખ્યાત થાય છે. ભંતે જઘન્ય પરીતાનંતનું સ્વરૂપ કેવું છે? જઘન્ય અસંખ્યાતાસંખ્યાતની જે રાશિઓ છે તેને પરસ્પર અભ્યાસરૂપમાં ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જઘન્ય પરીતાનંત છે અથવા ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યામાં એક ઉમેરવાથી જઘન્ય પરીતાનંત થાય છે. ત્યારપછી મધ્યમપરીતાનંતના સ્થાનો ન આવે ત્યાં સુધી હોય છે. ઉત્કૃષ્ટ પરીતાનંતનું સ્વરૂપ કેવું છે? જઘવપરીતાનંતની જેટલી રાશિઓ છે તેને પરસ્પર અભ્યાસરૂપે ગુણિત કરી તેમાંથી એક અંક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરીતાનંત થાય છે. અથવા જઘન્ય યુક્તાને તેમાંથી એક વન કરવાથી ઉત્કૃષ્ટ પરીતાનંત બને છે. જઘન્યયુકતાનંતનું પ્રમાણ કેટલું હોય છે ? જઘન્યપરીતાનંત જેટલા. સર્ષપોનો પરસ્પર અભ્યાસરૂપમાં ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે પરિપૂર્ણસંખ્યા જ જઘન્ય યુકતાનંત છે. અથવા ઉત્કૃષ્ટ પરીતાનંતમાં એક સર્ષપ પ્રક્ષિપ્ત કરવાથી. જઘન્ય યુક્તાનંત થઈ જાય છે. અભવસિદ્ધિકો પણ જઘન્યયુકતાનંત જેટલા છે. ત્યારપછી મધ્યમયુકતાનંતાના સ્થાનો જ્યાં સુધી ઉત્કૃષ્ટ યુકતાનંતનું પ્રમાણ ન આવેત્યાં સુધી છે. ઉત્કૃષ્ટ યુકતાનંતનું પ્રમાણ કેટલું હોય છે ? જઘન્યુકતાનંતથી અભવસિદ્ધિકો-જઘન્યયુક્તાનંતને પરસ્પર ગુણિત કરવાથી જે રાશી આવે તેમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103