Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 90
________________ 380 અનુગદારાઈ - (317) અને મધ્યમ સંખ્યાત. અસંખ્યાત શું છે ? અસંખ્યાતના ત્રણ પ્રકાર છે. પરીણાસંખ્યાત, યુક્તએ ખ્યાત, અસંખ્યાતા સંખ્યાત. પરીતાસંખ્યાત શું છે ? પરીતાસંખ્યાતના ત્રણ પ્રકાર છે. જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. અંતે ! યુક્તાસંખ્યા શું છે? યુક્તાસંખ્યાત. ત્રણ પ્રકારે - જઘન્ય, અને મધ્યમ. અસંખ્યાતસંખ્યાતશું છે ? જઘન્ય, ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ અને મધ્યમ. અનંત શું છે? અનંતના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે- પરીતાનંત, મુક્તાનંત, અનંતાનંત. પરીતાનંત શું છે? જઘન્ય. ઉત્કૃષ્ટ અને મધ્યમ આ ત્રણ સ્વરૂપે પરીતાનંત જાણવું. યુક્તાનંતના કેટલા ભેદ છે ? ત્રણ પ્રકારે -- જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. અનંતનાનંત શું છે? અનંતાનંતના બે પ્રકાશ્મરૂપ્યા છે. જેમકે- જઘન્ય અને મધ્યમ. ભંતે જઘન્ય સંખ્યા કેટલા હોય છે બે જઘન્ય સંખ્યાત હોય છે. તેનાથી પર અથતિ ત્રણચાર યાવતુ ઉત્કૃષ્ટ સંખ્યાતનું સ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મધ્યમ સંખ્યાત જાણવું. ભંતે! ઉત્કૃષ્ટ સંખ્યાત કેટલા હોય છે ? અસત્કલ્પના પ્રમાણે એક લાખ યોજન લાંબો એક લાખ યોજન પહોળો. ત્રણ લાખ, સોળહજાર, બસો સત્તાવીશ યોજન, ત્રણગાઉ, એકસો અઠ્ઠાવીશ ધનુષ અને 1ii અંગુલથી કાંઈક અધિક પરિધિવાળો કોઈ યથાનામક પલ્ય હોય. તે તે સિદ્ધાર્થો-સર્ષપોથી પૂરિત કરવામાં આવે. તે સર્ષ દ્વીપસમુદ્રોના ઉદ્ધાર ગૃહીત થાય અથવું પલ્પમાંથી એક એક સર્ષપ કાઢી દરેક દ્વીપસમુદ્રોમાં એકએક નાખતાં તે પલ્યને ખાલી કરવો. જંબુદ્વીપથી લઈ જે દ્વીપ કે સમદ્રોમાં અંતિમ સર્ષપ પડ્યો છે ત્યાં સુધીના ક્ષેત્રને બીજા અનવસ્થિત પલ્યરૂપ કલ્પિત કરવામાં આવે છે. પહેલો અનવસ્થિત પલ્ય ખાલી થાય ત્યારે એક સર્ષપ શિલાકાપલ્યમાં નાખવામાં આવે. ત્યારે પછી બીજો અનવસ્થિત પૂર્વરીતે ખાલી કરી રિકતતાસૂચક બીજો સર્ષપ શલાકા પલ્યમાં નાખવામાં આવે, આ ક્રમથી જંબુદ્વીપ પ્રમાણવાળો શલાકાપલ્ય કંઠસુધી પૂરિત થઈ જાય અને એવા ઘણા શલાકાપલ્ય પૂરિત થઈ જાય ત્યારે પણ ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રારંભ થતું નથી. તે સમજાવવા દષ્ટાંત કહે છે કે કોઈ એક મંચ હોય તે આમળાઓથી પૂરિત હોય તેમાં જો એક આમળું નાખવામાં આવે તો તે સમાવિષ્ટ થઈ જાય, બીજું નાખવામાં આવે તો તે સમાવિષ્ટ થઈ જાય. આ પ્રમાણે આમળાં નાખતાં- નાખતાં છેલ્લે એક એવું આમળું હોય છે કે જેનાખવાથી મંચ પરિપૂર્ણ થઈ જાય છે. પછી આમળું નાખવામાં આવે તો સમાવિષ્ટ થાય નહીં. તેમ વારંવાર નાખવામાં આવેલા સર્ષપોથી જ્યારે “અસંલ'- ઘણા પલ્યો અંતમાં આમૂલશીખ પૂરિત થઈ જાય, તેમાં એક સર્ષપ જેટલી પણ જગ્યા રહે નહીં ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રારંભ થાય છે. તાત્પર્ય એ છે કે આ સર્ષપોની સંખ્યા અને જેટલા દ્વીપસમુદ્રો સર્ષપોથી વ્યાપ્ત થયા છે તે બંનેની સંખ્યા ભેગી કરતાં જે આવે તેથી એક સર્વપ અધિક ઉત્કૃષ્ટ સંખ્યાત છે. જઘન્યસંખ્યા છે અને આ ઉત્કૃષ્ટ સંખ્યાની વચ્ચેના મધ્યમ સંખ્યાત જાણવા. સૂત્રકાર અસંખ્યાતનું વર્ણન કરતાં કહે છે કે અસંખ્યાતની પ્રરૂપણા કરતાં પૂર્વકથિત અનવસ્થિતની પ્રરૂપણા કરી લેવી. ઉત્કૃષ્ટ સંખ્યાતમાં એક સર્ષપ પ્રક્ષેપ કરવું જોઈએ અને તેજ જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ હોય છે. ત્યાર પછી મધ્યમ પરીતાસંખ્યાતના સ્થાનો હોય છે, તે ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત આવો હોય છે, ઉત્કૃષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103