Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 87
________________ સત્ર- 310 કહો છો તે યોગ્ય નથી, કારણકે પાંચગોષ્ઠિક પુરુષોનું સોનું, આદિ ધન કે ધાન્યાદિદ્રવ્ય સામાન્ય હોય છે તેમ ધમસ્તિકાયાદિકોનો કોઈ સામાન્ય પ્રદેશ હોય તો પાંચનો પ્રદેશ કહેવાય. પણ વાસ્તવમાં દરેક દ્રવ્યના પ્રદેશો ભિન્ન છે. માટે સામાન્ય પ્રદેશના અભાવમાં તે પાંચ પ્રકારનો પ્રદેશ’ એમ કહો. તે આ પ્રમાણે ધમપ્રદેશ અધમપ્રદેશ આકાશપ્રદેશ જીવપ્રદેશ અને સ્કંધપ્રદેશ આ પ્રમાણ કહેતા વ્યવહારનયને ઋજુસૂત્રનયે કહ્યું - તમે જે પાંચ પ્રકારનો પ્રદેશ કહો છો તે યોગ્ય નથી, કારણ કે પાંચ પ્રકારના પ્રદેશ પાંચ-પાંચ પ્રકારનો થઈ જશે. અને પ્રદેશ પચ્ચીશ પ્રકારનો થઈ જશે. એટલે પાંચપ્રકારનો પ્રદેશ ન કહો, પ્રદેશ ભજનીય છે તેમ કહો. ધમસ્તિકાયનો પ્રદેશ ભજનીય છે. જીવનો પ્રદેશ ભજનીય છે અને સ્કધનો પ્રદેશ ભજનીય છે. કહેવાથી પોતાપોતાના પ્રદેશનું જ ગ્રહણ થાયછે, પર સંબંધી પ્રદેશનું ગ્રહણ થતું નથી, કારણ કે પરસંબંધી પ્રદેશમાં અથક્રિયાપ્રત્યે સાધકત્વનો અભાવ છે આ પ્રમાણે કહેતા જુસૂત્રનયને શબ્દનયે કહ્યું- ' એમ તમે ન કહો કારણ કે આમ માત્વાથી ધમસ્તિકાયનો જે પ્રદેશ છે તે ધમસ્તિકાયનો પણ થઈ શકે છે અને અધમસ્તિકાયનો પણ થઈ શકે છે. આકાશાસ્તિકાયનો પ્રદેશ પણ થઈ શકે છે. જીવાસ્તિકાયનો પણ થઈ શકે છે અને સ્કંધનો પણ થઈ શકે છે. તેવી રીતે અધમસ્તિકાયનો પ્રદેશ પણ ધમસ્તિકાયનો થઈ શકે છે યાવતુ, સ્કંધનો થઈ શકે છે. આકાશાસ્તિકાયનો પ્રદેશ પણ ધમસ્તિકાયનો યાવતુ સ્કંધનો થઈ શકે છે, જીવાસ્તિકાયનો જે પ્રદેશ છે તે ધમસ્તિકાયનો યાવત સ્કંધનો થઈ શકે છે. તેવી જ રીતે સ્કંધ પ્રદેશ પણ સર્વનો થઈ શકે છે. આ રીતે અનવસ્થા થવાથી વાસ્તવિક પ્રદેશ સ્થિતિનો અભાવ થશે. માટે તમે પ્રદેશને ભજનીય ન કહો. પણ એમ કહો કે જે પ્રદેશ ધમત્મિક છે તે પ્રદેશ ધર્મ છે એટલે કે આ ધમત્મિક જે પ્રદેશ છે તે સમસ્ત ધમસ્તિકાયથી અભિન્ન થઈને જ ધર્માત્મિક કહેવાય છે. જે પ્રદેશ અધમત્મિક છે તે પ્રદેશ અધર્મ છે. જે પ્રદેશ આકાશાત્મક છે તે પ્રદેશ આકાશ છે. એક જીવાત્મક જે પ્રદેશ છે તે પ્રદેશ નજીવ છે એટલે કે સમસ્ત. જીવાસ્તિકાયના એક દેશભૂત જે એકજીવ છે, તે એક જીવાત્મક જે એક જ પ્રદેશ છે તે નોજીવ છે. અહીં નો' શબ્દ એકદેશ વાચક છે. એક સ્કંધાત્મક પ્રદેશ છે તે નો સ્કંધ છે. આ પ્રમાણે કહેતા શબ્દ નયને સમભિરૂઢ નયે કહ્યું- તમે જે કહો છો કે જે પ્રદેશ ધમત્મિક છે. તે ધમસ્તિકાયરૂપ છે યાવતુ જે પ્રદેશ એક જીવાત્મક છે તે પ્રદેશ “નોજીવ' છે જે પ્રદેશ એક સ્કંધાત્મક છે તે પ્રદેશનો સ્કંધ છે, તે તમારી વાત યોગ્ય નથી કારણ કે અહીં બે સમાસ થાય છે. તત્પરુષ અને કર્મધારય તેથી અહીં સંદેહ થાય તમે કયા સમાસના આધારે ધર્મ પ્રદેશ’ એમ કહો છો જો તમે તપુરુષ સમાસના આધારે કહો તો તે યોગ્ય નથી કારણ કે એમ કહેવાથી ધર્મ અને પ્રદેશ ભિન્ન થઈ જશે. જેમ કુંડામાં બોર કહીએ તો કુંડ અને બોર જેમ ભિન્ન છે તેમ અહીં પણ ભિન્નતા પ્રાપ્ત થશે. જો તમે કર્મધારય સમાસના આધારે કહો છો તો જે ધમત્મિક પ્રદેશ છે તેનું સમસ્ત ધમસ્તિકાય સાથે સમાનાધિકરણ થઈ જવાથી પ્રદેશો ધમસ્તિકાયરૂપ થઈ જશે. આ રીતે અધમત્મિક પ્રદેશો-અધર્મરૂપ આકાશાત્મક પ્રદેશો આકાશરૂપ અનંત જીવાત્મક જે સમસ્ત જીવાસ્તિકાય છે તેનો એક દેશ એક છે. તેનો એક પ્રદેશ સમસ્ત જીવાસ્તિકાયથી ભિન્ન હોવાથી નો જીવ કહે છે. અનંત સ્કંધાત્મક જે સમસ્ત સ્કંધ છે તેનો એક દેશ એક સ્કંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103