Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 85
________________ સૂત્ર-૩૧૦. 375 સ્થાપનીયચરિત્રગુણપ્રમાણ પરિહારવિશુદ્ધ ચારિત્રગુણપ્રમાણ અને યથાખ્યાતચારિત્રગુણપ્રમાણ તેમાં સામાયિકચારિત્રના બે પ્રકાર કહ્યાં છે. ઈ–રિક-સ્વલ્પકાલિક કે જે પ્રથમ અને અંતિમ તીર્થકરના સમયમાં જ્યાં સુધી મહાવ્રતોનું આરોપણ ન કરાય ત્યાં સુધી હોય તે, યાવત્કથિત જીવનપર્યન્તનું સામાયિકચારિત્ર. તે 22 તીર્થકરો અને મહાવિદેહ ક્ષેત્રના સાધુઓમાં હોય છે. છેદપસ્થાનચારિત્ર-જેમાં પૂર્વ-પયિનું છેદન કરી ફરી મહાવ્રતોની ઉપસ્થાપના કરવામાં આવે તેના બે ભેદ સાતિચારમૂલગુણના વિરાધક સાધુને પુનઃ વતપ્રદાન કરવું નિરતિચાર- ઈત્વરિ,સામાયિકચારિત્રનું પાલન કરનાર સાધુને સાત દિવસ, 4 માસ કે છ માસ પછી જે ચારિત્ર અપાય તે પરિહારવિશુદ્ધચારિત્ર-વિશિષ્ટતપથી ચારિત્રની વિશુદ્ધિ કરવારૂપ તેના બે પ્રકાર છે. નિર્વિશ્યમાનક જે તપશ્ચર્યા કરનારનું નિર્વિકાયિક-જે તપશ્ચય કર્યા પછી વૈયાવચ્ચ કરે તે સૂક્ષ્મસંપરાયચારિત્રજેમાં સૂક્ષ્મલોભમાત્ર અવશેષ હોય. તેના બે ભેદ સંકિલશ્યમાનક ઉપશામણિથી મૂતથનાર જીવોનું ચારિત્ર. વિશુદ્ધમાનકશ્રેણિઆરોહણ કરનારનું ચારિત્ર. યથાખ્યાતચારિત્ર-જેમાં કષાયોદયનો સદંતર અભાવ રહે છે, તેના બે ભેદ છે પ્રતિપાતિ. એટલે 11 મા ગુણસ્થાનવાળાનું અને અપ્રતિપાતિ એટલે 12 આદિ ગુણસ્થાનવાળાઓનું અથવા (1) છાસ્થિક અને (2) કેવલિક. આ રીતે ચારિત્રગુણપ્રમાણનું સ્વરૂપ કથન જાણવું કથન સમાપ્ત થયું. [31o] નયન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?- ગૌતમ ! અનંત ધમત્મિક વસ્તુના અન્ય ધર્મોને ગૌણ કરીને વિવક્ષિત ધર્મને મુખ્ય કરીને વસ્તુ પ્રતિપાદક વકતાનો જે અભિપ્રાય હોય છે તે નયપ્રમાણ છે. તે નવપ્રમાણનું સ્વરૂપ ત્રણ દગંતોવડે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જેમકે-પ્રસ્થાકનાદષ્ટાંતથી, વસતિના દષ્ટાંતથી અને પ્રદેશના દષ્ટાંતથી. પ્રસ્થનું દષ્ટાંત કોને કહે છે? પ્રસ્થ એટલે ધાન્ય માપવાનું કાષ્ઠનું પાત્રવિશેષ.જેમકેકોઈ પુરુષ કુહાડી ગ્રહણ કરી જંગલ તરફ જાય છે, તેને જોઈને કોઈએ પ્રશ્ન કર્યો ‘તમે કયાં જઈ રહ્યાં છો?” ત્યારે અવિશુદ્ધનૈગમનયના મુજબ તેને કહ્યું હું પ્રસ્થક લેવા જાઉં છું' કોઈએ તેને વૃક્ષને છેદતા જોઈ પૂછયું- તમે આ કાપી રહ્યા છો ? ત્યારે તેને વિશુદ્ધનૈગમનય મુજબ જવાબ આપ્યો- હું પ્રસ્થ કાપું છું.” પછી કોઈએ લાકડા છોલતા જોઈ પૂછયું-તમે શું છોલો છો ? ત્યારે વિશુદ્ધતરનૈગમનયના અભિપ્રાયે તે બોલ્યા હું પ્રસ્થક છોલી રહ્યો છું. પ્રસ્થથક નિમિત્તે કાષ્ઠના મધ્યભાગને કોરતો જોઈ કોઈએ પૂછયું તમે આ શું કરો છો?” ત્યારે વિશુદ્ધતરનૈગમય મુજબ તેને જવાબ આપ્યો - " પ્રસ્તક ઉત્કીર્ણ કરી રહ્યો છું. જ્યારે તે ઉત્કીર્ણ કાષ્ઠ ઉપર લેખની વડે પ્રસ્થકમાટે ચિહ્ન કરવા લાગ્યો તેને જોઈને કોઈએ પૂછ્યું- “આ તમે શું કરો છો ?" ત્યારે તેને વિશુદ્ધતરનૈગમનયથી કહ્યું- હું પ્રસ્થાના આકારને અંકિત કરુ છું.’ પ્રસ્થક સંબંધી આ પ્રશ્નોત્તર સંપૂર્ણ પ્રસ્થક તૈયાર ન થઈ જાય ત્યાં સુધી કરતાં રહેવું આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત કરીને પણ જાણવું. સંગ્રહનયના મત મુજબ ધાન્યપરિત પ્રસ્થક તે જ પ્રસ્થક કહી શકાય છે. ઋજુસૂત્રનયમુજબ ધાન્યાદિક પણ પ્રસ્તક છે, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણ નયના મતાનુસાર જે પ્રસ્થકના સ્વરૂપના પરિ જ્ઞાનમાં ઉપયુક્ત છે તેજ પ્રસ્થક છે. જેનાવડે નયસ્વરૂપનું ગ્રહણ થાય છે તે વસતિનું દષ્ટાંત કેવું છે? કોઈ પુરુષે બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103