Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 84
________________ અનુઓ દારા (309) હોતો નથી. પદગત બે વર્ગોની અપેક્ષાએ સામ્યતા હોવા છતાં સચેનતા. અચેતનતા વગેરે અનેક ધર્મોની વિધમતા હોવાથી તે પ્રાયવૈધમ્યપનીત છે. સવવૈધમ્યપની શું ચે? સર્વપ્રકારથી વિધર્મતા પ્રગટ કરવામાં આવે તો તે સર્વ4ધમ્યપનીત છે. એવા કોઈ પદાર્થો નથી જેમાં પરસ્પર સર્વ પ્રકારે વૈધર્મ હોય. કારણ કે સત્ત્વ, પ્રમેયત્વ વગેરે ધમોની અપેક્ષાએ સર્વ પદાર્થોમાં સમાનતા રહેલી હોય છે. આવી શંકાનો ઉત્તર આપતા જણાવે છે કે એકબીજા પદાર્થની સાથે સર્વિધર્મોપનીત નથી પરંતુ તે વિધમતા તેની સાથે જ પ્રગટ કરવામાં આવે છે, બીજા સાથે નહીં. જેમકે નીચ માણસે નીચ જેવું જ કર્યું દાસે દાસ જેવું જ કર્યું કાગડાએ કાગડા જેવું જ કર્યું. કૂતરાએ કૂતરા જેવું જ કર્યું, ચંડાલે ચંડાલ જેવું જ કર્યું. આ પ્રમાણે સર્વિધર્મોપનીત છે. આ રીતે ઉપમાપ્રમાણનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થયું. આગમપ્રમાણનું સ્વરૂપ કેવું છે? -જીવાદ પદાર્થો સમ્યફ રીતે જેના વડે જાણવામાં આવે તે આગમ છે. તેના બે ભેદ છે. તે આ પ્રમાણે- લૌકિક અને લોકોત્તરિક. લૌકિક આગમ એટલે શું ?જે આગમ અજ્ઞાની મિથ્યાદષ્ટિઓએ પોતાની સ્વચ્છંદ બુદ્ધિ અને મતિથી રચેલા હોય તે લૌકિક આગમ છે. જેમકે- ભારત, રામાયણ, યાવતું સાંગોપાંગ ચાર વેદ. આ સર્વ લૌકિક આગમ છે. લોકોરિકઆગમ શું છે ? ઉત્પન્નજ્ઞાન-દર્શનને ધારણ કરનાર, અતીત, પ્રત્યુત્પન્ન અને અનાગતના જ્ઞાતાં, ત્રણે લોકથી વંદિત, પૂજિત, કીર્તિત, સર્વજ્ઞાની, સર્વદર્શી અરિહંતભગવત્તો દ્વારા પ્રણિત દ્વાદશાંગ ગણિપિટક તે લોકોત્તરિક આગમ છે. અથવા આગમ ત્રણ પ્રકારે પ્રરૂપ્યું છે, સૂત્રાગમ અથગમ તદુ ભયાગમ અથવા આત્માગમ અનંતરાગમ અને પરંપરાગમ. તીર્થકરોઓ અર્થબોધ આપ્યો છે તે અર્થ તેમાટે આત્માગમ છે. તે અર્થ ગણધરોને સાક્ષાત્ પ્રાપ્ત થયો તેથી ગણધરોમાટે તે અનન્તરાગમ છે. ગણધરોનાં શિષ્યો માટે પરંપરાગમ છે. ગણધરો એ ગૂંથેલ સૂત્રો તેઓ માટે આત્માગમ છે તેમના સાક્ષાતુ શિષ્યો માટે તે સૂત્રો અનંતરાગમ છે અને પ્રશિષ્યો આદિમાટે પરંપરાગમ છે. આ રીતે લોકોત્તરઆગમ જાણવું. આમ આગમનું અને જ્ઞાનગુણપ્રમાણનું સ્વરૂપ વર્ણન જાણવું. દર્શનગુણપ્રમાણનું સ્વરૂપ કેવું છે? તે દર્શનગુણના 4 પ્રકારો છે. ચક્ષુદર્શનગુણપ્રમાણ અચક્ષુદર્શનગુણપ્રમાણ અવધિદર્શનગુણ પ્રમાણ કેવળદર્શનગુણપ્રમાણુ ચક્ષુદર્શની- ભાવચક્ષુઈન્દ્રિયાવરણકર્મના ક્ષયોપશયથી અને પ્રત્યેન્દ્રિયના અનુપઘાતથી ચક્ષુ-દર્શનલબ્ધિવાળા જીવો, ચક્ષુદર્શનથી ઘટ, પટ, કટ, રથાદિ દ્રવ્યોને જુએ છે. અચક્ષદર્શની અયક્ષદર્શનથી ચસિવાયની 4 ઈન્દ્રિયો અને મનથી શબ્દ ગંધ, રસ, સ્પર્શને જાણે છે. “આયભાવ"પદદ્વારા સ્પષ્ટ કરે છે કે ચહુ સિવાયની. 4 ઈન્દ્રિયો પ્રાપ્ત કરી છે, પાર્થ સાથે સંશ્લિષ્ટ થઈને જ પોતાના વિષયનો અવબોઘ કરે છે. અવધિદર્શની અવધિદર્શનથી- સર્વરૂપી દ્રવ્યોને જુએ છે. સર્વ પયયોને નહિ. કેવળદર્શની કેવળદર્શનથી સર્વ દ્રવ્ય અને સર્વપર્યયોને જુએ છે. આ રીતે દર્શનગુણ, પ્રમાણ જાણવું. ચારિત્રગુણપ્રમાણ શું છે ? જેને ધારણ કરીને મનુષ્ય નિતિ કમનું આચરણ ન કરે તે ચારિત્રગુણ પ્રમાણના પાંચ ભેદ છે. સામાયિકચારિત્રગુણ પ્રમાણ છેદોપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103