Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 77
________________ સત્ર- 29 37 તિયચપંચેન્દ્રિય જીવોને વાયુકાયિક જીવોની જેમ ચાર શરીર હોય છે. મનુષ્યોને પાંચ શરીર હોય છે જેમકે ઔદારિક. વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને નાકજીવોની જેમ ત્રણ શરીર હોય છે. ઔદારિક શરીર કેટલા પ્રરૂપ્યા છે? બે પ્રકારના પ્રરૂપ્યા છે. બદ્ધ ઔદારિકશરીરવર્તમાનમાં જીવોએ ધારણ કરેલ ઔદારિક શરીર અને મુક્ત ઔદારિક શરીરભવાન્તરમાં સંક્રમણ કરવાથી અથવા મોક્ષપ્રાપ્ત જીવોવડે જે ઔદારિક શરીર છોડી દેવામાં આવે તે. તેમાં જે બદ્ધ ઔદારિક છે તે અસંખ્યાત છે. એક એક સમયે એક-એક બદ્ધ ઔઘરિક શરીરનો પરિત્યાગ કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ વ્યતીત થઈ જાય ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધઔધરિક શરીર અસંખ્યાત લોક પ્રમાણ છે, જે મુક્ત ઔદારિક શરીર છે તે અનંત છે. કાળથી અનંત છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંત લોક પ્રમાણ છે. અભવ્યજીવ દ્રવ્યથી અનંતગુણા છે અને સિદ્ધોથી અનંતમાં ભાગ પ્રમાણ છે. વૈક્રિય શરીર કેટલા પ્રકારનું કહેવામાં આવ્યું છે ? બે પ્રકારના છે. બદ્ધ વૈક્રિય શરીર અને મુકત વૈક્રિય શરીર. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધવૈક્રિયશરીરોનું પ્રમાણ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓમાં રહેલા પ્રદેશો જેટલા છે. મુક્ત વૈક્રિય શરીરો અનંત છે. શેષ સર્વ મુક્તઔદ્મરિકની જેમ જાણી લેવું જોઈએ. આહારશરીર કેટલા કહેવામાં આવ્યાં છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ આહારક શરીર છે તે કયારેક હોય છે અને ક્યારેક નથી હોતાં જે સમયમાં આહારક શરીર હોય છે ત્યારે તેની સંખ્યા જઘન્ય એક બે કે ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ સંખ્યા સહસ્ત્રપૃથકૃત્વ મુક્ત આહારક શરીરોની સંખ્યા મુક્ત ઔદારિક શરીરોની જેમજ જાણવી. તૈજસશરીર કેટલાં કહેવામાં આવ્યા છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. આમાં બદ્ધ તૈજસશરીર અનંત છે ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધતૈજસશરીર અનંતલોક પ્રમાણ પરિમિત છે. દ્રવ્યની અપેક્ષાએ બદ્ધતૈજસ શરીર સિદ્ધ ભગવાનથી અનંતગણા અને સર્વજીવોની અપેક્ષાએ અનંતભાગ ન્યૂન છે. તેમાં જે મુક્તતૈજસશરીરો છે તે અનંત છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતલોકરાશિપ્રમાણ છે. દ્રવ્યથી તેઓ બધા જીવોથી અનંતગણા અને સર્વ જીવવર્ગના અનંત ભાગવર્તી હોય છે. કામણ શરીર કેટલા કહેવામાં આવ્યાં છે? કામણશરીર બદ્ધ અને મુક્તના ભેદથી બે પ્રકારના હોય છે. જે રીતે તૈજસ શરીરનું કથન છે તે જ રીતે કાર્મરણશરીર સંબંધી કથને સમજી લેવું. નારક જીવોના કેટલા ઔદારિક શરીરો કહેવામાં આવ્યાં છે ? નારકોના ઔદારિક - શરીર બે પ્રકારના કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે–બદ્ધ અને મુક્ત. આમાં જે બદ્ધ ઔદારિકશરીર છે તે નારક–જીવોને હોતા નથી. કારણ કે તેઓ વૈક્રિય-શરીરવાળા છે. જે મુક્તઔદારિક શરીર છે તે સામાન્ય મુક્તદારિકશરીર પ્રમાણે જાણવા. નારકજીવોના વૈકિય–શરીર કેટલા કહેવામાં આવ્યા છે ? વૈક્રિયશરીર બદ્ધ અને મુક્તના ભેદથી બે પ્રકારના કહેવામાં આવ્યા છે. આમાં જે બદ્ધવૈક્રિયશરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલપ્રમાણ પ્રતર ક્ષેત્રમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓમાં જે પ્રદેશ રાશિ છે તેટલો છે. એટલે તેના દ્વિતીય વર્ગમૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળપ્રમાણ વિખ્રભસૂચીરૂપ શ્રેણી અથવા અંગુલપ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103