Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 78
________________ 368 અનુગડારાઈ-(૨૯) પ્રતિરક્ષેત્રમાં આવેલી શ્રેણી–રાશિના દ્વિતીય વર્ગમૂળને ધન કરવાથી જે શ્રેણીઓ થાય તેની બરાબર બદ્ધવેક્રિયશરીરો છે. નારકોમાં જે મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા મુક્તદારિકની જેમજ સમજી લેવી. નારકજીવોના આહારક-શરીર કેટલા હોય છે? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ આહારકશરીર છે તે નારકોમાં નથી હોતાં. મુક્ત આહારકશરીરોની સંખ્યા મુક્ત–રિક શરીર પ્રમાણે જ જાણવી. નાકજીવોના બદ્ધ અને મુક્તનતૈજસશરીરો તેમજ કાર્યકણશરીરોની સંખ્યા બદ્ધ અને મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા સદશ જાણવી. અસુરકુમારોના ઔદારિકશરીરો કેટલાં છે ? બદ્ધઔદારિકશરીર હોતા નથી અને મુક્ત ઔદ્યરિકશરીર અનંત હોય છે. અસુરકુમારોના વૈકિય–શરીરો કેટલા હોય છે? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત તેમાં જે બદ્ધવૈક્રિયશરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં વર્તમાન વિષ્ફભસૂચિરૂપ અસંખ્યાત શ્રેણીઓના જેટલા પ્રદેશ હોય છે તેટલા બદ્ધવૈક્રિયશરીરો હોય છે. વિપ્લભસૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂળના અસંખ્ય ભાગમાં હોય છે. અસુરકુમારોના જે મુક્ત-વૈક્રિયશરીરોની સંખ્યા મુક્તઓઘરિકશરીરો જેટલી જ છે. અસુરકુમારોના આહારક શરીરો કેટલા કહેવામાં આવ્યા છે? બે પ્રકારના છે. બદ્ધમુક્ત. આ બંને પ્રકારના આહારકશરીરીની સંખ્યા ઔદારિકશરીરની જેમ જાણવી. બદ્ધ અને મુક્ત વૈક્રિયશરીર તેમજ જાણવા જોઈએ. અસુરકુમારોમાં આ પાંચશરીરોની સંખ્યા જે પ્રમાણે કહેવામાં આવી છે તે જ પ્રમાણે યાવતુ નિતકુમારસુધીના ભવનપતિઓના શરીરોની સંખ્યા જાણવી. પૃથ્વી કાયિક જીવોનાઔદારિકશરીરો કેટલા છે? બે પ્રકારનાં છે.બદ્ધ અને મુક્ત. પૃથ્વીકાયિકજીવોના આ બંને શરીરોની સંખ્યા બદ્ધ અને મુક્ત સામાન્ય દારિકશરીરો જેટલીજ જાણવી. પૃથ્વીકાયિક જીવોના વૈક્રિયશરીરો કેટલા છે? બે પ્રકારનાં છે, તે આ પ્રમાણે- બદ્ધ અને મુકત. તેમાં બદ્ધવૈક્રિયશરીર પૃથ્વી કાયિકજીવોને હોતા નથી. મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા સામાન્ય મુક્ત. ઔદારિક શરીર પ્રમાણે જાણવી. આહારક શરીરો વિશે પણ આજ પ્રમાણે જાણવું કે બદ્ધ અને મુક્ત તૈજસ અને કામણ શરીરોની સંખ્યા બદ્ધ અને મુક્ત ઓદારિક શરીરોની જેમ જ જાણવી. પૃથ્વીકાયિક જીવોના શરીરોની જેમજ અપૂકાયિક જીવો અને તેજસ્કાયિક જીવોના શરીરોની સંખ્યા જાણવી. વાયુકાયિક જીવોના ઔદારિકશરીરો કેટલા છે? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. વાયુકાયિક-જીવોના આ બંને પ્રકારના શરીર પૃથ્વીકાયિક જીવોના ઔદારિક શરીરો પ્રમાણે જાણવા. વાયુકાયિક જીવોમાં વૈક્રિયશરીર કેટલો છે? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધવૈક્રિયશરીરો છે તે અસંખ્યાત છે. વાયુકાયિક જીવોના. મુક્ત વૈકિયશરીરો, બદ્ધ અને મુક્ત આહારકશરીર પૃથ્વીકાયિક જીવોના શરીરો. પ્રમાણે જાણવા. બદ્ધ અને મુક્ત તેજસ અને કામણ શરીરો પણ પૃથ્વીકાયિક જીવોના શરીર પ્રમાણે જ જાણવા. વનસ્પતિકાયિક જીવોના ઔદારિક, વૈક્રિય. આહારકશરીરો પૃથ્વીકાયિક જીવોના શરીરના સદશ જાણવા. વનસ્પતિકાયિક જીવોના તૈજસ અને કામણશરીરો કેટલા છે? સામાન્ય તૈજસ અને કાશ્મણ શરીરો પ્રમાણે જાણવા. દ્વીન્દ્રિય જીવોના ઔદારિકશરીરો કેટલા કહેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103