Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 79
________________ સત્ર-૨૯૯ 369 આવ્યા છે? બે પ્રકારનાં છે. બદ્ધ અને મુક્ત. આમાં બદ્ધઔદારિફશરીરો અસંખ્યાત છે. કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળના જેટલા સમયો હોય છે તેટલા બદ્ધઔદારિક શરીરો છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણીઓના પ્રદેશોની રાશિ પ્રમાણ છે. આ શ્રેણીઓથી વિખંભસૂચિ ગ્રહણ કરવામાં આવે છે. અસંખ્યાત કોટી-કોટી યોજનાના પ્રમાણવાળી આ વિખંભચિ અસંખ્યાત શ્રેણિઓના વર્ગમૂળરૂપ હોય છે. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલપ્રતરના જેટલા પ્રદેશો હોય તે સર્વ પ્રદેશોમાં જો દરેકેદરેક પ્રદેશ એક-એક દીન્દ્રિયજીવથી પૂરિત કરવામાં આવે તો તે સર્વ પ્રદેશો દ્વીન્દ્રિય જીવથી સંપૂરિત થઈ જાય છે. અને તે ભરેલ પ્રદેશોથી આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ સમયમાં જો એક-એક દ્વિીન્દ્રિયજીવ બહાર કાઢવામાં આવે તો તે પ્રદેશોને રિકત કરવામાં આવલિકાના અસંખ્યાત ભાગો લાગે તેટલા પ્રદેશો અંગુલuતરના હોય છે. આ પ્રદેશો પ્રમાણ દ્વિન્દ્રિયના બદ્ધદારિકશારીરો હોય છે. દ્વીન્દ્રિયજીવોના મુક્ત-દારિકશરીરો સામાન્ય ઔઘરિક શરીરો પ્રમાણે જાણવા. દ્વીન્દ્રિયજીવોને બદ્ધવૈક્રિય અને બદ્ધ આહારકશરીરો નથી હોતાં મુક્તવૈક્રિય અને આહારકશરીરોની સંખ્યા મુક્ત ઔદારિક શરીરો જેટલી હોય છે. તૈજસ અને કાર્મણશરીરો ઔદારિક શરીરો પ્રમાણે જાણવા. જે પ્રમાણે દ્વીદ્રિયજીવોના શરીરોની પ્રરૂપણા કરવામાં આવી છે તે જ પ્રમાણે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોના શરીરની પ્રરૂપણા સમજવી. તિર્યચપંચેન્દ્રિયજીવોના ઔદારિ કશરીરો પણ દ્વીન્દ્રિયજીવોના ઔદારિકશરીરો પ્રમાણે જાણવા. તિયચપંચેન્દ્રિય જીવોના વૈક્રિયશરીરો કેટલા છે? બે પ્રકારના છે બદ્ધ અને મુક્ત. બદ્ધ વૈક્રિયશરીર અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરનાં અસંખ્યાતમાભાગમાં વતમાન અસંખ્યાત શ્રેણીરૂપ છે. તે શ્રેણિઓની જે વિખ્રભસૂચિ છે તે આંગળના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિઓ વર્તમાન હોય તેટલી ગ્રહણ કરવામાં આવી છે. તે શ્રેણિઓ પ્રમાણ બદ્ધવૈક્રિયશરીર હોય છે. તિર્યંચપંચેન્દ્રિયના મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા મુક્ત ઔદારિકશરીરોની સંખ્યા પ્રમાણે છે. દ્વીન્દ્રિયજીવોના આહારકશરીર પ્રમાણ અને તેજસકાશ્મણશરીરોનું પ્રમાણ ઔદારિક શરીરોના પ્રમાણ જેવું છે. મનુષ્યોને ઔદારિક-શરીરો કેટલો છે ? બે પ્રકારના છે. બદ્ધઔદરિકશરીર અને મુક્ત-દારિકશરીર. તેમાં જે બદ્ધ ઔદારિક શરીર છે તે કદ્યચિત્ સંખ્યાત. હોય-કદાચિત અસંખ્યાત હોય છે. જઘન્ય પદમાં તેઓ સંખ્યાત હોય છે સૌથી ઓછા. મનુષ્યોનું અસ્તિત્વ જ જઘન્યપદ છે. સંખ્યાત કોટી-કટી 29 અંકસ્થાનરૂપ હોય છે. આ 29 અંકસ્થાનયમલ પદની ઉપર અને ચાર યમલપદની નીચે ગ્રહણ કરવામાં આવ્યા છે. આ ર૯ અંકોમાં ગર્ભજ મનુષ્યોની સંખ્યા કહેવામાં આવી છે. અથવા. છઠ્ઠાવર્ગની સાથે પાંચમા વર્ગને ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે સંખ્યા બરાબર ગર્ભજ મનુષ્યો છે. અથવા ( અર્ધચ્છેદોવાળી) રાશિ 29 અંકસ્થાન રૂપ હોય છે. મનુષ્યોના વૈક્રિયશ-રીરો કેટલા છે? બે પ્રકારનાં છે. તે બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ : વૈક્રિયશરીર છે તે સંખ્યાત છે. મુક્તવૈક્રિયશરીરોનું પ્રમાણ મુક્તસામાન્ય ઔદારિકશરીરોની જેમ અનંત જાણવું. મનુષ્યોના આહારક શરીરો કેટલા છે? બે પ્રકારના છે 2i4) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103