Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 67
________________ સુત્ર- 271 વર્ષધરો, સમુદ્રતટની ભૂમિ, વેદિકાઓ, ધારો, સમુદ્રોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઉઈ, પરિધિ આ સર્વે માપવામાં આવે છે. આ પ્રમાણાંગુલ સંક્ષેપમાં ત્રણ પ્રકારે પ્રરૂપવામાં આવેલ છે. શ્રેર્યાગુલ પ્રતરાંગુલ અને ઘનાંગુલ. પ્રમાણાંગુલથી નિષ્પન્ન થયેલ અસંખ્યાત કોડાકોડી યોજનની એક શ્રેણી થાય છે. શ્રેણીને શ્રેણીથી ગણિત કરતાં પ્રતરગુલ બને છે. પ્રતરાંગલને શ્રેણચંગુલથી ગુણિત કરતાં લોક બને છે. સંખ્યાતરાશિથી ગુણિત લોક “સંખ્યાલોક' કહેવાય છે. અંસખ્યાત લોકરાશિથી ગુણિત લોક અસંખ્યાત લોક કહેવાય છે. અનંત રાશિથી ગુણિત લોક અનંતલોક કહેવાય છે. શ્રેણંગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલમાં કોન કોણાથી અા અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? સર્વથી ઓછા શ્રેણ્યગુલ છે, તેનાથી અસંખ્યાત ગણા પ્રતરાંગુલ છે અને તેનાથી અસંખ્યાતગુણા ઘનાંગુલ છે. આ પ્રમાણે વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણું વર્ણન પૂર્ણ થયું. [271-274] કાળ પ્રમાણ શું છે ? કાળપ્રમાણ બે પ્રકારે કહેવામાં આવેલ છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. પ્રદેશનિષ્પન કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે? એક સમયની સ્થિતિવાળો, બસમયની સ્થિતિવાળો, યાવતુ દશસમયનીસ્થિવાળો, સંખ્યાત સમયની સ્થિતિવાળો પુદ્ગલપરમાણુ કે સ્કંધ તે પ્રદેશનિષ્પન એટલે કાળના નિર્વિ ભાગ અંશથી નિષ્પન્ન કાળ પ્રમાણ છે. વિભાગનિષ્પન્ન કાળ પ્રમાણ શું છે ? સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુ, પલ્ય, સાગર, અવ સપિણી, પુદ્ગલપરાવર્તન રૂપ કાલપ્રમાણ તે વિભાગનિષ્પન્ન કાલપ્રમાણ .. રિ૭પ) તે સમય શું છે ? સમયની પ્રરૂપણા કરી. કાળના નિવિભાગ અંશને ‘સમય’ કહે છે. તે આ પ્રમાણે- તરુણ, બળવાન, સુષમ-દુષમાદિ એટલે ત્રીજા-ચોથા. આરામાં જન્મેલ, સ્થિર હસ્તવાળો, વૃઢવિશાળ હાથ, પગ, પાર્શ્વભાગ, પષ્ઠાન્ત અને ઉરુનો ધારક, દીર્ઘતા, સરલતા અને પીનત્વની દ્રષ્ટિએ સમશ્રેણીવાળા હોવાથી બે તાલવૃક્ષ અથવા કપાટાર્ગલા જેવી બંને ભુજાઓને ધારણ કરનાર, વ્યાયામ કરતાં ચમેંષ્ટકા પ્રહરણવિશેષદ્રુઘણ-મુદ્ગર, મુષ્ટિક વગેરે ફેરવવાથી શરીરના અવયવોને દ્રઢ બનાવનાર, સ્વાભાવિક રીતે અત્યંત બળયુક્ત, કૂદવું, તરવું, દોડવું વગેરે વિવિધ વ્યાયામોથી જે સામર્થ્યસંપન્ન હોય, કે કપડા ફાડવાની યુક્તિને સારી રીતે જાણનાર, દક્ષ-પોતાના કાર્યમાં પ્રવીણ, કુશળ વિચારપૂર્વક કાર્ય કરનાર, મેઘાવી, નિપુણચતુર, સીવણકળામાં નિપુણ એવો કોઈ દજીપુત્ર એક મોટી સૂતર કે રેશમી સાડીને એકદમ શીઘ્રતાથી એક હાથ પ્રમાણ ફાડી નાખે છે, તેને અનુલક્ષીને પ્રશ્ન કરે છે. જેટલા સમયમાં તે દરજીપુત્ર સુતરાઉ અથવા રેશમી શાટિકાને શીઘ્રતાથી હસ્તપ્રમાણ ફાડી નાખે તેટલા કાળને સમય કહેવાય ?આ અર્થ સમર્થ નથી કારણ કે સંખ્યાતતંતુઓના સમુદાયરૂપ સમિતિના સભ્યíયોગથી એક સુતરાઉ કે રેશમી શાટિકા તૈયાર થાય છે. જ્યાં સુધી ઉપરનો તંતુ છેદાય નહીં ત્યાં સુધી નીચેનો તંતુ છેદાશે નહીં. તેથી ઉપરના તંતુને છેદન કરવાનો કાળ અન્ય છે એને નીચેના તંતુના છેદનનો કાળ અન્ય છે. માટે એક હાથ શાટિકા ફાડવાનો કાળ સમયરૂપ નથી. ભદંત! તે દર્જીપુત્રે જેટલા સમયમાં તે સાડીના ઉપરના તંતુનું છેદન કર્યું તેટલા કાળને સમય કહેવાય? આ અર્થ સમર્થ નથી, કેમકે સંખ્યાત પક્ષ્મ-સૂક્ષ્મવાયવોના સમુદાય સમિતિરૂપ સંયોગથી એક તંતુ નિષ્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103