Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 68
________________ 758 અનુબદારાઈ-(૨૭૪) થાય છે. એટલે જ્યાં સુધી ઉપરનો રેસો છેાય નહીં ત્યાં સુધી નીચેનો રેસો ન છેદાય. માટે તે કાળ પણ સમય નથી. ભતા તે દર્જીપુત્રે જેટલા સમયમાં ઉપરના પલ્મ-રેસાનું છેદન કર્યું તેટલાં કાળને શું સમય કહેવાય? આ અર્થ સમર્થ નથી, કેમકે અનંતસંઘાતોના એટલે પદ્મના ઘટક સૂક્ષ્મ અવયવોના સમુદાયરૂપ સમિતિના સંયોગથી પમ નિષ્પન્ન થાય છે. એટલે જ્યાં સુધી ઉપરિસંઘાત પૃથક ન થાય ત્યાં સુધી નીચેનો સંઘાત. પૃથક ન થાય. ઉપરનો સંઘાત અન્ય કાળમાં પૃથક થાય છે અને નીચેનો સંઘાત અન્ય કાળમાં પૃથક થાય છે. માટે તે સમય ન કહેવાય. એના કરતાં પણ સમય સૂક્ષ્મતર કહેવામાં આવ્યો છે. [૭પ-૨૭૯]અસંખ્યાત સમયોના સમુદાયના સંયોગથી એક આવલિકા નિષ્પન્ન થાય. સંખ્યાત આવલિકાનો ઉચ્છવાસ, સંખ્યાત આવલિકાનો નિશ્વાસ થાય છે. હૃષ્ટ, વૃદ્ધાવસ્થારહિત, નિરૂપકિલષ્ટપૂર્વ અ વર્તમાનમાં વ્યાધિથી રહિત મનુષ્ય વગેરે પ્રાણીના એક ઉછુવાસ અને નિશ્વાસને પ્રાણ' કહેવામાં આવે છે. આવા સાત પ્રાણોનો એક સ્તોક, સાત સ્તોકોનો એક લવ, 77 લવોનું મુહૂર્ત અથવા 3773 ઉચ્છવાસોનું એક મુહૂર્ત થાય એવું કેવળીઓનું કથન છે. આ મુહૂર્ત પ્રમાણથી 30 મુહૂર્તોનો અહોરાત્ર 15 અહોરાત્રોનો પક્ષ, બે પક્ષોના માસ, બે માસોની ઋતુ, ત્રણ ઋતુઓનું અયન, બે અયનોનું સંવત્સર, પાંચ સરોનો યુગ, 20 યુગના 100 વર્ષ થાય છે. 10 સો વર્ષના 1000, વર્ષ 84 લાખ વર્ષોનું એક પૂવાંગ, 84 લાખ પૂવગનું પૂર્વ 84 લાખ પૂર્વનું ત્રુટિતાંગ, 84 લાખ ત્રુટિતાંગનું એક ત્રુટિત, 84 લાખ ત્રુટિતનું એક અડડાંગ, 84 અડડાંગનું અડડ, આજ પ્રમાણે અવવાંગ, અવવ, હુહુકાંગ, હુડુક, ઉત્પલાંગ, ઉત્પલ, પડ્યાંગ, પા, નલિનાંગ, નલિન, અચ્છનિકુરાંગ, અચ્છનિકુર, અયુતાં, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતોગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિક, શીર્ષપ્રહેલિ કાંગ અને શીર્ષપ્રહેલિકા થાય. આ શીર્ષપ્રહેલિકા સુધીજ ગણિતનો વિષય છે. એના પછી ગણિતનો વિષય નથી. પછી પલ્યોપમાદિરૂપ ઉપમાપ્રમાણ પ્રવર્તિત થાય છે. [૨૮૦-૨૮૧ઔપમિકvમણ શું છે ? જે પ્રમાણ ઉપમાવડે-સાદ્રશ્યવડે નિષ્પન્ન થાય છે તે ઔપમિકપ્રમાણ કહેવાય છે. તે ઔપમિક પ્રમાણ બે પ્રકારનું છે. પલ્યોપમાં અને સાગરોપમ.પલ્યોપમ શું છે ? પલ્યની એટલે ધાન્યાદિ ભરવાનું કુવા જેવા ગોળસ્થાનની જેને ઉપમા આપવામાં આવે છે તે પલ્યોપમપ્રમાણ.આ પલ્યોપત્ર પ્રમાણના ત્રણ ભેદો ઉદ્ધારપલ્યોપમ, અદ્ધાપલયોપમ અને ક્ષેત્રપલ્યોપમ ઉદ્ધાર પલ્યોપમ શું છે? ઉદ્ધારપલ્યોપમના બે ભેદો છે.સૂક્ષ્મઉદ્ધારપલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધાપલ્યોપમ. સૂક્ષ્મપલ્યોપમને અત્યારે રહેવા દઇએ. વ્યવહારિક ઉદદ્ધારપત્યો પમ આ પ્રમાણે- અસતું કલ્પના મુજબ એક યોજન લાંબો, એક યોજન પહોળો અને કંઈક જાજેરી ષષ્ઠભાગઅધિક ત્રણ યોજન જેટલી પરિધિવાળો એક પલ્ય જેવો ગોળ કૂવો છે. તે કુવામાં એક દિવસના, બે દિવસના યાવતું સાત દિવસ સુધીના મોટા થયેલા, બાલાઝો સંપૂર્ણપણે ઠાંસોઠાંસ ભરવામાં આવે તેથી તે બાલાઝો અગ્નિથી બળે નહિ. વાયુથી ઉડે નહિ. કોહવાય નહિ. અને વિધ્વંસને પામે નહિ. તેઓમાં દુર્ગધ ઉત્પન્ન થાય નહિ. આ પ્રમાણે પલ્યને ભય પછી એક-એક સમયમાં એક-એક બાલાગ્ર બહાર કાઢવામાં આવે. તો જેટલા સમયમાં તેમાં વાલાઝની જરા માત્ર રજ ન રહે. વાલાઝનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103