Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ 942 અનુગદારાઈ -(ર૩૫) અધ્યનનમાં પ્રારંભની ગાથાના “ધમ્મ પદના આધારે અધ્યનનું નામ ધમ્મઝયણું રાખ્યું છે. સૂત્રકૃતાંગસૂત્રની 11 માં અધ્યયનની પ્રસ્તાવની ગાથાના “મગ' શબ્દથી અધ્યયનનું નામ “મગ્ન રાખવામાં આવ્યું છે. તેમજ તેજ સૂત્રના 12 મા અધ્યનની. પ્રારંભની ગાથામાં “સમોસરણાણિમાણિ' પદના આધારે અધ્યયનનું નામ સમોસરણઝણે” રાખવામાં આવેલ છે. આજ સૂત્રના 15 મા અધ્યનની પ્રારંભની. ગાથાના “જમાઈય' પદના આધારે અધ્યયનનું નામ પણ તેજ રાખ્યું છે. આ સર્વનામો આદાનપદ્ધનિષ્પન્ન નામ કહેવાય.. પ્રતિપક્ષપદનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? વિવક્ષિત વસ્તુના વિપરીત ધર્મને પ્રતિપક્ષ કહે છે. તે આ પ્રમાણે છે. જેમકે ચોમેર કાંટા વગેરેની વાડ હોય તે ગ્રામ, રત્ન સુવર્ણ વગેરે જ્યાંથી નિકળતા હોય તે સ્થાન આકર અઢાર પ્રકારના કરથી મુક્ત હોય તે નગર', જેની ચોમેર માટીનો કોટ હોય તે “ખેટ, જે નગર કુત્સિત હોય તે કર્બટ, જેની આસપાસ અઢી ગાઉસુધી કોઈ ગામ ન હોય તે મડંબ', જેમાં જવા માટે જળમાર્ગ અને સ્થળમાર્ગ બન્ને હોય તે દ્રોણમુખ’ જ્યાં બધી વસ્તુઓ મળી શકતી હોય તે પિત્તન', જ્યાં વણિકોનો નિવાસ હોય તે નિગમ, તાપસ આદિનું સ્થાન “આશ્રમ', ઘણા પ્રકારના લોકોથી વ્યાપ્ત સ્થાન તે “સંવાહ, અથવા જ્યાં પથિકો વિશ્રામ લે તે સ્થાન સંવાહ, સાર્થવાહો પોતાને રહેવા જે સ્થાન વસાવે તે સન્નિવેશ.” આ સર્વ સ્થાનો નવા વસાવવામાં આવે ત્યારે મંગળ નિમિત્ત “અશિવા' ના સ્થાને શિવા” એવો મંગળાર્થક શબ્દ ઉચ્ચારિત કરવામાં આવે છે. કારણવશાતુ અગ્નિપદના સ્થાને “શીતલ' શબ્દ બોલાય છે. વિશ્વના સ્થાને “મધુર શબ્દનો પ્રયોગ કરાય છે. કલાલના ઘરમાં “આપ્ત શબ્દના સ્થાને “સ્વાદુ શબ્દનો વ્યવહાર કરાય છે, તે સર્વ પ્રતિપક્ષપદનિષ્પન્ન નામછે. હવે સૂત્રકાર સામાન્યપણે કથન કરતાં કહે છે- જે રક્તવર્ણ હોય તેજ અલ કતકારકતવર્ણ કહેવાય છે. તેમજ જે લાબુપાત્ર વિશેષ તેજ “અલાબુ' કહેવાય છે, જે સુંભક-શુભવર્ણકાર હોય તેજ “કુસુંભક' કહેવાય છે. જે ઘણું અને અસબંદ્ધ બોલે તે અભાષક' કહેવાય છે. આ સર્વ નામો પ્રતિપક્ષપદનિષ્પન્ન જાણવા જોઈએ. - પ્રધાનપદનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? જેની પ્રચુરતા હોય તે પ્રધાન કહેવાય. તે આ પ્રમાણે છે, જેમકે અશોકવન-વનમાં ઘણા પ્રકારના વૃક્ષો હોવા છતાં અશોકવૃક્ષ વધુ હોવાથી તે વનને “અશોકવન એવું નામ આપવું, તેજ પ્રમાણે સપ્તપર્ણવન, ચમ્પકવન, આમ્રવન, નાગવન, પુનાગવન, ઈવન, દ્રાક્ષવન, શાલિવન તે પ્રધાનપદનિષ્પન નામો છે. અનાદિ સિદ્ધાંત નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે? શબ્દવાચક છે, અર્થ વાચ્ય છે. આ પ્રમાણે વાચ્યવાચકનું જે જ્ઞાન તે અંત’ કહેવાય છે. આ અંત અનાદિ કાલથી સિદ્ધ છે. આ અનાદિ સિદ્ધાન્તથી જે નામનિષ્પન્ન થાય તે અનાદિ સિદ્ધાંતનિષ્પન્ન નામ. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે- ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય. પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમયઆ સર્વ પોતાના. સ્વરૂપનો પરિત્યાગ કદિ પણ કરશે નહિ. આ પ્રમાણે અનાદિ સિદ્ધાંતનિષ્પન્ન નામનું સ્વરૂપ પૂર્ણ થયું. નામનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? જે નામ નામથી નિષ્પન્ન હોય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે, જેમકેપિતા કે પિતામહ અથવા પિતાના પિતામહનું જે નામ તે નામથી પુત્રાદિનું નામ હોય છે. કારણ કે પિતા કે પિતામહ આદિ સ્વયં એક પ્રકારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103