Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ ૩પર અનુસદારાઈ -(267) બે પ્રકારથી પ્રરૂપી છે. ભવધારણીયશરીર અવગાહનાનારકાદિ પયયરૂ ભવમાં પોતપોતાના આયુની સમાપ્તિ સુધી રહેનાર. ઉત્તરવૈક્રિયશરીર અવગાહનાસ્વાભાવિક રીતે પ્રાપ્ત શારીરિક અવગાહના પછી કોઇપણ નિમિત્તથી અન્ય શરીરની. વિકવણા દ્વારા થતી અવગાહના. તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 500 ધનુષ્યપ્રમાણ છે, ઉત્તર વૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ હજાર ધનુષ પ્રમાણ છે. આ સામાન્ય કથન થયું. હવે એક-એક પૃથ્વીના નાકોની અવગાહના કહે છે. રત્નપ્રાપૃથ્વીમાં નારકોની શરીર વગાહના કેટલી કહી છે? ત્યાં ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બે પ્રકારે શરીર વગાહના કહેવામાં આવી છે. તેમાં ભવધારણીય શરીરાવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ સાતધનુષ, ત્રણરનિ અને છ અંગુલપ્રમાણ. છે. તેમાં જે ઉત્તરવૈક્રિય અવગાહના તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 15 ધનુષ, બે રનિ 12 અંગુલપ્રમાણ છે. શર્કરપ્રભા પૃથ્વીમાં નારકોની શરીરાવગાહના કેટલી છે ? ભવધારણીય અને ઉત્તરવૈક્રિય-આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના. અસંખ્યાતમાભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ 15 ધનુષ, 2 રનિ અને 12 અંગુલ પ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 312 ધનુષ, 1 રત્રિ પ્રમાણ છે. વાલુકાપ્રભાપૃથ્વીમાં નારકોની શરીરવગાહના કેટલી છે? ભવધારણીય અને ઉત્તરક્રિય આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ 31 ધનુષ અને 1 રત્નિપ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ દર ધનુષ, 2 રત્નિ પ્રમાણ છે. પંકપ્રભાપૃથ્વીમાં ભવધારણીય અવ ગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ દર ધનુષ અને 2 રનિપ્રમાણ છે. ઉત્તરક્રિયઅવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 125 ધનુષપ્રમાણ છે. ધૂમપ્રભાપૃથ્વીમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 125 ધનુષપ્રમાણ છે.ઉત્તર-વૈક્રિયઅવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૨પ૦ ધનુષપ્રમાણ છે. તમwભા નામક છઠ્ઠી પૃથ્વીમાં ભવધારણીયઅવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 250 ધનુષપ્રમાણ છે. ઉત્તરક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષપ્રમાણ છે. તમસ્તમઃ પૃથ્વીમાં નારકીઓની અવગાહના કેટલી છે? ભવધારણીય અને ઉત્તર વૈક્રિય આ બે પ્રકારની અવગાહનમાંથી ભવધારણીયઅવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષપ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ 1 હજાર ધનુષ પ્રમાણ છે. અસુરકુમારદેવોની શરીરાવગાહના કેટલી છે ? અસુર કુમારદેવોની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ રીતે બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય શરી૨અવગાહના જઘન્ય અંગુલના અંસખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ 7 રત્નિ પ્રમાણ છે. ઉત્તરકિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103