Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ ૩પ૦ અનુગદારાઈ - (23) ઉત્પન્ન થનાર શારીરિકશક્તિથી રહિત હોય છે. તે અશુભ કર્મોદયના પ્રભાવથી ઉત્તમપુરૂષોના દાસત્વને પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત છ અંગુલનો એક પાદર હોય છે, બે પાદની એક વિતસિ’ હોય છે. બે વિતતિની એક રત્નિ બે રાત્રિની એક કુક્ષિ હોય છે. દડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ અને મુસલ બે કુક્ષિ પ્રમાણ હોય છે. બે હજાર ધનુષનો એક ગભૂત (કોષ) અને ચાર ગબૂત બરાબર એક યોજન હોય છે. આત્માંગલપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? જે કાળમાં જે મનુષ્ય જન્મે છે તે સમય પ્રમાણેના તેમના અંગુલથી અવટકુઓ, તડાગ-હદ-જળાશય, વાપીચારખૂણાવાળી વાવ જેમાં ઉતરવા પગથીયાઓ હોય છે, પુષ્કરિણી-ધર્થિક- ગુજાલિકા-વક્રાકાર વાવ, સર-પોતાની મેળે તૈયાર થયેલ જળાશય, સરપંક્તિ શ્રેણિ રૂપમાં વ્યવસ્થિત જળાશય, સરસરપંક્તિ-સરપંક્તિઓમાં નાલિકાવડે એકથી બીજા ને ત્રીજા જળાશયમાં પાણી વહેતું હોય તે, બિલપંક્તિ-જે કૂવાઓના મુખ દરની જેમ સંકીર્ણ હોય તે ઉદ્યાન-કાનન-વન વનખંડ-દેવકુલ સભા. પ્રપ (પરબ) સૂપ, ખતિકાઉપર-નીચે સરખી ખોદેલી હોય, પરિખા-નીચે સાંકડી અને ઉપર પહોળી હોય તે, પ્રાકાર-કોટ, અટ્ટલક-પ્રાકાર ઉપરનો આશ્રય વિશેષ ચા રેકા-ઘર અને પ્રાકારની વચ્ચેનો આઠ હાથનો માર્ગ દ્વાર, ગોપુર-મુખ્યદ્વાર, પ્રાસાદ-મહેલ, ગૃહ, આપણ-હાટ, શૃંગાટકત્રિકણમાર્ગ, ચતુષ્કચાર રસ્તા એકત્રિત થતાં હોય, ચત્વરજ્યાં ચાર અથવા છે માર્ગ એકત્રિત થતાં હોય, ચતુર્મુખ-ચારે બાજૂ બારણાવાળા દેવાલય આદિ, મહાપથરાજમાર્ગ, પથ-સામાન્ય માર્ગ, ગાડું, યાન-૨થ, યુગ્ય-વિશેષ પ્રકારની પાલખી, ગિલ્લિ, થિલ્લિ-વિશેષ પ્રકારની સવારી, શિબિકા-સામાન્ય પાલખી, ચન્દમાનિકા-પુરૂષ પ્રમાણ લાંબુયાન લૌહી-લોખંડની નાની કડાઇ, લોહકટાહ મધ્યમ પ્રમાણવાળી કડાઈ, કટિલ્લક-ઘણીમોટી કડાઈ, ભાંડ-માટીના પાત્રો, અમત્ર-કાંસાના પાત્રો, ઉપકરણ-આ સર્વનું માપ કરવામાં આવે છે. તે આત્માગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારમાં વિભક્ત થાય છે. સૂગુલ પ્રતરાંગલ અને ધનાંગુલ, એક અંગુલ લાંબી અને એક પ્રદેશ પ્રમાણે પહોળી , આકાશપ્રદેશોની શ્રેણીનું નામ સૂગુલ છે. આ સૂટ્યગુલ પરિમિત સ્થાનમાં અસંખ્યાત પ્રદેશ હોય છે. તે સૂચી આકારે ગોઠવાયેલ હોય છે. સૂચીને સૂચીથી ગુણતાં પ્રતરાંગુલ બને છે. અસતુ કલ્પનાથી સૂચના ત્રણ પ્રદેશ માનવામાં આવે તો ૩ને 3 થી. ગુણતાં ગુણનફલરૂપ 9 પ્રદેશ પ્રતરાગગુલરૂપ જાણવા. તેની સ્થાપના સૂચી સાથે પ્રતરને ગુણતાં ધનાંગુલ થાય છે. કલ્પના પ્રમાણે 3 અને 9 ના ગુણનફળરૂપ ર૭ પ્રદેશ ધનાંગુલ થાય છે. સૂટ્યગુલ, પ્રતરાંગુલ અને ધનાંગુલ, આ ત્રણમાં કોણ કોનાથી અલ્પ, બરાબર અથવા વિશેષાધિક છે ? આ સર્વેમાં સૂટ્યગુલ સૌથી અલ્પ છે. તેનાથી અસંખ્યાતગુણ પ્રતરાંગુલ છે. તેનાથી અસંખ્યાતગુણ ધનગુલ છે. આ પ્રમાણે આત્માંગુલનું સ્વરૂપ જાણવું. [264-265] ઉત્કંધ એટલે ઊંચાઈથી જે અંગુલ મનાય તે ઉત્સધાંગુલ તે આ પ્રમાણે-પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, બાલાઝ, લિક્ષા, યૂકા, યવ તે બધાને ક્રમથી આઠઆઠ ગણા જાણવા જોઇએ. પરમાણુ શું છે ? પરમાણુ બે પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મપરમાણુ અને વ્યવહારિક પરમાણું, આમાં સૂક્ષ્મપરમાણુ પ્રકૃતમાં અનુપયોગી હોવાથી અધ્યાય છે. વ્યાવહારિક પરમાણું છે તે અનંતાનંત સૂક્ષ્મ પરમાણુઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103