Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ સુત્ર- 251 347 વિદિશાની પાસેનું નગર વૈદિશ, વેન્નાની પાસેનું નગર વૈન્નવેન્નાતટ; તગરાપાસેનું નગર તાગર, તાગરાતટ, આ સમીપનામ કહેવાય છે. હે ભદત ! સંયૂથનામ શું છે? તરંગવતી નામક કથાગ્રંથની રચના કરનાર 'તરંગવતીકાર', મલયવતીનામક ગ્રંથની રચના કરનાર “મલયવતીકાર કહેવાય. આ પ્રમાણે આત્માનુષષ્ટિ, બિંદુક વગેરે ગ્રંથો વિશે પણ જાણી લેવું. ઐશ્વર્યનામ શું છે? રાજક, ઈશ્વરક, માડબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠિ, સાર્થવાહક સેનાપતિક. આ પ્રમાણે ઐશ્વર્યનામ છે. અપત્યનામ એટલે શું ? અત્માતા-માદેવીનો પુત્ર મારદેવેય-અષભઅહિત, ચક્રવતીમાતાસુમંગલાનો પુત્ર સૌમંગલેય-ભરત ચક્રવર્તી બલદેવમાતા-રોહીણીનો પુત્ર પૌહિણેય બલદેવ. વાસુદેવમાતા-દેવકીનો પુત્ર દેવકેય-કૃષ્ણાવાસુદેવ, રાજમાતા-ચેલણાનો પુત્ર ચેલનેય-કુણીકરાજા, મુનિમાતા-ધારણીનો પુત્ર ધારિણેય-મેઘકુમારમુનિ, વાચકમાતા રૂઢસોમનો પુત્ર રૌદ્રસોમેય-વાચક આર્યરક્ષિત આ અપત્યનામ છે. આ સર્વ તદ્ધિત પ્રત્યયથી. નિષ્પનનામનું સ્વરૂપ છે. ધાતુજ નામનું સ્વરૂપ કેવું છે ? “ભૂ' ધાતુ સત્તા અર્થમાં, પરઐપદી ધાતુ છે. તે અથવા તેનાથી ભવ’ એવું નામનિષ્પન્ન થાય છે. તે પ્રમાણે એધ' ધાતુ વૃદ્ધિ, સ્પર્ધધાતુ સંઘર્ષ, ગાધૂધાતુ પ્રતિષ્ઠા, લિપ્સા કે સંચય અને બાધૃધાતુ વિલોકન અર્થમાં હોય છે. તેનાથી નિખનનામ ધાતુનામ કહેવાય છે. નિરૂકિજ નામ એટલે શું? પૃથ્વી પર જે શયન કરે તે મહિષ જે ભ્રમણ કરતાં શબ્દ કરે તે ભ્રમર, જે વારંવાર ઊંચ-નીચે જાય છે તે મૂસલ, કપિ જેમ વૃક્ષની શાખાપર ચેષ્ટા કરે તે કવિત્વ, પગોને શ્લેષ કરનાર ચિકખલ, કિચડ] જેના કણ ઉર્ધ્વ હોય તે ઉલ્લુ મેખસ્ય માલા તે મેખલા, આ નિરૂક્તિતદ્ધિતનું કથન થયું. આ પ્રમાણે. પ્રમાણનામ અને દસનામના સ્વરૂપનું વર્ણન પૂર્ણ થયું. [252] ઉપક્રમના ત્રીજા ભેદ પ્રમાણનું સ્વરૂપ કેવું છે? પ્રમાણના ચાર પ્રકાર છે. જેમકે-(૧) દ્રવ્યપ્રમાણ (2) ક્ષેત્રપ્રમાણ (3) કાલપ્રમાણ અને (4) ભાવપ્રમાણ, રિપ૩] દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યવિષયક પ્રમાણનું નામ દ્રવ્યપ્રમાણ છે. તેના બે ભેદ છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. પ્રદેશનિષ્પન્નતેદ્રવ્ય પ્રમાણ શું છે ? જે દ્રવ્યપ્રમાણ પુદ્ગલપરમાણુ, બે પ્રદેશ યાવતું દસપ્રવેશ, સંખ્યાતપ્રદેશ, અસંખ્યાતપ્રદેશ અને અનંતપ્રદેશથી નિષ્પન્ન થાય તે પ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. હે વિભાગનિષ્પન્નદ્રવ્યપ્રમાણ શું છે ? વિવિધ અથવા વિશિષ્ટ જે ભાગ-ભંગનવિકલ્પ કે પ્રકાર છે, તે વિભાગથી જે દ્રવ્યપ્રમાણની નિષ્પત્તિ થાય છે તે વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. તેના પાંચ ભેદ માન, ઉન્માન, અવમાન, ગણિમ અને પ્રતિમાન. માનનું સ્વરૂપ કેવું છે? ધાન્યના માપ અને રસના માપને માન કહે છે. ધાન્યમાનનું સ્વરૂપ કેવું છે? ધાન્યાદિ નક્કદ્રવ્ય જેનો વિષય છે તે ધાન્યમાન. અધોમુખ હાથમાં જેટલું ધાન્ય સમાવિષ્ટ થાય તે અમૃતિ, બે અસૂતિની પ્રસૃતિ-ખોબા પ્રમાણ ધાન્ય જેમાં સમાવિષ્ટ થાય તે, બે પ્રકૃતિઓની સેતિકામગધનું માપ વિશેષ, ચાર સૈતિકાનું કુડવ, ચાર કુડવ બરાબર પ્રસ્થા, ચાર પ્રસ્થા. બરાબર આઢક, ચાર આઢક બરાબર દ્રોણ, સાઠ આઠેકનો જઘન્ય કુંભ, 90 આઢકનો મધ્યમકુંભ અને 100 આઢકનો ઉત્કૃષ્ટ કુંભ હોય છે. 800 આઢક બરાબર વાહ હોય. અસૂતિથી વાહ પયતના માપ મગધદેશમાં પ્રસિદ્ધ છે. ધાન્યમાનથી કર્યું પ્રયોજન સિદ્ધ થાય છે? મુક્તોલી (એવી કોઠી જે ઉપર-નીચે સાંકડીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103