Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ 346 અનુઓનદારાઈ -(249) દ્વિગુસમાસ એટલે શું ? જે સમાસમાં પ્રથમપદ સંખ્યાવાચક હોય અને સમાહારસમૂહનો બોધ થતો હોય તેને દ્વિગુસમાસ કહેવામાં આવે છે. જેમકે-ત્રણ કટુક વસ્તુઓનો સમૂહ તે ત્રિકટુક', ત્રણ મધુરોનો સમૂહ તે ત્રિમધુર, ત્રણ ગુણોનો સમૂહ તે ત્રિગુણ', ત્રણ પુરી-નગરોનો સમૂહ તે ત્રિપુર', ત્રણ સ્વરોનો સમૂહ તે ત્રિસ્વરે ત્રણ પુષ્કરી કમળોનો સમૂહ તે 'ત્રિપુષ્કર’ ત્રણ બિંદુઓનો સમૂહ ત્રિબિંદુક, ત્રણ-પથરસ્તાનો સમૂહ ત્રિપથ, પાંચ નદીઓનો સમૂહ પંચની સાત હાથીઓનો સમૂહ “સપ્ત ગજમુ” નવ તુરંગોનો સમૂહ “નવતુરંગ દસગામનો સમૂહ “દસગ્રામ, દસ પુરોનો સમૂહ દસંપુરે આ દ્વિગુ સમાસ છે. તત્પરુષસમાસ શું છે ? જે સમાસમાં અંતિમપદ પ્રધાન હોય અને પ્રથમપદ પ્રથમ વર્જિત વિભક્તિમાં હોય અને બીજું પદ પ્રથમાન્ત હોય તેને તપુરુષ સમાસ કહે છે. જેમકે તીર્થમાં કાક તે તીથકાક', વનમાં હાથી તે "વનહાથી’ વનમાં વરાહ તે વનવરાહ, વનમાં મહિષ તે વનમહિષ’ વનમાં મયૂર તે “વનમયૂર', આ તત્પરષ સમાસ છે. અવ્યયીભાવસમાસ કોને કહે છે ? જેમાં પૂર્વપદ અવ્યય અને ઉત્તરપદ નામ હોય, જેના અંતમાં સદા નપુંસકલિંગ અને પ્રથમ એકવચન રહે છે તે અવ્યયીભાવસમાસ કહેવાય છે. જેમકે-ગામનીસમીપ તે અનુગામ, તેજ પ્રમાણે “અનુનદિકયું અનુસ્પર્શમ્ “અનુચરિતમ્' આદિ આ અવ્યયીભાવસમાસ છે. એકશેષસમાસ કોને કહે છે? સમાન રૂપવાળા બે અથવા વધારે પદોના સમાસથી એક બાકી રહે અને બીજા પદનો લોપ થઈ જાય છે તેને એકશેષ સમાસ કહે છે. તે આ પ્રમાણે- જેમ એક પુરુષ તેમ ઘણા પુરુષ, જેમ ઘણા પુરુષ તેમ એક પુરુષ જેમ એક સુવર્ણમુદ્રા છે તેમ ઘણી સુવર્ણમુદ્રા છે, જેમ ઘણી સુવર્ણમુદ્રા છે તેમ એક સુવર્ણમુદ્રા છે, જેમ એક શાલી તેમ ઘણા શાલી છે, જેમ ઘણા શાલી તેમ એક શાલી છે. આ પ્રમાણે સામાસિક ભાવપ્રમાણ જાણવું જોઈએ. રિપ૦] હે ભદત તદ્વિતથી જે નામ નિષ્પન્ન છે તે કેવા હોય છે? કર્મ શિલ્પ શ્લોક સંયોગ સમીપ સંયુથ ઐશ્વર્યા અપત્ય આ આઠ પ્રકારે તદ્ધિતનિષ્પન નામ હોય છે. [૨પ૧] કર્મનામનું સ્વરૂપ કેવું છે ? તારૂંભારિકતૃણ વેચનાર, પાત્રભારિકપાત્ર વેચનારસ દોષ્યિક-વસ્ત્ર વેચનાર, સૌત્રિક-સુતર વેચનાર, કાપસિક-કપાસ વેચનાર ભાંડવૈચારિક-વાસણ વેચનાર, કૌલાલિક-માટીના પાત્ર વેચનાર. આ સર્વ કર્મનામો છે. શિલ્પનામનું સ્વરૂપ કેવું છે? તુન જેનું શિલ્પ છે તે તૌનિક-દર્જી છે. તંતુઓનું વાયસૂતર ફેલાવવું એ જેનું શિલ્પ છે તે તખ્તવાયિક-વણકર, પટ્ટ તૈયાર કરવું એ જેનું શિલા છે તે પાદ્કારિક-વણકર, પિષ્ટપીંઠી વગેરેથી શરીરના મલને દૂર કરવો એ જેનું શિલ્પ છે તે ઔદવૃત્તિકહજામ, આ પ્રમાણે વારૂણિક, મીંજકારિક, કાષ્ઠાકારિક, છત્રકારિક, બાહ્યકારિક, પૌતકારિક, ચિત્રકારિક, દતકારિક, લેપ્યકારિક, શૈકારિક, કૌટ્રિમકારિક વગેરે જાણવા. આ પ્રમાણે શિલ્પનામ છે. હે ભદત ! શ્લોકનામ શું છે ? તપશ્ચર્યાદિ શ્રમ જેની પાસે છે તે ‘શ્રમણ' અને પ્રશસ્ત બ્રહ્મ છે તે બ્રાહ્મણ’ અહીં સર્વ વર્ષોના અતિથિ માનવામાં આવે છે. તે શ્લોકનામ છે. હે ભદત ! સંયોગનામ એટલે શું? રાજાનો શ્વસુર-રાજકીય શ્વસુર, રાજકીય જમાતા- રાજકીયશાળો રાજકીયબનેવી. વગેરે સંયોગનામ છે. સમીપનામ એટલે શું? ગિરિની પાસેનું નગર મૈર, ગિરિનગર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103