Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ સત્ર-૨૩૫ 343 નામ છે. વ્યવહાર માટે તેનું યજ્ઞદત્ત-દેવદત્ત વગેરે નામ રખાય છે. તે નામ નામથી નિષ્પન્ન નામ છે. [236-237] અવયવનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? અવયવ અને અવયવીને એકરૂપ માની જે નામ અસ્તિત્વમાં આવે તે અવયવનિષ્પન્નનામ. તેનું સ્વરૂપ જેમકેશૃંગી-શૃંગરૂપ અવયવના સંબંધથી શૃંગી કહેવું, શિખાના સંબંધથી શિખી, તે પ્રમાણે વિષાણી, દ્રષ્ટી વગેરે નામ જાણવા. આ ઉપરાંત પરિકરબંધન-વિશિષ્ટ રચના યુક્ત વસ્ત્રથી ભટ' કે “થોદ્ધો' કહેવો, સ્ત્રી જેવા વસ્ત્ર પરિધાન કરનારને “મહિલા' કહેવું, એક કણ પાકી જવાથી દ્રોણપરિમિત અને પાકી ગયું, અને ગુણસંપન્ન એક ગાથાના પરીક્ષણથી “કવિ' આવા શબ્દનામ પ્રચલિત થઈ જાય છે. આ સર્વ અવયવની પ્રધાનતાથી નિષ્પન્ન હોવાથી અવયવનિષ્પન્ન નામ કહેવાય છે. [238] સંયોગનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? સંયોગની પ્રધાનતાથી નિપ્પન નામ તે સંયોગનિષ્પનનામ. સંયોગ ચાર પ્રકારનો દ્રવ્યસંયોગ ક્ષેત્રસંયોગ કાલસંયોગ અને ભાવસંયોગ. દ્રવ્યસંયોગથી નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યસંયોગના ત્રણ પ્રકારેખરૂપ્યા સચિત્તદ્રવ્યસંયોગ અચિત્તદ્રવ્યસંયોગ અને મિશ્રદ્રવ્યયોગ. સચિત્તદ્રવ્યસંયોગથી નિષ્પન્ન જેમકે- ગાયના સંયોગથી ગોમાનું. ભેંસોના સંયોગથી મહિષીમાનું. ઘેટાના સંયોગથી ઘેટાવાનું, ઊંટોના સંયોગથી ઉષ્ટ પાલ, આ સર્વનામ સચિત્તદ્રવ્ય સંયોગથી નિષ્પનનામ છે, વગેરે નામો નિષ્પન્ન થાય છે. અચિત્તદ્રવ્યસંયોગનિષ્પનનામ આ પ્રમાણે છે- છત્રના સંયોગથી છત્રી, તેમાં છત્ર અચિદ્રવ્ય છે. તેજ પ્રમાણે દેડના સંયોગથી દંડી, પટના સંયોગથી પટી, ઘટના સંયોગથી ઘટી, કટના સંયોગથી કટી વગેરે. તે સર્વ અચિત્તદ્રવ્યસંયોગનિષ્પન્ન નામ છે. મિશ્રદ્રવ્ય સંયોગનિષ્પન્ન નામ હળના સંયોગથી હાળિક, શકટના સંયોગથી શાકટિક, રથના સંયોગથી રથિક, નાવના સંયોગથી નાવિક, આ સર્વ ઉભયદ્રવ્યસંયોગ રૂપ છે. આ મિશ્રદ્રવ્ય સંયોગનિષ્પન્ન નામ છે. ક્ષેત્રસંયોગનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? ક્ષેત્રના આધારે નિષ્પન્નનામ આ પ્રમાણે છે, આ ભારતીય છે, આ ઐરાવતક્ષેત્રીય છે, આ હૈમવતક્ષેત્રીય છે, આ એરણ્યવતક્ષેત્રીય છે, આ હરિવર્ષક્ષેત્રીય છે, આ રમૂકવર્ષીય છે, આ દેવકરક્ષેત્રીય છે, આ ઉત્તરકુરુક્ષેત્રીય છે, આ પૂર્વવિદેહનો છે આ અપરવિદેહનો છે અથવા તો આ મગધનો છે, આ માલવક છે, આ સૌરાષ્ટ્રક છે, આ મહારાષ્ટ્રીયન છે, આ કોંકણક છે. આ સર્વ નામો ક્ષેત્રસંયોગથી નિખનનામ છે. કાળસંયોગથી નિષ્પનનામનું સ્વરૂપ કેવું છે? કાળના સંયોગે-આધારે ઉત્પન્ન થતાં નામ આ પ્રમાણે છે. આ સુષમસુષમ કાળમાં ઉત્પન્ન થવાથી “સુષમ સુષમજ છે,આ સુષમ દુષમ-સુંદરતા ઘણી અને વિષમતા થોડી એવા કાળમાં ઉત્પન્ન થવાથી “સુષમદુષમજ, છે, આ દુષમસુષમવિષમતા ઘણી સુંદરતા થોડી એવા કાળમાં ઉત્પન્ન થવાથી દુષમસુષમજ છે, આ દુષમ- તદ્દન વિષમતા હોય તેવા કાળમાં ઉત્પન્ન થવાથી દુષમજ છે, આ દુષમદુષમાઘણા ત્રાસદાયક કાળમાં ઉત્પન્ન થવાથી દુષમદુષમજ છે. એમ નામ આપવું અથવા આ પ્રાવૃષિક (વર્ષના પ્રારંભકાળમાં ઉત્પન્ન થયેલો છે, વષરાત્રિક છે, આ શારદક છે, આ હૈમન્તક છે, આ વાસન્તક છે, આ પ્રીષ્મક છે. આ સર્વ નામો કાળસંયોગથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103