Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ સુત્ર: 138 327 ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે-પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અને અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, દસ અબજ, આ રીતે ગણતરી કરવી તે પૂવનુપૂવ. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? દસ અબજથી લઈ ઉલ્ટા ક્રમે એક સુધીની ગણતરી કરવી તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? એકથી લઈને દસ અબજ પર્વતની એક-એકની વૃદ્ધિવાળી શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ ઉત્પન્ન થાય તેમાંથી આદિ અને અંતના બે ભંગને બાદ કરતાં જે ભંગો બાકી રહે તે અનાનુપૂર્વી છે.. [141] સંસ્થાનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંસ્થાનાનુપૂર્વીની-આકારની પરિપાટીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી પૂવનુપૂર્વી એટલે શું ? સમચતુરગ્ન હોવું, વ્યગ્રોધપરિમંડળ સાદિસંસ્થાન કુન્જસંસ્થાન-વામન સંસ્થાન-હું સંસ્થાન આ ક્રમે સંસ્થાનોનો વિન્યાસ કરવો તે પૂવનપૂર્વી. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? હુંડથી લઈને સમચતુરઅસંસ્થાન સુધી ઉલ્ટાક્રમથી સંસ્થાનોનો વિન્યાસ કરવો તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી. લઈને છ સંસ્થાનપર્યત એક-એકની વૃદ્ધિવાળી શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરતાં શેષ ભંગો અનાનુપૂર્વી છે. આ પ્રકારનું સંસ્થાનાનુપૂર્વીનું સ્વરૂપ છે.. [14-14 સામાચારી-આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?સામાચારી એટલે શિષ્ટજનો દ્વારા ચરિત ક્રિયાકલાપરૂપ સમાચારની પરિપાટીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે પૂર્વાનુપૂર્વી, પક્ષાનુપૂર્વી, અને અનાનુપૂર્વી. પૂર્વનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઈચ્છાકારકોઈના દબાણ વિના વ્રત આચરવાની ઇચ્છા કરવી, મિથ્યાકાર-અકૃત્યનું સેવન થઈ જતાં પશ્ચાત્તાપદ્વારા ફરી ન સેવવા માટે નિશ્ચય કરવો, તથાકારગુરૂના- વચનોને ‘તથત’ કહીને સ્વીકારવા, આવશ્યકી-આવશ્યક કાર્ય માટે ઉપાશ્રયથી બહાર જવું હોય ત્યારે ગુરુને નિવેદન કરવું, નૈધિકા-કાર્ય કરી પાછા ફર્યાની ગુરુને સૂચના કરવી, પૂછવું, પ્રતિપ્રચ્છનાકાર્યનો આરંભ કરતી વખતે ફરી ગુરુને પૂછવું છંદના-અન્ય સાંભોગિક સાધુને પોતાના ભાગના આહારને ગ્રહણ કરવા વિનંતી કરવી, નિમંત્રણા આહારાદિ વહોરી લાવી દેવા અન્ય સાધુને નિમંત્રણ કરવું, ઉપસંપતુ-ગુરુની નિકટ રહેવું. આ ક્રમે પદોની સ્થાપના કરવી તે પૂવનુપૂર્વી સામાચારી છે. પક્ષાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉપસંપથી લઈને ઈચ્છાકારપર્યત ઉલ્ટા ક્રમથી સ્થાપના કરવી તે સામાચારીની પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઇને દસપર્યત એક-એકની વૃદ્ધિ કરતાં દસ શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતીમ ભંગ બાદ કરતાં જે ભંગો બાકી રહે તે બધા અનાનુપૂર્વી છે. [145] ભાવાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ભાવાનુપૂર્વીની-જીવના ઔદાયિકાદિ પરિણામ વિશેષરૂપ ભાવોની આનુપૂર્વ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે પૂવનુપૂર્વી, પશાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂર્વનુપૂર્વી સ્વરૂપ કેવુછે? ઔદયિકભાવ, ઔપથમિકભાવ, ક્ષાવિકભાવ, ક્ષાયોપથમિકભાવ, પારિણામિકભાવ, સાન્નિપાતિ કભાવ, આ ક્રમે પદોનો ઉપન્યાસ કરવો તે પૂવનુપૂર્વી. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? સાન્નિપાતિક ભાવથી લઈને ઔદવિકભાવ પર્યંત ભાવોને ઉલ્ટાક્રમથી સ્થાપવા તે પશ્ચાનુપૂર્વી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103