Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ 378 અમદારાઈ-(૧૮૩) કાય નાશ પામતા નથી તેને ગાયો, પુત્ર અને મિત્રો હોય છે. તે સ્ત્રીઓને બહુ જ પ્રિય હોય છે. અષભસ્વરથી મનુષ્ય ઐશ્વર્યસંપન્ન હોય છે. તે સ્વરના પ્રભાવથી સેનાપતિત્વ, ધન, વસ્ત્રો, સુગંધિત પદાર્થો, અલંકારો, સ્ત્રીઓ તેમજ શયનાસનો મેળવે છે. ગાંધારસ્વરથી ગાનારા શ્રેષ્ઠ આજીવિકાવાળા હોય છે તેમજ કાલાવિદોમાં શ્રેષ્ઠ ગણાય છે અને કાવ્યકાર હોય છે. તે અન્યશાસ્ત્રોમાં પણ પારંગત હોય છે. મધ્યમસ્વરવાળા સુખજીવી હોય છે. મધ્યમસ્વરનો આશ્રય લેનાર ઈચ્છા પ્રમાણે ખાય છે, પીવેછે ને બીજાને આપે છે. પંચમ સ્વરથી જે સંપન હોય તે પૃથ્વીપતિ હોય છે.શૂરવીર, સંગ્રહકરનાર અને અનેક ગણોનો નેતા હોય છે. પૈવત સ્વરવાળા કિલહપ્રિય હોય છે. તેમજ સકુનિક વારિક સૌકરિક તથા મત્સ્યબંધ હોય. નિષાદ સ્વરનો આશ્રય લેનાર ચંડાળ-રુદ્રકમ, મુષ્ટિ પ્રહારકરનારએવું અધમ જાતવાળો હોય, તે અન્ય પ્રકારના પાપકર્મમાં રત રહેનાર, ગોવધ કરનાર તથા ચોરી કરનાર હોય છે. [183-200] આ સાત સ્વરોના ત્રણ ગ્રામો હોય છે. ગ્રામ મધ્યમગ્રામ અને ગાંધાર ગ્રામ ષડુગ્રામની સાત મૂચ્છનાઓ હોય છે.મંગી કૌરવીયા હરી રજની સારકાન્તા સારસી શુદ્ધષડ્રજા. મધ્યમગ્રામની સાત મૂચ્છનાઓ પ્રરૂપી છે. ઉત્તરમંદા રજની ઉત્તરા ઉત્તરસમાં સમવક્રાંતા સૌવીરા અને અભિરૂપા. ગાંધારામની પણ સાત મૂચ્છનાઓ હોય છે. નન્દી મુદ્રિકા પૂરિમા શુદ્ધગાંધાર ઉત્તર ગાંધાર સુઠુતરાયામ ઉત્તરાયતા કોટિમાં સાતસ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ગીતોની જાતી કઈ છે? ગીતના ઉચ્છવાસ કેટલા સમયના પ્રમાણવાળા હોય છે? ગીતના આકારો કેટલા હોય છે? સાતસ્વર નાભિમાંથી ઉત્પન્ન થાય છે. ગીત રૂદિતયોનિક હોય છે, પાદસમ ઉછુવાસ હોય ગીતના ત્રણ આકાર હોય છે. પ્રારંભમાં તીવ્ર ધ્વનિયુક્ત હોય છે અને અંતમાં મંદ ધ્વનિ યુક્ત હોય છે. આ રીતે મૃદુ, તાર અને મંદ આ ત્રણ ધ્વનિરૂપ આકારો જાણવા. જે સંગીતના છ દોષોને, આઠ ગુણોને, ત્રણ વૃત્તોને અને બે ભાણિતિયોને સારી રીતે જાણશે તે સુશિક્ષિત નિપુણ કલાકાર રંગ શાળામાં ગાયન કરી શકશે. ગીતના છ દોષો બીતાં બીતાં ગાવે, ઉતાવળથી ગાવું, અલ્પ સ્વરમાં ગાવું, તાલ વગર ગાવું, કાગડાના જેવા સ્વરથી ગાવું અને નાકમાં ગાવું, આ ગીતના છ દોષો મનાય છે. ગીતના આઠ ગુણ પૂર્ણ- ગીતમાં સમસ્ત ગાયન કળાનું પ્રદર્શન કરવું,રક્તઅનુરાગથી ભાવિત થઇને ગીત ગાવું, અલંકૃત- બીજા વિશેષ સ્કુટ સ્વરોથી ગીતને અલંકૃત કરવું, વ્યક્ત-ગીતમાં અક્ષરો અને સ્વરોને સ્કુટરૂપે ઉચ્ચારવા, અવિધુર-ઘાટા પાડતાં હોય તેવા સ્વરે ગાવું, મધુર-કોયલના સ્વર જેવા સ્વરથી ગાવું સમજે ગાનમાં તાલ, વંશસ્વર વગેરેથી સમનુગત સ્વર હોય તે. સુલલિત-સ્વરઘોલનાદિવડે જે શ્રોત્રેન્દ્રિયને સુખ અર્પે એવી રીતે ગાવું. આ ગીતના આઠ ગુણો છે. આ ઉપરાંત બીજા પણ ગીતના ગુણો ઉરપ્રશસ્ત, કંઠપ્રશસ્ત અને શિરપ્રશસ્ત. અથવા મૃદુ રિભિત અને પદબદ્ધઆ ત્રણ ગુણો છે. તે સિવાય સમતાલ પ્રત્યુત્તેપગીત સપ્તસ્વરસીભરજે નિદૉષ હોય. સારવતું એટલે વિશિષ્ટ અર્થથી યુક્ત હોય, જે હેતુ યુક્ત હોય, અલંકૃત. હોય, ઉપનીત હોય, સોપચાર-ક્લિ-વિરુદ્ધ, લજ્જાસ્પદ અર્થવાચક ન હોય, મિત અને મધુર ગુણયુક્ત ગીત તે ગુણયુક્તપ્રશસ્ત કહેવાય. ગીતના ત્રણ વૃત્તો (છન્દો) હોય છે. તે આ પ્રમાણે-સમવૃત્ત-અદ્ધ-સમવૃત્ત-વિષમવૃત્ત- વૃત્તના આ ત્રણ પ્રકાર છે. તે સીવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103