Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ મનુઓગદારાઈ - (98) નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વી દ્રવ્યનું કાળની અપેક્ષાએ અંતર કેટલું હોય છે ? એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતરકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો છે. વિવિધ અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. નૈગમવ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્યોનો કાળાપેક્ષા અંતર કાળ કેટલો છે ? એક અવકતવ્યદ્રવ્યની અપેક્ષાઓ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. વિવિધ દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. [8] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વદ્રવ્યો શેષ દ્રવ્યોના કેટલામાં ભાગમાં છે? શું સંખ્યાત ભાગમાં છે કે અસંખ્યાત ભાગમાં છે કે સંખ્યાત ભાગોમાં છે કે અસંખ્યાત ભાગોમાં છે ? આનુપૂર્વી દ્રવ્યો શેષ દ્રવ્યોના સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ કે સંખ્યાત ભાગોમાં નથી પરંતુ નિશ્ચયથી અસંખ્યાતમાં ભાગમાં હોય છે. નિગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો શેષ દ્રવ્યોના. કેટલામાં ભાગમાં હોય છે ? શું સંખ્યાત ભાગમાં હોય છે કે અસંખ્યાત ભાગમાં કે સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત. ભાગોમાં હોય છે ? અનાનુપૂર્વીદ્રવ્યો સંખ્યાત ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગોમાં નથી પરંતુ શેષ દ્રવ્યોના અસંખ્યાત ભાગમાં હોય છે. અવકતવ્યદ્રવ્યોનો ભાગદ્વાર પણ ઉપર પ્રમાણે સમજી લેવો. [9] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો કયા ભાવમાં છે ? એટલે ઔદયિક ભાવમાં કે ઔપશર્મિક ભાવમાં કે ક્ષાયિક ભાવમાં કે ક્ષાયોપથમિક ભાવમાં કે પરિણામિક ભાવમાં છે ? કે સાનિપાતિક ભાવમાં છે ? સમસ્ત આનુપૂર્વદ્રવ્યો સાદિ પારિણામિક ભાવમાં હોય છે. અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્યોનો ભાવદ્ધાર પણ ઉપર પ્રમાણે જ સમજવો. [10] ભગવન ! નૈગમ-વ્યવહારનપસંમત આનુપૂર્વીદ્રવ્યો. અનાનુપર્વદ્રવ્યો. અને અવકતવ્ય દ્રવ્યોમાં દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્યપ્રદેશની અપેક્ષાએ ક્યા દ્રવ્યો કરતાં અલ્પ, અધિક તુલ્ય અથવા વિશેષાધિક છે ? હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ નૈગમ-વ્યવહાર નયસંમત અવકતવ્યદ્રવ્યો સૌથી અલ્પછે. અવકતવ્યકદ્રવ્યો કરતાં અનાનુ- પૂર્વીદ્રવ્યો દ્રવ્યની અપેક્ષાએ વિશેષાધિક હોય છે. દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો અનાનુપૂર્વીદ્રવ્યો કરતાં અસંખ્યાતગણાં હોય છે. પ્રદેશની અપેક્ષાએ નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વી સૌથી અલ્પ હોય છે કારણ કે અનાનુપૂર્વીદ્રવ્યો પ્રદેશરહિત છે. પ્રદેશોની અપેક્ષાએ અવકતવ્યકદ્રવ્યો અનાનુપૂર્વીદ્રવ્યો કરતાં વિશેષાધિક હોય છે. પ્રદેશોની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો અવકતવ્યદ્રવ્યો કરતાં અનંતગણાં હોય છે. નૈગમ-વ્યવહારનયસંમત અવકતવ્યકદ્રવ્યો ઉભય-દ્રવ્યપ્રદેશની અપેક્ષાએ સર્વથી અલ્પ છે કારણકે દ્રવ્યની અપેક્ષાએ સર્વસ્તીકતાનું પ્રતિપાદન પહેલા કરવામાં આવ્યું છે. દ્રવ્ય અને અપ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનુપૂર્વીદ્રવ્યો વિશેષાધિક છે. પ્રદેશની અપેક્ષાએ અવકતવ્યદ્રવ્યો વિશેષાધિક છે. આનુપૂર્વદ્રવ્યો દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા અને પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણા હોય છે. આ પ્રમાણે અનુગમનું વર્ણન પૂર્ણ થયું. આ પ્રમાણે નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિકદ્રવ્યાનુપૂર્વીના સ્વરૂપનું નિરૂપણ કર્યું. [11] સંગ્રહનયસંમત અનૌપનિધિ કી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? સંગ્રહાયસંમત દ્રવ્યાનુપૂર્વીના પાંચપ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- અર્થપદપ્ર.રૂપણતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103