Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ 324 અનુગદારાઈ -(12) ક્ષેત્રાનુપૂર્વનું સ્વરૂપ વર્ણન અને સાથે ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન સંપૂર્ણ થયું. [12-127] કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? કાલાનુપૂર્વના બે પ્રકાર પ્રરૂપ્યા છે. ઔપનિવિકી અને અનૌપનિધિતી. તેમાંથી જે ઔપનધિકીઆનુપૂર્વી છે તે સ્થાપ્યા છે. માટે એને અત્યારેકહેતા નથી. જે અનૌપનિધિકી છે તેના બે પ્રકાર પ્રરૂપ્યા છે, નૈગમવ્યવહારનયસંમત અને સંગ્રહનયસંમત. [128] નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિતીકાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અનૌપનિધિ કીકાલાનુપૂર્વીના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે અર્થપદપ્રરૂપણતા ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અનુગમ. [12] નૈગમ-વ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ કેવું છે? આ અર્થપપ્રરૂપણતાનું સ્વરૂપ આ પ્રમાણે છે-ત્રણ સમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી છે થાવત્ દશસમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી છે યાવતુ સંખ્યાત, અસંખ્યાત સમયની. સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી છે. બે સમયની સ્થિતિવાળ દ્રવ્ય અવક્તવ્યક છે. ત્રણ સમયની સ્થિતિવાળા દ્રવ્યો આનપૂર્વીઓ છે.એક સમયની સ્થિતિવાળા પરમાણુઓથી લઈને અનંતાણકન્કંધો રૂપદ્રવ્યો અનાનુપૂર્વીઓ છે. બે સમયની સ્થિતિવાળા દ્રવ્યો અવકતવ્યો છે. આવું નૈગમવ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ છે.આ નૈગમ-વ્યવહારનય સમત અર્થપદપ્રરૂપણતાનું શું પ્રયોજન છે? આ અર્થપદપ્રરૂપણા દ્વારા ભંગસમુત્કીર્તનતા કરાય છે. [13] નૈગમ-વ્યવહારનપસંમતભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે ? આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્ય છે. દ્રવ્યાનુપૂર્વીની જેમ કાલાનુપૂર્વીના પણ 26 ભાંગા સમજવા જોઈએ. યાવત્ આ ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. આ નૈગમ-વ્યવહાર નવસંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે ? ભંગસમુત્કીર્તનતાવડે ભંગોપદીનતા કરાય છે. નૈગમ-વ્યવહારનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ત્રણ સમયની સ્થિતિવાળું જે દ્રવ્ય હોય તે “આનુપૂવ' પદના વાચ્યાર્થરૂપ છે. એક સમયની. સ્થિતિવાળું દ્રવ્ય “અનાનુપૂર્વ પદના વાચ્યાર્થરૂપ છે. બે સમયની સ્થિતિવાળંદ્રવ્ય અવકતવ્ય પદના. વાચ્યાર્થરૂપ છે. ત્રણસમયની સ્થિતિવાળા ઘણા દ્રવ્યો “આનુપૂર્વીઓ' પદના વાચ્યાર્થરૂપ છે. એક સમયની સ્થિતિવાળા દ્રવ્યો “અનાનુપૂર્વીઓ પદના વાચ્યાર્થરૂપ છે. બે સમયની સ્થિતિવાળા દ્રવ્યો “અવકતવ્યો' પદના વાચ્યાર્થરૂપ છે અથવા ત્રણ સમયની સ્થિતિવાળું દ્રવ્ય, એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય "આનુપૂર્વી અનાનુપૂવ' પદના વાચ્યાર્થરૂપ છે. અહીં પણ દ્રવ્યાનુપૂર્વીની જેમ 26 ભાંગા કહેવા જોઈએ વાવતુ આ ભંગપદર્શનતાનું સ્વરૂપ છે. [132] સમવતારનું સ્વરૂપ છે ? નૈગમ વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો ક્યાં સમાવિષ્ટ થાય છે ? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્યોમાં કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે? ત્રણેય સ્વ-સ્વસ્થાનમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રકારે સમાવતારનું સ્વરૂપ છે. [133-134] અનુગામનું સ્વરૂપ કેવું છે? અનુગામના નવ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- સત્પદ પ્રરૂપણતા યાવત્ અલ્પબદુત્વ. [135] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો છે કે નથી ? નિયામાં ત્રણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103