Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ 312 અનુગદારાઈ-(૮૦) નોઆગમભાવોપક્રમનું સ્વરૂપ સમજવું. આ ભાવપક્રમનું નિરૂપણ થયું. ઉપક્રમના સમસ્ત ભેદોનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. 40] અહીંયા સુધી લૌકિક દૃષ્ટિએ ઉપક્રમનું સ્વરૂપ નિરૂપણ કર્યું. હવે શાસ્ત્રીય પદ્ધતિએ નિરૂપણ કરાય છે અથવા ઉપક્રમના છ પ્રકારો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (1) આનુપૂર્વી (2) નામ (3) પ્રમાણ (4) વક્તવ્યતા (5) અધિકાર અને (6) સમાવતાર. [81] આનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? આનુપૂર્વી-અનુક્રમ-એકની પાછળ બીજું એવી પરિપાટી તેના દશપ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- નામાનુપૂર્વી સ્થાપનાપૂર્વી દ્રવ્યાનુપૂર્વી ક્ષેત્રાનુપૂર્વી કાળાનુપૂર્વી ઉત્કીર્તનાનુપૂર્વી ગણનાનુપૂર્વી સંસ્થાનુપૂર્વી સમાચાયનુપૂર્વી અને ભાવાનુપૂર્વી. [2] નામાનુપૂર્વી અને સ્થાપનાનુપૂર્વીનું સ્વરૂપ નામાવશ્યક અને સ્થાપનાવશ્યક પ્રમાણે સમજવું. દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે આગમદ્રવ્યાનુપૂર્વી નોઆગમદ્રવ્યાનુપૂર્વી. આગમદ્રવ્યાનુપૂર્વી સ્વરૂપ કેવું છે ? જે સાધુઆદિએ આનુપૂર્વી' પદના વાર્થને શીખી લીધો છે, તે સ્થિતિ કર્યો છે, તેના સ્વર-વ્યંજન આદિની સંખ્યાનું પરિમાણ જાણી લીધું છે, સર્વ પ્રકારે, ચારે તરફથી પરાવર્તિત કરી લીધું છે યાવતુ જે અનુપ્રેક્ષાથી રહિત છે તે દ્રવ્યાનુપૂર્વી છે. કારણકે અનુપયોગને દ્રવ્ય કહ્યું છે. નૈગમનયની અપેક્ષાએ એક અનુપયુક્તઆત્મા એક દ્રવ્યાનુપૂર્વી છે. અનેક અનુપયુક્ત આત્મા અનેક દ્રવ્યાનુપૂર્વી છે, ઈત્યાદિ નય સંબંધી મન્તવ્ય આવશ્યકની જેમ સમજવું યાવતુ જે જ્ઞાયક હોય છે તે અનુપયુક્ત સંભવી ન શકે અને જે અનુપયુક્ત હોય છે તે જ્ઞાયક ન થઈ શકે. તેથી આગમદ્રવ્યાનુપૂર્વી અવસ્તુ છે. આ આગમદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. નોઆગમદ્રવ્યાનુપૂવનું સ્વરૂપ કેવું છે ? નોઆમગદ્રવ્યાનુપર્વના ત્રણ પ્રકાર છે, જ્ઞાયકશરીરદ્રવ્યાનુપૂર્વી ભવ્યશરીરદ્રવ્યાનુપૂર્વ જ્ઞાયક-ભવ્ય-શરીરવ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વી. જ્ઞાયકશરીરવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયિકશરીરદ્રવ્યાનુપૂર્વી તે આનુપૂવ' આ પદના અધિકારને જાણનાર સાધુનું વ્યપગત, ત, આવિત, ત્યક્ત જે નિર્જીવ શરીર તે, શેષ સર્વ દ્રવ્યાવશ્યક મુજબ જાણવું યાવતુ આ જ્ઞાયક શરીરદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. ભવ્ય શરીરદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? જે જીવ સમય પૂર્ણ થતાં યોનિમાંથી બહાર આવેલ છે, ભવિષ્યમાં ‘આનુપૂર્વ' પદના અર્થાધિકારને જાણવાનો છે તે ભવ્ય શરીરનો આગમદ્રવ્યાનુપૂર્વી છે શેષ સર્વ દ્રવ્યાવશ્યક પ્રમાણે જાણવું. આ પ્રમાણે ભવ્ય શરીરવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયકશરીરભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. ઔપનિધિશ્રી પદાર્થને વ્યવસ્થાપિત કરી દીધા પછી તેની પાસે પૂર્વાનુપૂર્વી આદિના ક્રમથી અન્ય પદાર્થ રાખવા, તે જે આનુપૂર્વીનું પ્રયોજન છે તે, દ્રવ્યાનુપૂર્વી અને અનૌપનિધિની આદિના ક્રમ પ્રમાણે જ્યાં પદાર્થની સ્થાપના કરવામાં આવતી નથી, તેમાંથી જે ઔપનિધિ કી. આનુપૂર્વી છે તે સ્થાપ્ય છે એટલે એનું નિરૂપણ અત્યારે કરાતું નથી અનૌપનિધિ કીદ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર છે. તે આ પ્રમાણે- નૈગમનય અને વ્યવહારનયસમંત તથા સંગ્રહનયસમંત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103