Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ 310. અનુસદારાઈ-(૭૯) જ્ઞાતા-કોઈપુરુષ ઉપક્રમમાં ઉપયોગયુક્ત હોય તે આગમભાવોપ કમ છે. નોઆગમભાવોપમના બે પ્રકાર પ્રરૂપ્યાં છે, પ્રશસ્ત અને અપ્રશસ્ત. કોઈ એક ગામમાં ડેડિણિ નામની બ્રાહ્મણી રહેતી હતી. તેને ત્રણ પુત્રીઓ હતી. ત્રણે પુત્રીઓના વિવાહ બાદ તેને વિચાર આવ્યો કે ત્રણે જમાઈઓનો અભિપ્રાયસ્વભાવ જાણી લઈને મારે મારી પુત્રીઓનો એવા પ્રકારની શિક્ષા આપવી જોઈએ કે તે શિક્ષાને અનુરૂપ જીવન જીવીને તેઓ પોતાના જીવનને સુખી બનાવી શકે. આ પ્રકારનો વિચાર કરીને તેણે પોતાની ત્રણે પુત્રીઓને બોલાવીને સલાહ આપી “આજે જ્યારે તમારા પતિ તમારા શયનખંડમાં આવે ત્યારે તમારે કોઈ કલ્પિતદોષ બતાવીને તેમના મસ્તકપર લાતો મારવી, ત્યારે પ્રતિકારરૂપે તેઓ તમને જે કંઈ કહે અથવા જે કંઈ કરે, તે મને સવારમાં કહેવાનું છે. તે ત્રણે પુત્રીઓએ માતાની સલાહ પ્રમાણે જ કર્યું - તેઓ પોતપોતાના પતિની પ્રતીક્ષા કરવા લાગી. સૌથી મોટી પુત્રીનો પતિ જ્યારે શયનખંડમાં આવ્યો, ત્યારે તેણે તેનાપર કોઈદોષનું આરોપણ કરીને તેના મસ્તકપર એક લગાવી દીધી. લાત ખાતાની સાથે જ તેના પતિએ તેનો પગ પકડીને તેને આ પ્રમાણે કહ્યું- “પ્રિયે ! પથ્થરથી પણ કઠોર એવા મારા મસ્તકપર તમે કેતકીના પુષ્પસમાન કોમળ પગવડે જે લાત મારી છે તેને લીધે તમારો નાજુકચરણ દુખવા. માંડ્યો હશે.” આ પ્રમાણે કહી તેણે તેના તે પગને દાબવા માંડ્યો, બીજે દિવસે મોટી પુત્રીએ સમસ્ત વાત માતાને કહી સંભળાવીતે સાંભળી ડોડિણિ-બ્રાહ્મણીને ઘણોજ આનંદ થયો. જમાઈના આવા વર્તનથી તે તેના સ્વભાવને સમજી ગઈ. તેણે મોટી પુત્રીને આ પ્રમાણે સલાહ આપી. “તું તારા ઘરમાં જે કરવા ધારે તે કરી શકીશ, કારણ કે તારા, પતિના આ વ્યવહારથી એવું લાગે છે કે તે તારી આજ્ઞાને આધીન રહેશે. બીજી પુત્રીએ પણ પતિની સાથે એવોજ વર્તાવ કર્યો ત્યારે તેના પતિને થોડો રોષ ઉપજ્યો. તેણે પોતાનો રોષ માત્ર શબ્દદ્વારા પ્રગટ કર્યો. મારી સાથે તે જે વર્તાવ કર્યો છે, તે કુળવધૂઓને યોગ્ય વતવ ન ગણાય.આ પ્રમાણે કહીને તે શાંત થઈ ગયો. પ્રાતઃકાળે બીજી પુત્રીએ પણ આ બધી વાત માતાને સંભળાવી. માતાએ કહ્યું- “બેટી ! તું પણ તારા ઘરમાં તારી ઈચ્છા પ્રમાણે વર્તાવ કરી શકે છે. તારા પતિનો સ્વભાવ એવો છે કે તે ગમે તેટલો રૂટ થયો હોય તો પણ ક્ષણમાત્રમાં તુષ્ટ થઈ જાય એવો છે.” ત્રીજી પુત્રીએ પણ કોઈ બ્રેષનું આરોપણ કરીને તેના પતિના મસ્તકપર લાત લગાવી દીધી. ત્યારે તેના ક્રોધનો પારો પણ ઘણો ઉંચો ચડી ગયો. તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને તેણે તેને આ પ્રમાણે કહ્યું - “અરે નીચ3 કુલકન્યાઓ ન કરવા યોગ્ય આ પ્રકારનું કાર્ય તે શા માટે કર્યું? આ પ્રમાણે કહી તેણે તેને મારીમારીને ઘરમાંથી ધક્કો મારી બહાર કાઢી મૂકી. ત્યારે તે પુત્રી તેની માતા પાસે ગઈ અને સર્વ હકીકત કહી સંભળાવી. પુત્રીની વાતદ્વાર બ્રાહ્મણીને ત્રીજી પુત્રીના પતિના સ્વભાવનો ખ્યાલ આવી ગયો. તુરત જ તે પુત્રીના પતિ પાસે ગઈ અને મીઠી વાણી દ્વારા તેના ક્રોધને શાંત પાડવાનો પ્રયત્ન કરવા લાગી. તેણે તેને આ પ્રમાણે કહ્યું- જમાઈરાજ! અમારા કુળમાં સુહાગરાતે પ્રથમ સમાગમ વખતે પતિના મસ્તકપર ચરણપ્રહાર કરવાનો આચાર ચાલ્યો આવે છે. તે કારણે મારી પુત્રીએ તમારી સાથે એવો વ્યવહાર કર્યો છે, દુષ્ટતાને કારણે એવું કર્યું નથી, માટે આપે ક્રોધ છોડી તેના વર્તનમાટે તેને માફી આપવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103