Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ સત્ર-૭૦ 304 કહેવો નય- અનંત ધમત્મિક વસ્તુના એક અંશને મુખ્યરૂપે ગ્રહણ કરનારક બોધ. [70] ઉપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉપક્રમના છ પ્રકાર વર્ણવ્યા છે. તે આ પ્રમાણે - નામઉપક્રમ, સ્થાપના ઉપક્રમ, દ્રવ્યઉપક્રમ, ક્ષેત્રઉપક્રમ, કાળઉપક્રમ અને ભાવઉપક્રમ. નામઉપક્રમ અને સ્થાપનાઉપક્રમનું સ્વરૂપ નામ અને સ્થાપનાઆવશ્યક મુજબ જાણવું. દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યઉપક્રમના બે પ્રકાર વર્ણવ્યા છે. તે આ પ્રમાણેઆગમદ્રવ્યઉપક્રમ અને નોઆગમદ્રવ્યઉપક્રમ ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. વાવતું જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. (1) સચિત્તદ્રવ્યઉપક્રમ 2) અચિત્તદ્રવ્યઉપક્રમ (3) મિશ્રદ્રવ્યઉપક્રમ. [71-74] સચિતદ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે? સચિત્તદ્રવ્યઉપક્રમના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે- દ્વિપદ-મનુષ્યાદિ દ્રવ્યોનો ઉપક્રમ ચતુષ્પદચારપગવાળા પશુઆદિ દ્રવ્યોનો ઉપક્રમ અપદ પગ નથી તેવા એ કેન્દ્રિય વૃક્ષાદિ દ્રવ્યોનો ઉપક્રમ. તે પ્રત્યેક ઉપક્રમના પણ બન્ને પ્રકાર છે, તે આ પ્રમાણે- પરિકમ દ્રવ્યઉપક્રવસ્તુવિનાશદ્રવ્યઉપક્રમ- દ્વિપદદ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે ? દ્વિપદદ્વવ્યાપક્રમ તે નટો, નકો, જલ્લો (દોરડા ઉપર ખેલ કરનાર), મલ્લો, મૌષ્ટિકો (મુષ્ટિઓનો પ્રહાર કરનાર મલ્લો), વિદૂષકો, કથાકારો, પ્લવકો (નદીને પાર કરવાની ક્રિયામાં અભ્યસ્ત), ભાંડો(રાસલીલા કરનાર), આખ્યાયકો (શુભાશુભ બતાવનાર), લેખો-(મોટા વાંસપર આરોહણ કરનાર), મંખો-ચિત્રપટાદિને હાથમાં રાખી ભીખ માંગનારા), તૂણિકો(તંતુવાદ્યો વગાડનાર), તુંબવીણિકો-(તુંબડીની વીણા વગાડનારા), કાવડીયાઓ તથા માગધો-મંગળપાઠકો આદિનો શરીરવર્ધક અને વિનાશ કરવારૂપ જે ઉપકમઆયોજન છે તે દ્વિપદદ્રવ્યોપક્રમ છે. ચતુષ્પદોક્રમનું સ્વરૂપ કેવું છે ? ચોપગા-અશ્વ, હાથી આદિ પશુઓને સારી ચાલ ચાલવાની શિક્ષા દેવરૂપ તથા તલવારાદિથી. વિનાશરૂપ ઉપક્રમને ચતુષ્પદોપક્રમ કહે છે. અપદદ્રવ્યોક્રમનું સ્વરૂપ કેવું છે? આમ્ર, આમ્રતકવૃક્ષ અને તેના ફળની વૃદ્ધિ અને વિનાશ સંબંધી ઉપક્રમને અપદઉપક્રમ કહે છે. આ પ્રમાણે સચિત્તદ્રવ્યોપક્રમનું વર્ણન પૂર્ણ થયું. [75-76] અચિત્તદ્રવ્યોપમનું સ્વરૂપ કેવું છે? ખાંડ, ગોળ, રાબાદિ પદાર્થોમાં મધુરતાની વૃદ્ધિ કરવારૂપ અને પદાર્થનો સર્વથા વિનાશ કરવારૂપ જે ઉપક્રમ છે તે અચિત્તદ્રવ્યોપક્રમ છે. મિશ્રદ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે? સ્થાસક-અશ્વને શણગારવાનું આભૂષણ, દર્પણ-બળદને શણગારવાનું આભૂષણ આદિથી આભૂષિત અશ્વાદિને શિક્ષણ આપવારૂપ અથવા નાશ કરવારૂપ જે ઉપક્રમ છે તે મિશ્રદ્રવ્યોપક્રમ છે. આ રીતે જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યોપક્રમનું સ્વરૂપ વર્ણવ્યું. આ રીતેનો આગમદ્રવ્યોપક્રમનું નિરૂપણ કર્યું અને દ્રવ્યોપક્રમનું વર્ણન પણ પૂર્ણ થયું. 77-78] હળ અને કુલિક વડે ખેતરને બી વાવવા યોગ્ય બનાવવા અથવા બીજોત્પાદનને અયોગ્ય બનાવવરૂપ જે ઉપક્રમ- તે ક્ષેત્રોપક્રમ છે. કાલોપક્રમનું સ્વરૂપ કેવું છે? નાલિકા કીલ આદિ સાધનો વડે કાળનું યથાવત્ પરિજ્ઞાન થાય તે પરિકમકાલોપક્રમ છે અને નક્ષત્રોની ચાલવડે કાળનો નાશ તે વસ્તુવિનાશરૂપ ક્ષેત્રોપક્રમ છે. [77] ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ભાવોપક્રમના બે પ્રકાર કહ્યા છે. તે આ. પ્રમાણે- આગમભાવપક્રમ નોઆગમભાવોમ. જ્ઞાયક-ઉપક્રમ શબ્દના અર્થનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103