Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ સુત્ર-૪૪ 307 લક, ઘોટકમુખ, શટકભદ્રિકા, કાપિિસક, નાગસૂક્ષ્મ, કનકસપ્તતિ, કામશાસ્ત્ર, વૈશેષિકશાસ્ત્ર, ત્રિપિટક નામક બૌદ્ધશાસ્ત્ર, કપિલનું સાંખ્યદર્શન ચાવાકદર્શન, ષષ્ઠિતંત્ર, માઠરનિમિત્તશાસ્ત્ર, પુરાણ, વ્યાકરણ, અથવા 72 કળાઓના પ્રતિપાદકશાસ્ત્રો અંગ. ઉપાંગ સહિત ચાર વેદ, આ બધા લૌકિકનોઆગમભાવશ્રુત છે. [46] લોકોરિકનો આગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે ? લોકોરિકનોઆગમ ભાવકૃત તે છે જે જ્ઞાનવરસકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનાર, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલિક પદાર્થોને જાણનારા, સર્વજ્ઞ, સર્વદર્શી ત્રણેલોકવત જીવો દ્વારા અવલકિત, મહિત અથતિ યથાવસ્થિત ગુણોના કિીર્તનરૂપ ભાવસ્તવનથી સંસ્તુત, પૂજિત અપ્રતિહત જ્ઞાન દર્શનને ધારણ કરનારા, અરિહંતભગવંતો દ્વારા બાર અંગવાળું આ જે ગણિપિટકછે - આચારાંગ સૂત્રકતાંગ સ્થાનાંગ સમવાયાંગ વિવાહપ્રજ્ઞપ્તિ જ્ઞાતાધર્મકથા ઉપાસકદશાંગ અંતકૃતદશાંગ અનુત્તરોપપાતિકદશાંગ દ્રષ્ટિવાદ તે લોકોત્તરિકનોઆગમભાવકૃત છે. આ નોઆગમભાવશ્રુતનું સ્વરૂપ છે. આ ભાવથુતનું વર્ણન થયું. 4i7-49] તે શ્રુતના ઉદાત્તાદિ વિવિધ સ્વરોથી યુક્ત તથા કકરાદિ અનેક વ્યંજનોથી યુક્ત એકાર્યવાચક નામો આ પ્રમાણે છે- શ્રુત- સૂત્ર-ગ્રંથ-સિદ્ધાંત શાસન આજ્ઞા-વચન-ઉપદેશ-પ્રજ્ઞાપના-આગમ- આરીતે શ્રતનું નિરૂપણ સમાપ્ત થાય છે. [5] સ્કન્ધનું સ્વરૂપ કેવું છે? સ્કન્ધના ચાર પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણેનામસ્કન્ધ સ્થાપનાસ્કન્ધ દ્રવ્યસ્કન્ધ ભાવકલ્પ. પિ૧] નામસ્કન્ધ અને સ્થાપના સ્કલ્પનું સ્વરૂપ નામઆવશ્યક અને સ્થાપના આવશ્યકની જેમજ સમજી લેવું જોઈએ. [52] દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યસ્કન્ધના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- આગમવ્યસ્કન્ધ નોઆગમદ્રવ્યસ્કન્ધ. આગમદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? જે સાધુએ સ્કન્ધ' આ પદના અર્થને ગુરુ સમીપે શીખી લીધો છે અને ઉપયોગ સહિત છે તે આગમદ્રવ્યસ્કન્ધ છે. શેષ સર્વ દ્રવ્ય આવશ્યક મુજબ જાણવું. વિશેષતા એટલી છે કે દ્રવ્યસ્કન્ધનું કથન કરીએ ત્યારે દ્રવ્યાવશ્યકના સ્થાને દ્રવ્યસ્કન્ધ કહેવું. જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે સચિત્ત અચિત્ત અને મિશ્ર. [પ સચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? સચિત્તદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકારો પ્રરૂપ્યાં છે. તે આ પ્રમાણે- હયસ્કન્ધ, ગજકર્ધ, કિન્નરસ્કન્ધ, કિંપુરુષસ્કન્ધ, મહોરગસ્કન્ધ, ગંધર્વકલ્પ, વૃષભસ્કન્ધ જીવનો ગૃહીત શરીર સાથે અમુકરૂપે અભેદ છે, છતાં પણ સચિતદ્રવ્યસ્કન્ધનો અધિકાર ચાલતો હોવાથી અહીં તે તે પયયમાં રહેલા જીવોમાંજ પરમાર્થતઃ સચેતનતા હોવાથી હયાદિ જીવોજ વિવક્ષિત થયા છે. દધિષ્ઠિતશરીરની વિવક્ષા થઈ નથી. [54] અચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? આચિત્તદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકાર પ્રરૂપ્યાં છે. આ પ્રમાણે દ્વિઅદેશિક ત્રિપ્રદેશિક વાવતુ દસપ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક, અનંતપ્રદેશિક આ અચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103