Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ 311 સુત્ર- 79 સાસુના વચનથી તેનો ગુસ્સો ઉતરી ગયો. ત્યારબાદ ડોડિણિ-બાણીએ ત્રીજી પુત્રીને સલાહ આપી કે બેટી ! તારા પતિ દ્રારાધ્ય છે, માટે તારે તેમની આજ્ઞાનું બરાબર પાલન કરવું અને ખૂબજ સાવધાનીપૂર્વક તેમની સેવા કરવી. - હવે પરનો ભાવ જાણવાને સમર્થ એવી વિલાસવતીનામક ગણિકાનું દ્રશંત આપે છેઃ- એક નગરમાં કોઈએક ગણિકા રહેતી હતી. તે 64 કળાઓમાં નિપુણ હતી. તેણે પરનો અભિપ્રાય જાણવા આ પ્રકારની પદ્ધતિ અપનાવી હતી. તેણે પોતાના રતિભવનની ભીંતો પર જુદા જુદા પ્રકારની ક્રિયાઓ કરતાં વિવિધ જાતિના પુરૂષોના ચિત્રો દોરાવ્યાં હતાં. જે પુરૂષ ત્યાં આવતો, તે પોતાના જાતિયોચિત ચિત્રનું નિરીક્ષણ કરવામાં તન્મય થઇ જતો તેના આ પ્રકારના વર્તનથી તેની જાતિ, સ્વભાવ, રુચિ આદિને વિલાસવતી સમજી જતી હતી અને તે પુરૂષની સાથે તેની જાતિરુચિને યોગ્ય વર્તાવ બતાવીને તેને સત્કારાદિ દ્વારા ખુશખુશ કરી નાખતી. તેના વતવ આદિથી ખુશ થઈને તેને ત્યાં જનાર પુરૂષો ખૂબ ધન આપીને સંતોષ પ્રગટ કરતાં. અમાત્ય કેવી રીતે પરના અભિપ્રાયને જાણી લેતો તેનું દ્રષ્ટાંત આપે છે. કોઈ એક નગરમાં ભદ્રબાહુરાજા રાજ્ય કરતો હતો. તેને સુશીલ નામે અમાત્ય હતો. તે પરના અભિપ્રાયને જાણવામાં નિપુણ હતો. એક દિવસ રાજ અમાત્યસાથે અશ્વક્રિડા કરવા, નગર બહાર ગયો. ચાલતાં ચાલતાં માર્ગમાં કોઈ એક પડતર પ્રદેશ પર ઉભા રહી ઘોડાએ લઘુશંકા કરી તે મૂત્ર સૂકાઈ ન જતાં ત્યાં જમીન પરજ એમને એમ પડ્યું રહ્યું. રાજા અને અમાત્ય તેજ રસ્તેથી થોડીવાર પછી પાછા ફર્યા. તે પડતર જમીન પર ઘોડાના મૂત્રને વિના સૂકાયેલું જોઈને રાજાના મનમાં વિચાર આવ્યો- જો આ જગ્યાએ તળાવ ખોદાવવામાં આવે, તો તે તળાવ કાયમ અગાધ જળથી ભરપૂર રહેશે. તેનું પાણી સૂકાશે નહીં. આ પ્રકારનો વિચાર કરતો-કરતો રાજા ભૂમિભાગ તરફ ઘણીવાર સુધી તાકી રહ્યો. ત્યારબાદ રાજા અમાત્ય સાથે રાજમહેલ તરફ ચાલ્યો ગયો. તે ચતુર અમાત્ય રાજાના મનોગત ભાવને બરાબર સમજી ગયો. તેણે રાજાને પૂછ્યા વિનાજ તે. જગ્યાએ એક વિશાળતળાવ ખોદાવ્યું. અને તેના કિનારે વિવિધ પ્રકારનાં અને વિવિધઋતુઓના ફળ-ફૂલથી સંપન્નવૃક્ષો રોપાવી દીધા. ત્યારબાદ રાજા ફરી કોઈવાર અમાત્ય સાથે તે જ રસ્તેથી ફરવા નીકળ્યો. પેલી જગ્યાએ વૃક્ષોના ઝુંડોથી સુશોભિત જળાશયને જોઈ રાજાએ અમાત્યને પૂછ્યું-અરે ! આ રમણીય જળાશય કોણે બંધાયું છે ? અમાત્યે જવાબ આપ્યો- મહારાજ ! આપેજ બંધાવ્યું છે. ત્યારે રાજાને આશ્ચર્ય થયું ને અમાત્યને કહ્યું- “આ જળાશય શું મેં બંધાવ્યું છે? અમાત્યે ખુલાશો કર્યો કે- “મહારાજ ! ઘણા સમય સુધી મૂત્રને સૂકાયા વિનાનું જોઈને આપે અહીં જળાશય બંધાવવાનો વિચાર કરેલ. આપના આ મનોગત વિચારને છે, જાણી અહીં જળાશય બંધાવ્યું છે. પરના ચિત્તને સમજવાની અમાત્યની શક્તિ જોઈ રાજા ઘણો હર્ષિત થયો અને તેની પ્રશંસા કરવા લાગ્યો. આ ત્રણે ભાવપક્રમના દ્રષ્ટાંતો છે. આ ભાવપક્રમમાં સંસારરૂપ ફળજનકતાનો સદૂભાવ હોવાથી તેમને અપ્રશસ્ત કહેવામાં આવેલ છે. એ ઉપક્રમ સંસારરૂપ ફળના જનક હોવાથી અપ્રશસ્તભાવપક્રમ છે, અને ગુરુદના અભિપ્રાયને યથાર્થરૂપે જાણી લેવું તે પ્રશસ્તભાવપક્રમ છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103