Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ [301] नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમાંસ્વામિને નમઃ 'જય zzzzzzzz | અનુઓગદારાઈ assessesses (બીજી ચૂલિકા-ગુર્જરછાયાપૂર્ણ) ://z S [1] જ્ઞાન પાંચ પ્રકારનું પ્રરૂપેલું છે. તે આ પ્રમાણે છે- આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન૫ર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન [2] તે પાંચ પ્રકારના જ્ઞાનોમાંથી મતિજ્ઞાન, અવધિજ્ઞાન મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ચાર જ્ઞાન વ્યવહાર યોગ્ય ન હોવાથી સ્થાપ્ય છે. અવ્યાખ્યય હોવાથી સ્થાપનીય છે એટલે આ જ્ઞાનો શબ્દાત્મક ન હોવાને કારણે પોતાના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરી શકતા નથી, માટે એમનો અહીં અધિકાર નથી. આ ચારે જ્ઞાન ગુરુદ્વારા, શિષ્યોને “તમારે અભ્યાસ કરવો જોઇએ આ રીતે ઉપદિષ્ટ થતાં નથી. ‘સ્થિર અને પરિચિત કરો આ પ્રકારે સમુપદિષ્ટ થતાં નથી. અને હૃદયમાં ધારણ કરી’ એમ તેની અનુજ્ઞા આપતી નથી. કિન્તુ શ્રુતજ્ઞાનનો ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા, અનુયોગ હોય છે. [3] જો શ્રુતજ્ઞાનમાં ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ થાય છે તો શું અંગપ્રવિષ્ટ શ્રતમાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ થાય છે કે અનંગપ્રવિષ્ટમૃતમાં ઉદેશ યાવતુ અનુયોગની પ્રવૃત્તિ થાય છે? આયારો આદિ અંગપ્રવિષ્ટકૃતમાં ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવર્તે છે. તેમજ દશવૈકાલિકાદિ અનંગપ્રવિષ્ટ શ્રુતમાં પણ ઉદ્દેશ યાવતુ અનુયોગ પ્રવર્તે છે. એટલે બન્ને પ્રકારના શ્રતના ઉદ્દેશ આદિ થાય છે, પણ અહીં જે પ્રારંભ કરાય છે તે અનંગપ્રવિષ્ટ કૃતનો અનુયોગ છે. [4] જો અનંગપ્રવિષ્ટ શ્રુતમાં અનુયોગની પ્રવૃત્તિ થાય છે તો શું કાલિક શ્રુતમાંઅનુયોગની પ્રવૃત્તિ થાય છે કે ઉત્કાલિક શ્રતમાં-અનુયોગની પ્રવૃત્તિ થાય છે? કાલિકશ્રુત અને ઉત્કાલિક શ્રુત બન્નેમાં અનુયોગની પ્રવૃત્તિ થાય છે પરંતુ શાસ્ત્રમાં ઉત્કાલિક શ્રતનો અનુયોગ કરવામાં આવશે. [] જો ઉત્કાલિકકૃતનો અનુયોગ થાય છે તો શું આવશ્યકનો અનુયોગ થાય છે કે આવશ્યકથી અનુયોગ થાય છે ? આવશ્યક અને આવશ્યકથી ભિન્ન-બન્નેનો અનુયોગ થાય છે, પરંતુ આ જે પ્રારંભ છે તે આવશ્યકનો અનુયોગ છે. [6] આવશ્યકનો અનુયોગ છે તો શું આવશ્યક એક અંગરૂપ છે કે અનેક અંગરૂપ છે? એક શ્રુતસ્કંધરૂપ છે કે અનેક શ્રુતસ્કંધરૂપ છે? એક અધ્યયન રૂપ છે કે અનેક અધ્યયન રૂપ છે? એક ઉદ્દેશક રૂપ છે કે અનેક ઉદ્દેશક રૂપ છે? આવશ્યકસૂત્ર અનંગપ્રવિષ્ટ એટલે અંગ- બાહ્ય હોવાથી તે એક અંગ નથી અને અનેક અંગોરૂપ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103