Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ 304 અનુઓ દારાઈ -(18) કારણરૂપ આધારવાળું હોવાથી તે દ્રવ્યાવશ્યક કહેવાય છે. આ શાયક શરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ છે? [18] તે ભવ્ય શરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? સમય પૂર્ણ થવાપર યોનિ સ્થાનમાંથી જે જીવ બહાર નીકળ્યો છે તે જીવ તેજ પ્રાપ્ત શરીર દ્વારા જિનોપદિષ્ટ ભાવઅનુસાર આવશ્યકસૂત્રને ભવિષ્યમાં શીખશે, વર્તમાનમાં શીખી રહ્યો નથી એવા તે ભવ્ય જીવનું તે શરીર ભવ્ય શરીરદ્રવ્યાવશ્યક કહેવાય છે. તેનું દ્રષ્ટાંત શું છે? મધ અને ઘી ભરવા માટેના બે ઘડા હોય, જેમાં હજુમધ કે ઘી ભર્યું નથી તેને માટે કહેવું કે “આ મધુકુંભ છે” અથવા “આ ધૃતકુંભ છે તેવી રીતે આ વર્તમાન શરીરમાં ભવિષ્યકાલિન આવશ્યક રૂપ પયયના કારણોનો અભાવ હોવાથી તે દ્રવ્યાવશ્યક છે. આ ભવ્ય શરીરવ્યાવશ્યકનું સ્વરૂપ છે. [19] જ્ઞાયક શરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે? જ્ઞાયક શરીર-ભવ્ય શરીર દ્રવ્યાવશ્યકના ત્રણ પ્રકાર છે લૌકિક, કુપ્રાવચનિક, લોકોત્તરિક. [2] લૌકિકદ્રવ્યાશ્યકનું સ્વરૂપ કેવું છે? રાજા યુવરાજ, તલવર રાજા ખુશ થઈ જેને સુવર્ણપટ્ટ આપે તે, માંડલિકમડંબનો અધિપતિ, કૌટુંબિક ઇભ્ય-હાથી પ્રમાણ ધન જેની પાસે હોય તે, શ્રેષ્ઠી સેનાપતિ સાર્થવાહ મનુષ્યો રાત્રિ વ્યતીત થઈ પરોઢીયું થતાં, ઉષા-પહેલા કરતાં ફુટતર પ્રકાશથી સંપન્ન, વિકસિત કમળપત્રોથી સંપન્ન, મૃગોના નયનોનાં ઉન્મિલનથી યુક્ત, યથાયોગ્ય પીતમિશ્રિત શુક્લ પ્રભાત થતાં, અશોકવૃક્ષ, પલાશપુષ્પ, શકના મુખ અને ચણોઠી સમાન રક્ત, સરોવરોના કમળવનોને વિકસિત કરનાર, સહસ્રરમિથી યુક્ત દિવસવિધાયક, તેજથી દેદીપ્યમાન, સૂર્યનો ઉદય થવાપર મુખધોવું, દાંત સાફ કરવા, તેલનું માલીશ કરવું, સ્નાન કરવું, વાળ ઓળવા, મંગલ માટે દુર્વાદિનું પ્રક્ષેપણ કરવું, દર્પણમાં મુખ જેવું, વસ્ત્રને સુગંધિત કરવું, પુષ્પ અને પુષ્પમાળા ગ્રહણ કરવા, પાન ખાવું, સ્વચ્છ વસ્ત્ર પહેરવા આદિ દ્રવ્યાવશ્યક કરે છે, ત્યારબાદ તેઓ રાજ દરબારમાં, દેવાલયમાં, આરામગૃહમાં, બાગમાં, સભામાં અથવા પ્રપા-પરબ તરફ જાય છે તે લૌકિકદ્રવ્યાવશ્યક છે. [21] કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે. જે આ ચરક-સમુદાયમાં એકઠા મળી ભિક્ષા માંગનાર, ચીરિક-માર્ગપર પડેલા વસ્ત્રખંડો એકઠા કરી ધારણ કરનાર, ચર્મખંડિક-ચામડાનાવસ્ત્ર પહેરનાર ભિક્ષોંડભિક્ષામાં પ્રાપ્ત થયેલા અન્નથી જ પોતાનું પેટ ભરે શરીરપર ભસ્મ લગાડનાર, ગોતમવિવિધ અભિનય બતાવી ભિક્ષાવૃત્તિ મેળવનાર, ગોવ્રતિક, ગૃહિધમ-ધર્મચિંતક અવિરૂદ્ધ - માતાપિતા, તિર્યંચ વગેરેના ભેદ વગર બધાનો વિનય કરનાર વિનયવાદી, વિરૂદ્ધ - પુણ્ય પાપ પરલોકાદિને ન માનનાર અક્રિયાવાદી, વૃદ્ધશ્રાવક-બ્રાહ્મણ કે જે પાખંડસ્થ છે તેઓ રાત્રિ વ્યતીત થતાં પ્રભાત થવાપર યાવતું સૂર્ય તેજથી જ્વાકલ્યમાન બને ત્યારે ઈન્દ્રની સ્કન્દની. રુદ્રની, શિવની, વૈશ્રમણ-કુબેરની તથા દેવ, નાગ, યક્ષ, ભૂત, મુકુન્દ, આદિવી, દુગદિવી, કોટ્ટક્રિયાદેવી વગેરેની ઉપલેપક સંમાર્જનવસ્ત્રથી મૂતિને લુછવારૂપ, દૂધાદિવડે સ્નાન કરાવવારૂપ અને ફલ, ધૂપથી પૂજા કરવારૂપ દ્રવ્યાવશ્યક કરે છે તે કુખાવચનિક દ્રવ્યાવશ્યક છે. [૨૨લોકત્તરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે? જે સાધુ શ્રમણોના મૂળગુણો અને ઉત્તરગુણોથી રહિત હોય, છકાયના જીવો પ્રત્યે અનુકંપા ન હોવાને કારણે જે અશ્વની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103