________________ સ્થાન-૨, ઉદેસી-૧ 239 જોઇએ. પૃથ્વીકાયિક જીવોના બે શરીરો હોય છે. જેમકે-આત્યંતર અને બાહ્ય. કાર્પણ આત્યંતર છે અને ઔદારિક બાહ્ય છે. વનસ્પતિકાયિક જીવો સુધી એમ જ સમજવું જોઈએ. બેઈન્દ્રિય જીવોના બે શરીરો છે. જેમકે-આત્યંતર અને બાહ્ય. કાર્પણ આવ્યંતર છે અને હાડ-માંસ, રક્તથી બનેલ દારિક શરીર બાહ્ય છે. ચઉરિન્દ્રિય જીવ સુધી એમ જાણવું. પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવોને બે શરીર છે. જેમકે-આત્યંતર અને બાહ્ય. કાર્પણ આત્યંતર છે અને હાડ માંસ રક્ત સ્નાયુ અને શિરાઓથી બનેલ દારિક શરીર બાહ્ય છે. એ જ પ્રમાણે મનુષ્યોના પણ બે શરીરો સમજવાં જોઈએ. વિગ્રહ ગતિ-પ્રાપ્ત નૈરયિકોના બે શરીર હોય છે, જેમકે-તૈજસ અને કાર્મણ. આ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી જાણવું જોઇએ. નૈરયિક જીવોના શરીરની ઉત્પત્તિ બે સ્થાનો (કારણો) થી થાય છે, જેમકે રાગથી એટલે “રાગજન્ય કર્મથી અને દ્વેષથી એટલે ‘હૈષજન્ય કર્મથી વૈમાનિકો સુધી બધા જીવોના શરીરના ઉત્પત્તિ આ જ બે કારણોથી જાણવી. નૈરયિક જીવોના શરીર બે કારણોથી પૂર્ણ અવયવવાળા હોય છે જેમકે-રાગથી અથતું રાગજન્ય કર્મથી શરીર પૂર્ણ બને છે. દ્વેષ અથતુિ દ્વેષજન્ય કર્મથી શરીર પૂર્ણ બને છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઇએ. બે કાય-જીવસમુદાય કહેલ છે. જેમકે ત્રસકાય અને સ્થાવરકાય. ત્રસકાય બે પ્રકારના કહેલ છે. જેમકે ભવસિદ્ધિક અભવસિદ્ધિક. એ પ્રમાણે સ્થાવરકાયના જીવો પણ સમજવા. [36] બે દિશાઓની અભિમુખ થઈને નિન્ય અને નિગ્રંબ્ધિઓની દીક્ષા દેવી કહ્યું છે. જેમ કે પૂર્વમાં અને ઉત્તરમાં. એ પ્રમાણે પ્રવ્રજિત કરવું, સૂત્રાર્થ શિખવું, મહાવ્રતોનું આરોપણ કરવું. સહભોજન કરવું, સહનિવાસ કરવો, સ્વાધ્યાય કરવા માટે કહેવું, અભ્યસ્ત શાસ્ત્રને સ્થિર કરવાને માટે કહેવું, અભ્યસ્ત શાસ્ત્ર અન્યને ભણાવવાને માટે કહેવું. આલોચના કરવી, પ્રતિક્રમણ કરવું, ગુરુ સમક્ષ અતિચારોની ગહ કરવી, લાગેલા દોષનું છેદન કરવું, દોષની શુદ્ધિ કરવી, પુનઃ દોષ ન કરવાને માટે તત્પર થવું. યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપગ્રહણ કરવું કહ્યું છે. બે દિશાઓની સન્મુખ થઈને નિગ્રંથ અને નિર્ઝન્થીઓને મારણાન્તિક-સંલેખના તપ વિશેષથી કર્મ-શરીરને ક્ષીણ કરવું. ભોજન પાણીનો ત્યાગ કરી પાદોપગમન સંથારો સ્વીકારી મૃત્યુની કામના નહીં કરતા. થકા સ્થિત રહેવું કહ્યું છે. જેમકે પૂર્વ દિશામાં અને ઉત્તર દિશામાં. સ્થાનઃ ૨-ઉદેસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ( સ્થાનઃ ૨-ઉદેસોઃ 2 [77] જે દેવ ઉર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલ છે. તે કલ્યોપપન (બાર દેવલોકમાં ઉત્પન) હોય, અથવા વિમાનોપપન (રૈવેયક અને અનુત્તર ઉત્પન્ન થયા) હોય, અને જે જ્યોતિષક દેવો ચારોપપનક અથવા ચાર સ્થિતિક હોય એટલે અઢી દ્વિપથી બહાર ગતિ રહિત હોય અથવા અઢી દ્વિપમાં સતત ગમનશીલ હોય તે સદા પાપ કર્મ- નો બંધ કરે છે. તેનું ફલ કેટલાક દેવ તો તે ભવમાંજ અનુભવ કરે છે. અને કેટલાક દેવ અન્ય ભવમાં અનુભવ કરે છે. નૈરયિક જીવ જે સદા સતત પાપકર્મનો બંધ કરે છે. તેનું ફલ. કેટલાક નારકી તો તે ભવમાં અનુભવ કરે છે. અને કેટલાક અન્ય ભવમાં પણ અનુભવ કરે છે. આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિકજીવ પર્યન્ત જાણવું જોઈએ. મનુષ્યો વડે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org