________________ 370 ઠાશ-૧૦-૯૦૪ ઓમાં દસ મહાનદીઓ મળે છે. તે આ પ્રમાણે ગંગા નદીમાં મળવા વાળી પાંચ નદીઓ યમુના, સરયુ, આવી, કોશી, મહી, સિંધુ નદીમાં મળવા વાળી પાંચ નદીઓ શતદ્ધ, વિવ સા, વિભાસા, એરાવતી, ચંદ્રભાગા. જબૂદ્વીપના મેરૂથી ઉત્તર દિશામાં રક્તા અને રક્તવતી મહાનદીમાં દશ મહાનદીઓ મળે છે. જેમકે-કૃષ્ણા, મહાકૃષ્ણા, નીલા, મહાનીલા, તીરા, મહાતીરા, ઈન્દ્રા ઈન્દ્રયણા, વારિણા અને મહાભોગા. 0i5-906] જંબુદ્વિીપના ભરતક્ષેત્રમાં દશ રાજધાનીઓ છે. ચંપા, મથુરા વારાણસી, શ્રાવસ્તી, સાકેત, હસ્તિનાપુર, કાંડિલ્યપુર, મિથિલા, કૌશામ્બી, રાજગૃહ, ૯િ૦આ દશ રાજધાનીઓમાં દશ રાજા મુંડિત યાવતું પ્રવ્રજિત થયાં ભરત, સગર, મધવ, સનકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મહાપા, હરિણ, જયનાથ. [908] જંબૂદ્વીપનો મેરૂપર્વત ભૂમિમાં દસ સો એક હજાર યોજન ઉંડો છે. ભૂમિ પર દસ હજાર યોજન પહોળો છે. ઉપર દસ સો એક હજાર યોજન પહોળો છે. દસ દસ હજાર એક લાખ યોજનનો મેરૂ પર્વતની સમગ્ર પરિમાણ છે. ૯૦૯-૧૦]જંબૂદ્વીપર્વત મેરૂપર્વતના મધ્યભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીની ઉપર અને નીચેના બે ક્ષુલ્લક પ્રતિરો છે. લઘુ પ્રતિરોમાં આઠ રૂચકાકાર પ્રદેશો છે. (ગાયના આંચળને રૂચક કહે છે. તેથી તેવા આકારે ચાર રૂચકાકાર પ્રદેશો ઉપરના પ્રતરમાં છે અને ચાર નીચેના પ્રતરમાં છે.) એમ આઠ પ્રદેશો થાય છે. જેમકે- પૂર્વ, પૂર્વ દક્ષિણ, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમઉત્તર, ઉત્તર, ઉત્તરપૂર્વ, ઉર્ધ્વ, અઘોદિશા. આ દશ દિશાઓના દસ નામ આ પ્રમાણે છે–એન્ટ્રી, આગ્નેયી, યમાં, મૈત્રરત્યી, વારુણી, વાયવ્યા, સોમા, ઈશાન, વિમલા, તમાં. [૯૧૧]લવણ સમુદ્રના મધ્યમાં દસ હજાર યોજનાનું ગોતીર્થવિરહિત ક્ષેત્ર છે. લવણ સમુદ્રના જલની શિખા દસ હજાર યોજનની છે. દરેક ચાર પાતાલ કલશ દશ-દશ સહસ્ત્ર એટલે એક એક લાખ યોજનના ઉંડા છે. તે કલશો મૂલમાં દશ હજાર યોજનના પહોળા છે. મધ્ય ભાગમાં એક પ્રદેશવાળી શ્રેણીમાં દસ-દસ હજાર [એક લાખયોજન પહોળા કહેલા છે. કળશોનું મુખ દશ હજાર યોજન પહોળું છે. તે મહાપાતાલ કળશોની ઠીકરી વજમય છે અને દસ સો યોજનાની અને સર્વત્ર સમાન પહોળી છે. દરેક લઘુપાતાલ કલશ એક હજાર યોજન ઉંડા છે. મૂલમાં એકસો યોજન પહોળા છે. મધ્ય ભાગમાં એક પ્રદેશવાળી શ્રેણીમાં એક હજાર યોજન પહોળા છે. કળશોનું મુખ સો યોજન પહોળુ છે. તે લઘુ પાતાલ કલશોની ઠીકરી વજમય છે દશ યોજનની છે અને સર્વત્ર સમાન પહોળી છે. [૯૧૨]ધાતકીખંડ દ્વીપના મેરૂ, ભૂમિમાં એક હજાર યોજનના ઉંડા છે. ભૂમિ પર કંઈક ન્યૂન દશ હજાર યોજન પહોળા છે. ઉપર એક હજાર યોજન પહોળા છે. પુષ્કરવાર અર્ધદ્વીપના મેરૂ પર્વતોનું પ્રમાણ પણ આ પ્રકારનું જ છે. ૯િ૧૩]દરેક વૃત્તવૈતાઢય પર્વત એક હજાર યોજન ઊંચા છે. ભૂમિમાં એક હજાર) ગાઉ ગહેરા છે. સર્વત્ર સમાન પત્યેક સંસ્થાનથી સંસ્થિત છે અને એક હજાર યોજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org