Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 155
________________ સન-૧૦ 39 [૮૯૯)શ્રમણ ધર્મ દસ પ્રકારના છે, જેમકે-ક્ષમા, નિલભતા, સરળતા, મૃદુતા. લઘુતા, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય. વૈયાવૃત્ય દસ પ્રકારના છે, જેમકે- આચાર્યની, ઉપાધ્યાયની, સ્થવિર સાધુઓની, તપસ્વીની, ગ્લાન ની, શૈક્ષ, કુલની, ગણની, ચતુર્વિધ સંઘની અને સાઘર્મિકની વૈયાવૃત્ય. [900 જીવપરિણામ દસ પ્રકારના છે, જેમકે–ગતિપરિણામ, ઈન્દ્રિયપરિણામ, કષાયપરિણામ, વેશ્યાપરિણામ, યોગપરિણામ, ઉપયોગપરિણામ, જ્ઞાનપરિણામ, દર્શનપરિણામ, ચારિત્રપરિણામ, અને વેદપરિણામ,અજીવપરિણામ દસ પ્રકારના છે. યથાબંધનપરિણામ,ગતિપરિણામ,સંસ્થાનપરિણામ ભેદપરિણામ,વર્ણપરિણામ રસ પરિણામ, ગંધપરિણામ, સ્પર્શપરિણામ, અગુરૂલઘુપરિણામ, અને શબ્દપરિણામ. ૯૦૧આકાશસંબંધી અસ્વાધ્યાય દસ પ્રકારના છે. જેમકે-ઉલ્કાપાત- આકાશથી પ્રકાશપુંજનું પડવું. તે પડતાં એ પ્રહર સુધી અસ્વાધ્યાય દિશાદાહ-મહાનગરના દાહસમાન આકાશમાં પ્રકાશ દેખાય, તેમાં એક પ્રહર સુધી અસ્વાધ્યાય. ગર્જનાઆકાશમાં અકાલે ગર્જના થાય તો બે પ્રહર સુધી અસ્વાધ્યાય. વિદ્યુત-અકાલે વીજળી થાય તો એક પ્રહર સુધી અસ્વાધ્યાય. નિધતિ આકાશમાં વ્યંતરાદિ દેવો વડે કરાયેલ મહાધ્વનિ અથવા ભૂમિકંપાદિ થાય તો તેમાં આઠ પ્રહર સુધી અસ્વાધ્યાય, જૂગયસંધ્યા એ ચંદ્રપ્રભાનું મળવું. યક્ષાદીત–આકાશમાં પક્ષના પ્રભાવથી જાજ્વલ્યમાન અગ્નિ દેખાય, તેમાં સ્વાધ્યાય ન કરવો. ધૂમિકા-ધુમાડાના જેવી વર્ણવાળા સૂક્ષ્મ વૃષ્ટિ, મિહિકા-શરદ કાલમાં થવા વાળી સૂક્ષ્મ વષ, રજઘાતુ સ્વભાવથી ચારે દિશામાં સૂક્ષ્મ રજની વૃષ્ટિ જ્યોસુધી થાય છે ત્યાંસુધી અસ્વાધ્યાય હોય છે. ઔદારિક મનુષ્ય અને તિર્યંચના શરીર સંબંધી અસ્વાધ્યાય દસ પ્રકારે છે. જેમકે-અસ્થિ હાડકાં, માંસ, લોહી, અશુચિ સામંત–મૂત્ર અને વિષ્ટા સમીપમાં હોય તો અસ્વાધ્યાય, સ્મશાનની સમીપ, ચંદ્ર ગ્રહણ હોય તો સૂર્ય ગ્રહણ હોય તો પતન-રાજા, મંત્રી, સેનાપતિ, ગ્રામાધિપતિ પ્રમુખનું મરણ થાય તો અહોરાત્ર સુધી અસ્વાધ્યાય. રાજીવગ્રહ–રાજા વિગેરેનો સમીપમાં સંગ્રામ થતો હોય તો, ઉપાશ્રય અંદર ઔદારિક શરીર પડેલું હોય તો એકસો હાથની અંદર અસ્વાધ્યાય છે. [૯૦૨પંચેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને દસ પ્રકારનો સંયમ થાય છે. જેમકે–શ્રોત્રેન્દ્રિયનું સુખ નષ્ટ નથી થતું. શ્રોત્રેન્દ્રિયનું દુખ પ્રાપ્ત નથી થતું યાવતુસ્પર્શેન્દ્રિયનું સુખ નષ્ટ નથી થતું. સ્પર્શેન્દ્રિયનું દુઃખ પ્રાપ્ત નથી થતું. એ પ્રમાણે અસંયમ પણ દસ પ્રકારનો કહેવો જોઈએ. [૯૦૩]સૂક્ષ્મ દસ પ્રકારના છે. જેમકે–પ્રાણસૂક્ષ્મ-કુંથાઆ વિગેરે, પનક સૂક્ષ્મફૂલણ આદિ, બીજસૂક્ષ્મ-ડાંગર આદિનો અગ્રભાગ, હરિતસૂક્ષ્મ-સૂક્ષ્મ હરી ઘાસ, પુષ્પસૂક્ષ્મ-વડ આદિના પુષ્પ, અંડસૂક્ષ્મ-કીડી આદિના ઈંડા લયનસૂક્ષ્મ-સ્નેહ સૂક્ષ્મઘુઅર આદિ, ગણિત સૂક્ષ્મ-સૂક્ષ્મબુદ્ધિ વડે ગહન ગણિત કરવું ભંગ સૂક્ષ્મ- સૂક્ષ્મબુદ્ધિથી ગહન ભાંગા બનાવવા. [૯૦૪]જબૂદીપસંબંધી મેરૂપર્વતથી દક્ષિણ દિશામાં ગંગા, સિંધુ મહાનદી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171