Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 154
________________ ઠાશં- 10892 શરીરના વાયુથી પ્રેરિત પુદ્ગલો ચલિત થાય છે. [893 દશ કારણો વડે ક્રોધની ઉત્પતિ થાય છે, જેમકે મારા મનોજ્ઞ શબ્દ સ્પર્શ રસ, રૂપ અને ગંધ રૂ૫ ઈન્દ્રિય વિષયોને આ પુરૂષ અપહરેલ હતા એમ ચિંતન કરવાથી-મને અમનોજ્ઞ, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ ગંધ આ પુરૂષે આપ્યા હતા એમ ચિંતન કરવાથી મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ વિષયોને આ પુરૂષ અપહરણ કરશે એમ ચિંતન કરવાથી. મને અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ આ પુરૂષ આપશે એમ ચિંતન કરવાથી મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનું આ પુરૂષ અપહરણ કર્યું હતું. કરે છે અને કરશે. એમ ચિંતન કરવાથી. અમનોજ્ઞ શબ્દ યાવતુ ગંધ આપ્યું હતું. આપે છે અથવા આપશે એમ ચિંતન કરવાથી. આ પરણે મારા મનોજ્ઞ શબ્દયાવતુ-ગંધનું અપહરણ કર્યું. કરે છે અથવા કરશે તથા આ પુરૂષે અમનોજ્ઞ-શબ્દયાવતુ-ગંધ આપ્યું. આપે છે અને આપશે, એમ ચિંતન કરવાથી. [૮૯૪]સંયમ દશ પ્રકારની કહેલ છે, જેમકે પૃથ્વીકાયિક જીવોનો સંયમ વનસ્પતિકાયિક જીવોનો સંયમ, બેઈન્દ્રિય જીવોનો સંયમ, તે ઈન્દ્રિય જીવોનો સંયમ. ચઉરિદ્રિય જીવોનો સંયમ, પંચેન્દ્રિય જીવોનો સંયમ, અજીવ કાયસંયમ. અસંયમ દશ પ્રકારનો છે, જેમકે–પૃથ્વીકાયિક જીવોનો અસંયમ- યાવતવનસ્પતિકાયિક જીવોનો અસંયમ, બેઈન્દ્રિય જીવોનો અસંયમચાવતુ, પંચેન્દ્રિય જીવોનો અસંયમ, અજીવકાય અસંયમ. સંવર દશ પ્રકારનો છે, જેમકે-શ્રોત્રેન્દ્રિય સંવરચાવ-સ્પર્શેન્દ્રિય સંવર, મનસંવર, વચનસંવર, કાયસંવર, ઉપકરણ સંવર, સૂચીકુશાગ્રસંવર (નાનામાં નાની વસ્તુને પણ સંવર કરીને રાખવું.) અસંવર દશ પ્રકારના છે, જેમકે-શ્રોત્રેન્દ્રિય- અસંવર-યાવતું, સૂચીકુહાગ્ર અસંવર. [૮૯૫દસ કારણોથી મનુષ્યને અભિમાન ઉત્પન્ન થાય છે, જેમકે જાતિમદથી, કુલમદથી-યાવત્, ઐશ્વર્યના મદથી, નાગકુમાર દેવ અથવા સુવર્ણકુમાર દેવો મારી પાસે શીધ્ર આવે છે એ પ્રકારના મદથી, પાકત પુરૂષોને થાય તે કરતાં વધારે શ્રેષ્ઠ અવધિજ્ઞાન અને અવધિદર્શન અને ઉત્પન્ન થયેલ છે, એ પ્રકારના મદથી. [૮૯ોસમાધિ દસ પ્રકારની છે, જેમકે-પ્રાણાતિપાતથી વિરત થવું. મૃષાવાદથી વિરત થવું, અદત્તાદાનથી વિરત થવું, મેથુનથી વિરત થવું. પરિગ્રહથી વિરત થવું ઈયસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ. આદાન-ભંડમાત્રનિક્ષેપણાસમિતિ, ઉચ્ચાર-પ્રશ્રવણ-શ્લેષ્મ સિંધાણ-પરિસ્થાનિકા સમિતિ. અસમાધિ દસ પ્રકારની છે, જેમકે–પ્રાણાતિપાત યાવતુ-પરિગ્રહ, ઈય અસમિતિ-ચાવતું ઉચ્ચાર- પ્રશ્રવણશ્લેષ્મ- સિંધાણપરિસ્થાનિકા અસમિતિ. [897-898] પ્રવ્રયા દસ પ્રકારની છે, જેમકે છંદા-પોતાની ઈચ્છાથી દીક્ષા લેવાય છે તે. રોષા-રોષથી લેવાતી દીક્ષા, પરિજીણ. દરિદ્રતાના કારણે લેવાથી દીક્ષા, સ્વપ્ના-સ્વપ્નદર્શનથી દીક્ષા લે,પ્રતિકૃતા-પ્રતિજ્ઞા લેવાથી દીક્ષા લે, સ્મારણા-પૂર્વ- ભવના સ્મરણથી દીક્ષા લે, રોગિણિકા- રોગ થવાથી દીક્ષા લે, અનાદતા અનાદરથી દીક્ષા લે, દેવસંજ્ઞપ્તિ દેવતાના ઉપદેશથી દીક્ષા લે. વત્સાનુ- બંધિની-પુત્રનેહથી દીક્ષા લે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171