Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 153
________________ સ્થાન-૧૦ 367 એક લોકસ્થિતિ છે. જીવ સદા મોહનીયરૂપ પાપ કર્મનો બંધ કરે છે, આ પણ એક લોકસ્થિતિ છે. એવી જ રીતે-કોઈ કાળે એમ થયું નથી, થતું નથી અને થશે પણ નહિ કે જીવો અજીવ થઈ જાય કે અજીવો જીવ થઈ જાય. આ પણ એક લોકસ્થિતિ છે. કોઈ કાળે એમ થયું નથી થતું નથી અને થશે નહિ કે ત્રસ પ્રાણીઓનો સર્વથા ઉચ્છેદ-અભાવ થઈ જાય અથવા સ્થાવર જીવોનો સર્વથા ઉચ્છેદ થઈ જાય. ત્રસ પ્રાણીઓ સદૈવ રહેશે, સ્થાવર પ્રાણીઓ પણ સદૈવ રહેશે. એ પણ એક લોક સ્થિતિ છે. એમ થયું નથી થતું નથી અને થશે નહિ કે લોક, અલોક થઈ જાય અથવા અલોક, લોક થઈ જાય. એમ પણ થયું નથી, થતું નથી અને થશે નહિ કે લોક અલોકમાં પ્રવિષ્ટ થઈ જાય અથવા અલોક, લોકમાં પ્રવિષ્ટ થઈ જાય. જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવ છે અને જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી લોક છે જ્યાં સુધી જીવો અને પુદ્ગલોની ગતિ પર્યાય છે. ત્યાં સુધી લોક છે જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવો અને પુદ્ગલોની ગતિ પર્યાય છે. લોકાન્તમાં સર્વત્ર અબદ્ધ અસ્પૃસ્ટ અને રૂક્ષ મુદ્દગલો છે તેથી જીવ અને પુદ્ગલ લોકાત્તની બહાર ગમન કરી શકતા નથી. આ પણ એક લોકસ્થિતિ છે. [૮૮૯-૮૯૦)શબ્દ દસ પ્રકારના છે. નિહારી-ઘટની સમાન ઘોષવાળો શબ્દ. પિડિમ-ઢોલની સમાન ઘોષરહિત શબ્દ રૂક્ષ-શબ્દ, ભિન્ન- કુષ્ટા- દિરોગથી પીડિત રોગીની સમાન શબ્દ, જર્જરિત-વીણાની સમાન શબ્દ. દીર્ઘ-દીર્ઘ અક્ષરના ઉચ્ચારણવાળો શબ્દ હસ્વ હૃસ્વ અક્ષરના ઉચ્ચારણવાળો શબ્દ પૃથકૃત્વ-અનેક પ્રકારના વાદ્યોનો એક સમવેત સ્વર, કાકણી-કોયલની સમાન સૂક્ષ્મ કણ્ડથી નીકળતો શબ્દ. કિંકિણીનાની નાની ઘંટિઓથી નીકળતો શબ્દ. ૮િ૯૧]ઇન્દ્રિઓના દશ વિષય અતીત કાલ સંબંધી છે, જેમકે-અતીતમાં એક વ્યક્તિએ એક દેશ (કાન) થી શબ્દ સાંભળેલ છે. અતીતમાં એક વ્યક્તિએ સર્વ દેશ (બને કાનો) થી શબ્દ સાંભળેલ છે. અતીતમાં એક વ્યક્તિએ એક દેશ (આંખ) થી રૂપને જોયેલ છે. અતીતમાં એક વ્યક્તિએ સર્વથી (બન્ને આંખોથી) રૂપને જોયેલ છે. એ પ્રમાણે ગંધોને સુંધેલ છે. રસોને આસ્વાદેલ છે. યાવતુ-સ્પશને દેશવડે તથા સર્વવડે સ્પર્શેલ- છે. ઈન્દ્રિઓના દશ વિષય વર્તમાન કાલ સંબંધી છે. યથા-વર્તમાનમાં એક વ્યક્તિ એક દેશ એક કાન) થી શબ્દ સાંભળે છે. વર્તમાનમાં એક વ્યક્તિ સર્વ દેશ (બને કાનો) થી શબ્દ સાંભળે છે. એ પ્રમાણે રૂપને જુએ છે, ગંધોને સુંઘે છે, રસોને આસ્વાદે છે. વાવતુ-સ્પર્શીને દેશવડે તથા સર્વવડે સ્પર્શે છે. ઈન્દ્રિઓના દશ વિષય ભવિષ્ય કાલના છે. ભવિષ્યમાં એક વ્યક્તિ સર્વ દેશ (બન્ને કાનો) થી શબ્દ સાંભળશે. એ પ્રમાણે રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ઉપર પ્રમાણે બે-બે ભેદ સમજવા [૮૯૨શરીર અથવા સ્કંધથી પૃથક ન થયેલ પુદ્ગલો દશ પ્રકારથી ચલિત થાય છે.આહાર કરતા થકા પુદ્ગલો ચલિત થાય છે. રસ, રૂપમાં પરિણત થતા પુદ્ગલો ચલિત થાય છે. ઉચ્છવાસ અથવા નિશ્વાસ લેતા સમયે વાયુના પુદ્ગલો ચલિત થાય છે. વેદના ભોગવતા સમયે પુદ્ગલો ચલિત થાય છે. નિર્જરિત પુદ્ગલો ચલિત થાય છે. વૈક્રિય શરીરરૂપમાં પરિણત થતા પુદ્ગલો ચલિત થાય છે. મૈથુન સેવન કરતા સમયે શુક્રના પુદ્ગલો ચલિત થાય છે, યક્ષાવિષ્ટ પુરૂષના શરીરના પુદ્ગલો ચલિત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171