Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 151
________________ 35 પ્રગ્રહિક-પાત્ર આદિ મારા છે. તે વિમલવાહન ભગવાન્ જે જે દિશામાં વિચરવું ઈચ્છશે તે તે દિશામાં સ્વેચ્છાપૂર્વક શુદ્ધ ભાવથી ગર્વરહિત તથા સર્વથા મમત્વરહિત થઈને સંયમથી આત્માને ભાવિત કરતા થકા વિચરશે. તે વિમલવાહન ભગવાનને જ્ઞાન, દર્શન, ચારિત્ર, વસતિ અને વિહારની ઉત્કૃષ્ટ આરાધના કરવાથી સરલતા મૃદુતા લઘુતા ક્ષમા નિલભતા, મન વચન કાયાની ગુપ્તિ, સત્ય, સંયમ, તપ શૌચ અને નિર્વાણ માર્ગની વિવેકપૂર્વક આરાધના કરવાથી શુકલ ધ્યાન ધ્યાતા થકા અનંત સર્વોત્કૃષ્ટ બાધા રહિત યાવતુ કેવળ-જ્ઞાનદર્શન ઉત્પન્ન થશે ત્યારે તે ભગવાન અહત જિન થઈ જશે. કેવલજ્ઞાન- દર્શનથી તે દેવો, મનુષ્યો અને અસુરોથી પરિપૂર્ણ લોકના સમસ્ત પર્યાયોને જોશે. સંપૂર્ણ લોકના દરેક જીવોની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન ઉપપાત, તર્ક, માનસિકભાવ, ભક્ત, કૃત, સેવિત પ્રગટ કર્યો અને ગુપ્ત કમને જાણશે. તે પૂજ્ય ભગવાન સંપૂર્ણલોકમાં તે સમયના મન, વચન અને કાયિક યોગમાં વર્તમાન સર્વ જીવોના સર્વ ભાવોને જોતા થકા વિચરશે. તે સમયે તે ભગવાન કેવળજ્ઞાન, કેવળ દર્શનથી સમસ્તલોકને જાણીને શ્રમણ નિગ્રંથોની પચ્ચીસ ભાવનાસહિત પાંચ મહાવ્રતોનું તથા છ જવનિકાય ધર્મનો ઉપદેશ આવશે. હે આર્યો! જે પ્રકારે મારા વડે શ્રમણ નિગ્રંથોનો એક આરંભ સ્થાન કહેલ છે તે પ્રમાણે મહાપદ્મ અહંત પણ શ્રમણ નિગ્રંથોનું એક આરંભ સ્થાન કહેશે. હે આયો ! જે પ્રમાણે મેં શ્રમણ નિગ્રંથોના બે બંધન કહેલ છે. એ પ્રમાણે મહાપા અહંત પણ શ્રમણ નિગ્રંથોના બે બંધન. કહેશે. જેમકે-રાગબંધન અને દ્વેષબંધન હે આયો ! જે પ્રમાણે મેં શ્રમણ નિગ્રંથોના ત્રણ દંડ કહેલ છે તે પ્રમાણે મહાપદ્મ અહંત પણ શ્રમણ નિર્ગથીના ત્રણ દંડ કહેશે, જેમકે- મનદંડ, વચનદડ અને કાયદડ. એ પ્રમાણે ચાર કષાય, પાંચ કામગુણ, છ જીવનિકાય. સાત ભયસ્થાન, આઠ મદસ્થાન, નવ બ્રહ્મચર્યગુપ્તિ દશશ્રમણ ધર્મ યાવતું તેત્રીશ આશાતના પર્યન્ત કહેવું. હે આર્યો ! આ પ્રમાણે મારા વડે શ્રમણ નિર્ગથોનો નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, અદંતધાવન, છત્રરહિત રહેવુંપગમાં જુતા ન પહેરવા, ભૂમિશય્યા, ફલકશવ્યા, કાષ્ઠશયા, કેશકુંચન, બ્રહ્મચર્યપાલન, ગૃહસ્થના ઘેરથી આહાર આદિ લાવવા, માન-અપમાનમાં સમાન રહેલું આદિની પ્રરૂપણા કરેલ છે એ પ્રમાણે મહાપદ્મ પણ પ્રરૂપણા કરશે. હે આય ! મારા વડે શ્રમણ નિગ્રંથોને આધાકર્મ, દેશિક, મિશ્રજાત, અધ્યવપૂરક ગૃહસ્થ પોતા માટે જે ભોજન બનાવી રહ્યા છે તેમાં સાધુના નિમત્તે થોડો વધારે નાખીને બનાવેલો હોય તે પૂતિક, ક્રિીત, અપ્રામિયક,આચ્છેદ્ય અનિસૃષ્ટ, અભ્યાહત, કાન્તાર ભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાનભક્ત, વલિક ભક્ત, પ્રાપૂર્ણ ક ભક્ત, મૂલભોજન, કંદ- ભોજન, ફલભોજન, બીજભોજન તથા હરિત ભોજન લેવાનો નિષેધ કરેલ છે. તે પ્રમાણે મહાપા અહત પણ શ્રમણ નિગ્રંથો આધાકર્મ યાવતુહરિત ભોજન લેવાનો નિષેધ કરશે. હે આર્યો છે જે પ્રમાણે મારા વડે શ્રમણ નિર્ગથોનું પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રત રૂપ અને અચલક ધર્મ કહેલ છે, એ પ્રમાણે મહાપદ્મ અહિત પણ શ્રમણ નિગ્રંથોનું પ્રતિક્રમણ સહિત યાવત્ અચેલક ધર્મ કહેશે. હે આર્યો ! જે પ્રમાણે હું પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ કહું છું તે પ્રમાણે મહાપદ્મ અહંત પણ શ્રાવકધર્મ કહેશે. હું આ ! જે પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171