Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 160
________________ 374 ઠાશં-૧૦-૯૨૯ અમૂર્તમાં મૂર્તિની બુદ્ધિ, મૂર્તમાં અમૂર્તની બુદ્ધિ, [૩૦]ચંદ્રપ્રભ અહંન્ત દશ લાખ પૂર્વનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ યાવત્ મુક્ત થયા. ધર્મનાથ અહત્ત દશ લાખ વર્ષનું પૂણયુ ભોગવીને સિદ્ધ યાવતુ મુક્ત થયા. નેમિનાથ અહંન્ત દશ હજાર વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ યાવતું મુક્ત થયા. પુરુષસિંહ વાસુદેવ દશ લાખ વર્ષનું પૂર્ણાયુ ભોગવીને છઠ્ઠી તમા પૃથ્વીમાં નૈરયિક રુપમાં ઉત્પન્ન થયા. નેમિનાથ અહંત દશ ધનુષ ઉંચા હતા અને દશ સો વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ યાવતું મુક્ત થયા. કૃષ્ણ વાસુદેવ દશ ધનુષના ઉંચા હતા અને દશ સો વર્ષનું પૂર્ણાયુ ભોગવી ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીમાં નૈરયિક રૂપમાં ઉત્પન્ન થયા. ૯િ૩૧-૯૩૨]ભવનવાસી દેવ દશ પ્રકારના છે. જેમકે–અસુરકુમાર યાવતુ સ્વનિતકુમાર. આ દશ પ્રકારના ભવનવાસી દેવોના દશ ચેત્યવૃક્ષો છે. જેમકે અશ્વત્થા, સપ્તપર્ણ, શાલ્મલી, ઉંબર, શિરીષ, દધિપર્ણ, વંજુલ, પલાશ, કરેણ વૃક્ષ. 933-934 સુખ દશ પ્રકારના છે. જેમકે આરોગ્ય, દીઘાયુ, ધનાઢય થવું, ઈચ્છિત શબ્દ અને રૂપ પ્રાપ્ત થવું, ઈચ્છિત ગંધ, રસ અને સ્પર્શને પ્રાપ્ત થવું સંતોષ, જ્યારે જે વસ્તુની આવશ્યકતા હોય ત્યારે તે વસ્તુને પ્રાપ્ત થઈ જાય, શુભ ભોગ પ્રાપ્ત થવા, નિષ્ક્રમણ-દીક્ષા, અનાબાધ-મોક્ષ ૯િ૩૫]ઉપઘાત દશ પ્રકારના છે. જેમકે– ઉગમ ઉપઘાત-આધાકમદિ સોળ ગૃહસ્થ સંબંધી લાગતા દોષ વડે ચારિત્રનું વિરાધવું. ઉત્પાદનોપઘાત-ધાત્રીપિંડાદિ સોળ સાધુ સંબંધી લાગતા દોષો વડે ચારિત્રનું વિરાધવું. એષણા ઉપઘાત-શંકિતાદિ દશ ઉભયથી (સાધુ ગૃહસ્થ બને વડે) થતા દોષો વડે ચારિત્રનું વિરાધવું. વસ્ત્ર પાત્રાદિની શોભા કરવાવડે પરિકર્મઉપઘાત. અકલ્પનીય ઉપકરણ સેવનવડે પરિહરણા ઉપઘાત. પ્રમાદથી જ્ઞાનનો ઉપઘાત. શંકાદિ વડે સમકિતનો ઉપઘાત. સમિતિ પ્રમુખના ભંગવડે ચારિત્રનો ઉપખાત. અપ્રીતિવડે વિનય વગેરેનો ઉપઘાત. શરીરાદિમાં મૂછવડે અપરિગ્રહવ્રતનો ઉપઘાત તે સંરક્ષણોપઘાત. વિશુદ્ધિ (ચારિત્રની નિર્મળતા) દસ પ્રકારની કહેલી છે. જેમકે ઉદ્ગમવિશુદ્ધિ, ઉત્પાદનવિશુદ્ધિ, યાવતું સંરક્ષણવિશુદ્ધિ. ૯િ૩૬]સંકલેશ દશ પ્રકારના છે. જેમકે ઉપધિસંકલેશ, ઉપાશ્રયસંકલેશ, કષાયસંકલેશ, ભક્તપાનસંકલેશ, મનસંકલેશ, વચનસંકલેશ, કાયસંકલેશ, જ્ઞાનસંકલેશ, દર્શનસંકુલેશ, ચરિત્ર સંકલેશ, અસંકલેશ દશપ્રકારના છે. જેમકે-ઉપસિંકલેશ યાવચારિત્ર અસંકલેશ. ૯૩૭ીબલ દશ પ્રકારના છે, જેમકે શ્રોત્રેન્દ્રિયબલ યાવતુ સ્પર્શેન્દ્રિયબલ જ્ઞાનબલ, દર્શનબલ, ચારિત્રબલ, તપોબળ, વીર્યબલ. ૯િ૩૮-૩૯)સત્ય દશ પ્રકારના છે. જનપદસત્ય-દેશની અપેક્ષાએ સત્ય. સમ્મતસત્ય- બધાને સમ્મત સત્ય. સ્થાપના સત્ય-જેમ બાળકવડે લાકડામાં ઘોડાની સ્થાપના. નામસત્ય-જેમ દરિદ્રીનું “ધનરાજ' નામ. રૂપસત્ય-કોઈ કપટીને સાધુવેષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171