Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 169
________________ સ્થાન-૧૦ 383 પ્રમાણે દેવતા અને શ્રમણ બ્રાહ્મણ બને જ્યારે એકી સાથે તેજલેશ્યા છોડે છે ત્યારે આશાતના કરવા વાળો (પૂર્વવતુ) ભસ્મ થઈ જાય છે. કોઈ તેજલેશ્યાવાળો માણસ શ્રમણની આશાતના કરવા માટે તેના પર તે લેશ્યા છોડે છે તે તેજલેશ્યા તેનું કંઈ પણ, પણ અનર્થ કરી શકતી નથી. તે તેજલેશ્યા આમથી તેમ ઉંચી-નીચી થાય છે અને તે શ્રમણની પ્રદક્ષિણા કરીને આકાશમાં ઉછળે છે અને તેજલેશ્યા છોડવાવાળાની તરફ ફરી તેને જ ભસ્મ કરે છે. જે પ્રમાણે ગોશાલકની તેજોલેશ્યાથી ગોશાલક જ મય. [૧૦૦૧-૧૦૦૩]દશ અચ્છેરાઓ (આશ્ચર્યભૂત બનાવો આ હૂંડાવસર્પિણી. કાલમાં થયા જેમકે-ઉપસર્ગ-ભગવાન મહાવીરને કેવળ અવસ્થામાં પણ ગોશાલકે ઉપસર્ગ કયો. ગર્ભહરણ- હરિણગમેષી દેવે ભગવાન મહાવીરના ગર્ભને દેવાનંદાની કુક્ષિથી લઈને ત્રિશલા માતાની કુક્ષિમાં સ્થાપિત કર્યો. સ્ત્રીતીર્થકર-ભગવાન મલ્લીનાથ સ્ત્રીલિંગ માં તીર્થકર થયા. અભાવિત પરિષદા- કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી ભગવાન મહાવીરની દેશના નિષ્કલ ગઈ. કોઈએ ધર્મનો સ્વીકાર કર્યો નહીં. કૃષ્ણનું અપરકંકા ગમન-કૃષ્ણ વાસુદેવ દ્રૌપદીને લાવવા માટે ધાતકી ખંડદ્વીપની અપરકંકા નગરીએ જવું. ચંદ્ર-સૂર્યનું આગમન-કૌશામ્બી નગરીમાં ભગવાન મહાવીરની વંદનાને માટે શાશ્વત વિમન સહિત ચન્દ્ર-સૂર્ય આવ્યા. હરિવંશ કુલોત્પત્તિ-હરિવર્ષ ક્ષેત્રના યુગભિમાનું નિરૂપક્રમ આયુ ઘટયું અને તેની નરકમાં ઉત્પત્તિ થઈ. ચમરો- ત્પાત-ચમરેન્દ્ર સૌધર્મ દેવલોકમાં ગયો. એક સો આઠ સિદ્ધ-ઉત્કૃષ્ટ અવગાહના-વાળા એક સમયમાં એક સો આઠ સિદ્ધ થયા. અસંયત પૂજા આરંભ અને પરિગ્રહના ધારણ કરવાવાળા બ્રાહ્મણોની સાધુઓની સમાન પૂજા થઈ. 1004] આ રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ દસ સો (એક હજાર યોજન વજકાંડ દસ સો (એક હજાર) યોજન પહોળો છે. આ રત્નપ્રભા પૃથ્વીનો વજકાંડ દસ સો (એક હજાર) યોજન પહોળો છે. એ પ્રમાણે વૈર્યકાંડ, લોહિતાક્ષકાંડ, મસારગલ્લ કાંડ, હંસગર્ભ કાંડ, પુલક કાંડ, સૌગંધિત કાંડ, જ્યોતિરસ કાંડ, અંજન કાંડ, અંજન પુલક કાંડ, રજત કાંડ, જાતરૂપ કાંડ, અંક કાંડ, સ્ફટિક કાંડ, રિષ્ટ કાંડ, આ બધા રત્ન કાંડની સમાન દસ સો (એક હજાર) યોજન પહોળા છે. [૧૦૦૫]બધા દ્વીપ-સમુદ્રો દસ સો (એક હજાર યોજન ઊંડા છે. બધા મહાદ્રહ દસ યોજન ઊંડા છે. દરેક સલિલ કુંડ દસ યોજન ઊંડા છે. શીતા અને શીતોદા નદીના મૂળમુખ દસ-દસ યોજન ઊંડા છે. 100%ii કત્તિકા નક્ષત્ર ચંદ્રના સર્વ બાહ્યમંડલથી દસમાં મંડલમાં ભ્રમણ કરે છે. અનુરાધા નક્ષત્ર ચંદ્રના સર્વ આત્યંતર મંડલથી દસમાં મંડલમાં ભ્રમણ કરે છે. [1007-1008] ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની દસ લાખ કુલ કોડી છે. ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની દસ લાખ કુલ કોડી છે. ૧૦૧૦]દસ સ્થાનોમાં બદ્ધ પુદ્ગલ, જીવોએ પાપ કર્મ રૂપમાં ગ્રહણ ક્યાં છે, ગ્રહણ કરે છે અને ગ્રહણ કરશે, જેમકે પ્રથમ સમયોન એકન્દ્રિય વડે નિવર્તિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171