Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 163
________________ - - - સ્થાન-૧૦ 377 -ભવિષ્યમાં તપ કરવાથી આચાયાદિની સેવામાં બાધા આવવાની સંભાવનાથવા પર પહેલાં જ તપ કરી લેવું, અતિક્રાન્તપ્રત્યાખ્યાન આચાર્યાદિની સેવામાં કોઈ પ્રકારની બાધા ન આવે. આ સંકલ્પથી જે તપ અતીતમાં નથી કર્યું તે તપનું વર્તમાનમાં કરવું કોટીસહિતપ્રત્યાખ્યાન-એક તપના અંતમાં બીજા તપને શરૂ કરવો, નિયંત્રિત પ્રત્યાખ્યાન-પહેલાથી આ નિશ્ચિત કરી લેવું કે કોઈ પણ પરિસ્થિતિ હોય, પરંતુ મને અમુક દિવસે અમુક તપ કરવો જ છે, સાગારપ્રત્યાખ્યાન- જે તપ આગાર સહિત કરાય તે, અનાગાપ્રત્યાખ્યાન- જે તપમાં કોઈ આગાર ન રખાય, પરિમાણકતપ્રત્યાખ્યાન-જે તપમાં દત્તિ, કવલ, ઘર અને ભિક્ષાનું પરિમાણ હોય, નિરવશેષપ્રત્યાખ્યાન-સર્વ પ્રકારના અશનાદિનો ત્યાગ કરવો, સાંકેતિકપ્રત્યાખ્યાન -અંગુષ્ઠ, મુઠ્ઠી આદિના. સંકેતથી પ્રત્યાખ્યાન કરવા, અદ્ધા પ્રત્યાખ્યાન-કાલવિભાગથી પ્રત્યાખ્યાન કરવા. [૯૫૯-૯૬૦|સમાચારી દસ પ્રકારની છે. જેમકે-ઈચ્છાકાર-સ્વેચ્છાપૂર્વક જે ક્રિયા કરાય અને તેના માટે ગુરુની આજ્ઞા લેવાય તે ઈચ્છાકાર, મિચ્છાકાર-મારા દુષ્કૃત્ય મિથ્યા થાય એ પ્રકારે કહેવું, તથાકાર-જે આપે કહ્યું તે તેમ જ છે'-યથાર્થ છે એમ ગુરૂ પ્રત્યે કહેવું આવયિકા-આવશ્યક કાર્ય માટે ઉપાશ્રયથી બહાર જતાં “વસ્સિયા’ એમ કહીને બહાર જવું. નૈછિકી-બહારથી આવ્યા પછી નિસહિયારું કહેવું. આપચ્છના પોતાના દરેક કાર્યો માટે ગુરુને પૂછવું. પ્રતિકૃચ્છા-પહેલા જે કાર્યને માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત ન થઈ હોઈ અને તે પ્રકારની ક્રિયા કરવાની આવશ્યકતા હોય તો પુનઃ ગુરુ આજ્ઞા પ્રાપ્ત કરવી. છંદના- લાવેલી ભિક્ષામાંથી કોઈને કંઈ આવશ્યક હોય તો ‘લ્યો” એમ કહેવું, નિમંત્રણ હું આપના માટે આહારાદિ લાવું એ પ્રકારે ગુરુને પૂછવું. ઉપસંપદા-જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરી ગચ્છ છોડીને અન્ય સાધુના આશ્રમમાં રહેવું. ૯િ૬૧ભગવાન મહાવીરના સ્વપ્નો– શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છબસ્થ કાલની અંતિમ રાત્રિમાં આ દશ મહાસ્વપ્નો જોઈને જાગૃત થયા હતા. જેમકે પ્રથમ સ્વપ્નમાં એક મહાભયંગર જાજ્વલ્યમાન તાડ જેટલા લાંબા પિશાચને પરાજિત કરેલ જોયો. બીજા સ્વપ્નમાં એક સફેદ પાંખવાળા મહાન પુરુષ-કોકીલને જોયો. ત્રીજા સ્વપ્નમાં એક મહાન ચિત્રવિચિત્ર પાંખવાળા પુરુષ કોકીલને જોયો. ચોથા સ્વપ્નમાં મહાન સર્વ રત્નમય ફૂલની માળાઓના એક યુગલને જોયું. પાંચમા સ્વપ્નમાં જોત ગાયોના એક સમૂહને જોયા. છઠ્ઠા સ્વપ્નમાં કમલ ફૂલોથી વ્યાપ્ત એક મહાન પદ્મ-સરોવરને જોયા. સાતમા સ્વપ્નમાં હજારો તરંગોથી વ્યાપ્ત મહાસાગરને પોતાની ભુજાઓથી તરેલો જોયો. આઠમાં સ્વપ્નમાં એક મહાન તેજસ્વી સૂર્યને જોયા. નવમાં સ્વપ્નમાં વૈદુર્યમણિવર્ણવાળા એક મહાન માનુષાંતર પર્વતને પોતાના આંતરડાથી પરિવેલિત જોયો દસમાં સ્વપ્નમાં મહાન મેરૂ પર્વતની ચૂલિકાપર સ્વયંને સિંહાસન પર બિરાજમાન જોઈને જાગૃત થયા. સ્વપ્નોનું ફળ. પ્રથમ સ્વપ્નમાં તાલ પિશાચને પરાજીત કરેલ જોયાનું ફળ એ છે કે ભગવાન મહાવીરે મોહનીય કર્મને સમૂળ નષ્ટ કરી દીધું. બીજા સ્વપ્નમાં સફેદ પાંખોવાળા પુસ્કોકીલને જોયાનું ફળ એ છે કે ભગવાન મહાવીર શુકલ ધ્યાનમાં રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171