Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 150
________________ 364 ઠા-૯-૮૭૪ નામ આપશે. કેમકે તેનો જન્મ થવા પર શતદ્વાર નગરની અંદર અને બહાર સર્વત્ર ભારાગ્ર પ્રમાણ કુંભાગ પ્રમાણ પમ-કમલની વૃષ્ટિ એ રત્નની વૃષ્ટિ થઈ હતી તેથી તે પુત્રનું નામ મહાપદ્મ આપશે. પછી મહાપવના માતા-પિતા મહાપાને કંઈક અધિક આઠ વર્ષનો થયેલો જણીને રાજ્યાભિષેકનો મહોત્સવ કરશે. પછી તે રાજા મહારાજની જેમ યાવતુ-રાજ્ય કરશે, તેના રાજ્યકાલમાં મહર્વિકથાવતું મહાન ઐશ્વર્ય વાળા પૂર્ણભદ્ર અને મહાભદ્ર નામના બે દેવો તેની સેનાનું સંચાલન કરશે તે સમયે શતતાર નગરના ઘણા રાજા યાવતુ-સાર્થવાહ આદિ પરસ્પર વાતો કરશે હે દેવાનુપ્રિયો અમારા મહાપ રાજાની સેનાનું સંચાલન મહર્ધિક યાવતું મહાન ઐશ્વર્યવાળા બે દેવો કરે છે. તેથી તેનું બીજું નામ દેવસેન” થાઓ તે સમયથી મહાપદ્મનું બીજું નામ દેવસેન” પણ થશે.કેટલાક સમય પછી તે દેવસેન રાજાને શંખતલ જેવો નિર્મળ: સફેદ, ચાર દાંતવાળો હસ્તિરત્નપ્રાપ્ત થશે. તે દેવસેન રાજને હરિત્ન ઉપર આરૂઢ થઈને શદ્વાર નગરના મધ્યભાગમાંથી વારંવાર આવાગમન કરશે, તે સમયે શતદ્વાર નગરના ઘણા રાજા ઈશવર યાવતુ-સાર્થવાહ આદિ પરસ્પર વાત કરશે. જેમકે-હે દેવાનુપ્રિયો અમારા દેવસેન રાજાને શંખલ જેવો નિર્મળ શ્વેત, ચાર દાંત વાળો હસ્તિરત્ન પ્રાપ્ત થયો છે, તે માટે અમારા દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થાઓ. પછી તે વિમલવાહન રાજા ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહેશે. અને માતાપિતાના સ્વર્ગવાસી થવા પર ગુરૂજનોની આજ્ઞા લઈને શરદ ઋતુમાં સ્વયંબોધને પ્રાપ્ત થશે. તથા અનુત્તર મોક્ષમાર્ગમાં પ્રસ્થાન કરશે. તે સમયે લોકાન્તિક દેવ ઈષ્ટ- યાવતુકલ્યાણકારી વાણીથી તેનું અભિનંદન અને સ્તુતિ કરશે. નગરની બહાર સુભૂમિ ભાગ ઉદ્યાનમાં એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને તે વ્રજ્યા અંગીકાર કરશે. શરીરનું મમત્વ ન રાખવાવાળા તે ભગવાનને કંઈક અધિક બાર વર્ષ સુધી દેવ મનુષ્ય અને તિર્યંચ સંબંધી જે ઉપસર્ગ ઉત્પન્ન થશે તેને તે સમભાવથી સહન કરશે. યાવતુ-અકંપિત રહેશે. તે સમયે વિમલવાહન ભગવાન ઈયસિમિતિ, ભાષાસમિતિ આદિનું પાલન કરશે યાવતુ બ્રહ્મચર્યનું પાલન કરશે. તે નિર્મમ, નિષ્પરિગ્રહ કાંસ્ય પાત્રની સમાન અલિપ્ત થશે, યાવતુ-ભાવના અધ્યયનમાં કહેલ ભગવાનું મહાવીરના વર્ણની સમાન વધુ સમજવું. તે વિમલવાહન ભગવાન. કાંસાના પાત્રની સમાન સ્નેહરહિત શંખ સમાન નિર્મળ. જીવની જેમ અપ્રહિત ગતિવાળા. ગગનની સમાન આલંબન રહિત. વાયુ સમાન અપ્રતિબદ્ધ વિહારી. શર ઋતુના સમાન નિર્મળ- સ્વચ્છ હૃદયવાળા પાપત્ર સમાન અલિપ્ત. કૂર્મ સમાન ગુપ્તયિ. ગેંડાના સીંગની સમાન એકાકી. ભારંડ પક્ષી સમાન અપ્રમત્ત. હાથી સમાન ધૈર્યવાનું વૃષભ સમાન બળવાનું. સિંહ સમાન દુર્ઘર્ષ મેરૂ સમાન નિશ્ચલ. સમુદ્ર સમાન ગંભીર. ચંદ્ર સમાન શીતલ. સૂર્ય સમાન ઉજજવળ. શુદ્ધ સુવર્ણ સમાન સુંદર. પૃથ્વી સમાન સહિષ્ણ આહુતિથી પ્રજવલિત, અગ્નિ સમાન જ્ઞાનાદિ ગુણોથી તેજસ્વી થશે. [૮૭પ)તે વિમલવાહન ભગવાનને કોઈ પણ વસ્તુમાં પ્રતિબંધ નહિ થાય. તે પ્રતિબંધ ચાર પ્રકારના કહેલ છે તે આ પ્રમાણે- અંડજ આ હંસ વિગેરે મારા છે. પોતજ-આ હાથી આદિ મારા છે. અવગ્રહિક- મકાન, પાટ ફ્લક, આદિ મારા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171