Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 138
________________ ઉપર ઠા- 8-102 બજાવવામાં આવતાં તંત્રીતાલ ત્રુટિત ઘન મૃદંગ આદિવાદ્યોના મધુર ધ્વનિની સાથે દિવ્ય ભોગોપભોગનો ઉપયોગ કરતો વિચરે છે. દેવની જે આત્યંતર અને બાહ્ય પરિષદ છે. તે તેના આદર સત્કાર કરે છે. સ્વામીરૂપે સ્વીકારે છે, મોટા દેવોને બેસવા યોગ્ય આસન પર બેસાડવા નિમંત્રણ આપે છે. જ્યારે તે દેવોની કોઈ પણ સભામાં કોઈપણ વિષયને અનુલક્ષીને સામાન્ય વિશેષ પ્રયુક્તિઓવડે પોતાના વિષયની પ્રજ્ઞાપના પ્રરૂપણા કરે છે. ત્યારે કોઈની પણ સૂચના થયા વિના ચાર-પાંચ દેવો ઉભા થઈને આરઝુ કરે છે કે આપ વધુ સમય સુધી આપનું ભાષણ ચાલુ રાખો અમને આપની વાત ઘણી રૂચિકર લાગે છે. જ્યારે તે દેવ આયુનો ભવનો અને સ્થિતિનો ક્ષય કરી મનુષ્યભવમાં જન્મે છે ત્યારે પણ સમ્પન યાવતું ઘણા લોકો મળીને પણ પરાભવ ન કરી શકે એવા ઉત્તમ કુલોમાં પુરૂષપણે ઉત્પન્ન થાય છે. તે મનુષ્ય પુરૂષ પણ સુન્દર રૂપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી સમ્પન્ન ઇષ્ટ કાન્ત. યાવતું અતિશય મનોહર, હીનતારહિત, સ્વરવાળો, મનોજ્ઞસ્વરવાળો, અને અદિયસ્વરવાળો થાય છે ત્યાં તેની જે બાહ્ય અને આભ્યન્તર પરિષદ હોય છે તે પણ તેનો સત્કાર સન્માન કરે છે. જ્યારે તે બોલવા લાગે છે, ત્યારે લોકો કહે છે “આર્યપુત્ર બોલો, બોલો ઘણું બોલો” [૭૦૩]સંવર આઠ પ્રકારના કહેલ છે. જેમકે - શ્રોત્રેન્દ્રિય સંવર યાવતુ સ્પર્શેન્દ્રિય સંવર, મનસંવર, વચનસંવર કાયસંવર. અસંવર આઠ પ્રકારના કહેલ છે. જેમકે-શ્રોત્રેન્દ્રિયઅસંવર યાવત્ કાયઅસંવર. ૭૦૪]સ્પર્શ આઠ પ્રકારના છે -કફશ. મૃદુ, લઘુ, શીત. ઉષણ. સ્નિગ્ધ રૂક્ષ. [705] લોકસ્થિતિ આઠ પ્રકારની કહેલી છે જેમકે–આકાશના આધાર પર રહેલો વાયુ ઘનોદધિ-શેષ છઠ્ઠા સ્થાનની સમાન યાવતુ-સંસારી જીવ કર્મના આધાર પર રહેલ છે. પુદગલાદિ અજીવ જીવોથી સંગ્રહિત (બદ્ધ) છે. જીવ જ્ઞાનાવરણીયાદિ કમથી સંગ્રહિત (બદ્ધ છે. [૭૦]ગણી (આચાર્ય)ની આઠ સંપદા કહેલી છે. આચારસંપદા,શ્રુતસંપદા, શરીરસંપદાનસંપદા,વાચનસંપદા-મતિસંપદા-પ્રયોગસંપદા-સંગ્રહપરિજ્ઞા સંપદા. [999]ચક્રવર્તીની પ્રત્યેક મહાનિધિ આઠ ચક્રની ઉપર પ્રતિષ્ઠિત છે અને આઠ-આઠ યોજન ઉંચા છે. [708 સમિતિઓ આઠ કહેલી છે. જેમકે-ઈસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આંદાન-ભંડમાત્રનિક્ષેપનાસમિતિ, ઉચ્ચાર-પ્રસવણશ્લેષ્મમલ સિંધાણ, પરિષ્ઠાપનિકા સમિતિ, મનસમિતિ, વચનસમિતિ, કાયસમિતિ. [૭૦]આઠ ગુણોથી સંપન્ન અણગાર આલોચના સાંભળવા યોગ્ય હોય છે. જેમકે આચારવાને, અવધારણાવાન, વ્યયવહારવાન, આલોચકનો સંકોચ મટાડવામાં સમર્થ, શુદ્ધિ કરવામાં સમર્થ, આલોચના કરનારની શકિત પ્રમાણે પ્રાયશ્ચિત દેવાવાળો, દોષ સેવનથી અનિષ્ટ થાય છે. તે સમજાવવામાં સમર્થ. આઠ ગુણોથી સંમ્પન અણગાર પોતાના દોષોની આલોચના કરી શકે છે. જાતિસંપન્ન, કુલસંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન દર્શન સંપન્ન, ચારિત્ર સંપ, ક્ષાંત, દાંત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171