Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 145
________________ સ્થા 359 કરવું જોઈએ. સ્ત્રીકથા ન કરવી જોઈએ. સ્ત્રીના સ્થાનને સેવનાર ન હોય. સ્ત્રીની મનોહર ઈન્દ્રિઓનું દર્શન અને ધ્યાન ન કરવું જોઈએ. પ્રણીતરસનું આસ્વાદન ન કરવું, આહારાદિની અતિમાત્રા ન લેવી જોઈએ. પૂર્વે આહારદિની અતિમાત્રા ન લેવી જોઈએ. પૂર્વે અનુભવેલ રતિ-કીડાનું સ્મરણ ન કરવું જોઈએ. સ્ત્રીના રાગજનક શબ્દ અને રૂપની તથા સ્ત્રીની પ્રશંસાને અનુસરે નહિ સાંભળે નહિ, શારીરિક સુખાદિમાં આસકત થનાર ન હોય. બ્રહ્મચર્યની અગુપ્તિ નવ પ્રકારની છે. જેમકે–એકાંત શયન અને આશનનું સેવન ન કરે પરંતુ સ્ત્રી, પશુ તથા નપુસંકવડે સેવિત શયના- સનનો ઉપયોગ કરે. સ્ત્રી કથા કહે. સ્ત્રીના સ્થાનનું સેવન કરે. સ્ત્રીઓની ઈન્દ્રિયોનું દર્શન વાવતું ધ્યાન કરે. વિકારવર્ધક આહાર કરે. આહારાદિ અધિક માત્રામાં સેવન કરે. પૂર્વાનુભૂત રતિક્રીડાનું સ્મરણ કરે. સ્ત્રીઓના શબ્દ તથા રૂપની પ્રશંસા કરે. શારીરિક સુખાદિમાં આસકત રહે. ૮િ૦૩અભિનંદન અરહંત પછી સુમતિનાથ અરહંત નવ લાખ ક્રોડ સાગર પછી ઉત્પન્ન થયા હતા. [૮૦૪]શાશ્વત પદાર્થ નવ છે. જેમકે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. [૮૦૫]સંસારી જીવો નવ પ્રકારના છે. જેમકે–પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાય, બેઈન્દ્રિયે યાવત પંચેન્દ્રિય. પૃથ્વીકાયિક જીવોની નવ ગતિ અને નવ આગતિ, જેમકે પૃથ્વીકાયિક પૃથ્વી- કાયિકોમાં ઉત્પન્ન થાય તો પૃથ્વીકાયિકોથી યાવતું પંચોન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય છે. પૃથવીકાયિક જીવ પૃથ્વીકાય પયયને છોડીને પૃથ્વીકાયિક રૂપમાં યાવત્ પંચેન્દ્રિય રૂપમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અપકાયિક જીવ યાવતું પંચેન્દ્રિય જીવ પૂર્વોકત નવસ્થાનોમાં અને નવસ્થાનોમાંથી ઉત્પન્ન થાય છે. સર્વ જીવ નવ પ્રકારના છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નૈરયિક, તિર્યંચપંચેન્દ્રિય, મનુષ્ય, દેવ, સિદ્ધ. બીજી રીતે પણ સર્વ જીવ નવ પ્રકારના છે, પ્રથમ સમયોત્પન્ન નૈિરયિક યાવત્ અપ્રથમ સમયોપન દેવ, સિદ્ધ. સર્વ જીવોની અવગાહના નવ પ્રકારની છે, જેમકે પૃથ્વીકાયિક જીવોની અવગાહના, યાવતું પંચેન્દ્રિય જીવોની અવગાહના. સંસારીજીવ નવ પ્રકારના હતા. વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે, જેમકેપૃથ્વીકાયિક રૂપમાં યાવત્ પંચેન્દ્રિય રૂપમાં. [806] નવ કારણોથી રોગોત્પત્તિ થાય છે. અતિઆહારથી અહિતકારી આહારથી, અતિ નિદ્રાથી અતિજાગવાથી, મળનો વેગ રોકવાથી, મૂત્રના વેગને રોકવાથી, અતિ ચાલવાથી, પ્રતિકૂલ ભોજનથી, ઈન્દ્રિ- વાર્થ વિનોપનતાથી. [૮૦૭દર્શનાવરણીય કર્મ નવ પ્રકારનું છે જેમકે- નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા, સ્યાનગૃદ્ધિ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શના નાવરણ. [૮૦૮અભિજિતુ નક્ષત્ર કંઈક અધિક 9 મુહૂર્ત સુધી ચંદ્રની સાથે યોગ કરે છે. અભિજિતુ આદિના નવ નક્ષત્રો ચંદ્રની સાથે ઉત્તરથી યોગ કરે છે. તે આ છે- અભિજિતું શ્રવણ ઘનિષ્ઠા વાવતુ ભરણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171