________________ સ્થાન-૫, ઉદેસો-૧ 319 4i39] શકેન્દ્રની આત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ પાંચપલ્યોપમની અને ઈશાનેન્દ્રની આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ પાંચપલ્યોપમની છે. 44] પાંચ પ્રકારના પ્રતિઘાત છે. - ગતિપ્રતિઘાત - દેવાદિ ગતિઓનું પ્રાપ્ત ન થવું, સ્થિતિ પ્રતિઘાત - દેવાદિની સ્થિતિઓનું પ્રાપ્ત ન થવું. બંધન પ્રતિઘાત - પ્રશસ્ત ઔદારિકાદિ બંધનો પ્રાપ્ત ન થાય. ભોગપ્રતિઘાત - પ્રશસ્ત ભોગ-સુખ પ્રાપ્ત ન થવું. બલી-વીર્ય-પુરુષાકાર-પરાક્રમપ્રતિઘાત - બલ આદિ પ્રાપ્ત ન થવું. 4i41] પાંચ પ્રારની આજિવિકા કહેલ છે. જેમકે- જાતિ આજિવિકા-પોતાની જાતિબતાવીને આજીવિકા કરવી. કુલઆજીવિકા - પોતાનું કુળ બતાવીને આજીવિકા કરવી. કર્મ આજીવિકા - કૃષિ આદિ કર્મ કરીને આજીવિકા કરવી. શિલ્પઆજિવિકા - વણાટ વિગેરે શિલ્ય કાર્ય કરીને આજીવિકા કરવી. લિંગ આજિવિકા - સાધુ આદિનો વેષ ધારણ કરીને આજીવિકા કરવી. જિરી રાજચિલ પાંચ કહેલ છેઃ ખંણુ (તલવાર) છત્ર મુકૂટ મોજડી ચામર. [44] પાંચ કારણોથી છવાસ્થ જીવ ઉદયમાં આવેલા પરિષહો અને ઊપસર્ગોને સમભાવથી ક્ષમા કરે છે સમભાવથી સહન કરે છે, સમભાવથી તિતિક્ષા કરે છે, સમભાવથી નિશ્ચલ થાય છે અને સમભાવથી અવિચલિત રહે છે. તે કારણો આ છેકર્મોદયથી તે પુરૂષ ઉન્મત્ત જેવા થઈ ગયો છે તેથી મને આક્રોશ વચન બોલે છે. મારો ઉપહાસ કરે. મારા હાથ પકડીને ફેંકી દીએ છે. દુર્વચનોથી મારી નિર્ભત્સના કરે છે. મને રસ્સી આદિથી બાંધે છે. મને કારાગાર આદિમાં ફરે છે. મારા હાથાદિ શરીરના અવયવોને છેદે છે. મારી સામે ઉપદ્રવ કરે છે. મારા વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા રજોહરણ, છીનવી લે છે અથવા દૂર ફેંકી દે છે. મારા પાત્રોને તોડી દે છે મારા પાત્ર ચોરી લે છે. આ યક્ષાવિષ્ટ પુરુષ છે. તેથી આ મને આક્રોશ વચન બોલે છે. યાવતું મારું પાત્ર ચોરી લેય છે. આ ભાવમાં વેદવા યોગ્ય મારા કર્મઉદયમાં આવેલ છે. તેથી આ પુરુષ મને આક્રોશ વચન બોલે છે. યાવતું મારું પાત્ર ચોરી લે છે. જો હું સમ્યક પ્રકારે સહન નહી કરે, ક્ષમા નહીં કરું, તિતિક્ષા નહીં કરું, નિશ્ચલ નહીં રહું તો શું થશે? કેવા પાપ કર્મનો બંધ થશે. જો હું સમ્યક પ્રકારથી સહન કરીશ, નિશ્ચલ રહીશ. તો શું થશે ? મારા કર્મોની એકાંત નિર્જરા થશે. પાંચ કારણોથી કેવળી ઉદયમાં આપેલા પરિષહ અને ઉપસર્ગને સમભાવથી સહન કરે છે યાવતુ સમભાવથી નિશ્ચલ રહે છે. આ વિક્ષિપ્ત ચિત્ત પુરુષ છે. તેથી મને આક્રોશ વચને બોલે છે યાવતું મારું પાત્ર ચોરી લે છે. આ દપ્તચિત્ત છે તેથી મને આક્રોશ વચન બોલે છે. યાવતું મારું પાત્ર આદિ ચોરી લે છે. આ લક્ષાવિષ્ય પુરુષ છે તેથી મને આક્રોશ વચન બોલે છે. યાવતું મારું પાત્ર આદિ ચોરી લે છે. આ ભવમાં વેદવા યોગ્ય કર્મ મારા ઉદયમાં આવ્યા છે તેથી આ પુરુષ મને આક્રોશ વચન બોલે છે યાવતું મારું પાત્ર આદિ ચોરી લે છે. મને સમ્યક પ્રકારથી સહન કરતાં, ક્ષમા કરતાં, તિતિક્ષા કરતાં અથવા નિશ્ચલ રહેતાં જોઈને અન્ય અનેક છદ્મસ્થ શ્રમણ નિગ્રંથો ઉદયમાં આવેલા પરિષહો અને ઉપસર્ગોને સમ્યક પ્રકારથી સહન કરશે. યાવતું - નિશ્ચલ રહેશે. [44] પાંચ પ્રકારના હેતુઓ કહેલ છે. જેમકે- હેતુને જાણતો નથી, હેતુને દેખતો. નથી, હેતુ પર શ્રદ્ધા કરતો નથી, હેતુને પ્રાપ્ત કરતો નથી, હેતુને જાણ્યા વિના અજ્ઞાન મરણે મારે છે. પાંચ પ્રકારના હેતુ કહેલ છે જેમકે- હેતુ વડે જાણતો નથી યાવત્ હેતુ વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org