Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 121
________________ સ્થાન 335 તકરૂપ મતિ છ પ્રકારે કહેલ છે, જેમ કે ક્ષિપ્રઈહામતિ–શિધ્ર વિચાર કરવાવાળી મતિથાવતું સંદેહ રહિત વિચાર કરવાવાળી મતિ, અવાય-નિર્ણયરૂપ મતિ છ પ્રકારે કહેલી છે.–શીધ્ર નિશ્ચય કરવાવાળી મતિ-જાવતું સંદેહ નિશ્ચય કરવાવાળી મતિ, ધારણા -સ્મરણ રાખવારૂપ મતિ છ પ્રકારે કહેલી છે. જેમ કે- બહુધારણામતિ. બહુવિધ ધારણામતિ. પુરાણધારણા-પુરાણાને ધારણ કરવાવાળી મતિ. દુધધારણા-ગહન વિષયોને ધારણ કરવાવાળી મતિ. અનિશ્રિત ધારણા-ધ્વજા આદિ ચિન્હો વિના ધારણ કરવાવાળી મતિ. અસંદિગ્ધ ધારણા-સંશય વિના ધારણ કરવાવાળી મતિ. [૫૨બાહ્યતપ છ પ્રકારના છે. જેમ કે-(અનશન-આહારનો ત્યાગ) ઉનોદરિયા(એક કવલ આદિ ન્યૂન આહાર ગ્રહણ કરવું.) ભિક્ષાચય વિવિધ પ્રકારના અભિગ્રહકરીને આહારાદિ ગ્રહણ કરવા.) રસપરિત્યાગ-કાયકલેશ–પ્રતિસલીનતા (ઈન્દ્રિય જય-કષાય જય, યોગોનો જય અને વિવિક્ત શય્યાસન.) આત્યંતરતા છે પ્રકારનો છે. જેમ કે- પ્રાયશ્ચિત્ત (આલોચનાદિ દસ પ્રકારના) વિનય(જે તપથી વિશેષ રૂપથી કર્મોનો નાશ થાય.) વૈયાવૃત્ય-(સેવા) સ્વાધ્યાય-ધ્યાન(એકાગ્ર થઈને ચિંતન કરવું.) વ્યુત્સર્ગ- પરિત્યાગ). [૫૩]વિવાદ છ પ્રકારનો છે. જેમકે અવશ્વષ્કય-પાછા હઠીને પ્રારંભમાં કંઈક સામાન્ય તર્ક આપી સમય વીતાવે અને અનુકૂલ અવરસ જોઈ પ્રતિવાદી પર સબલ આક્ષેપ કરે. ઉજ્વલ્કય- પાછળ હટાવી કોઈ પ્રકારે પ્રતિવાદીથી વિવાદ બંધ કરાવે અને અનુકૂલ અવસર પામી ફરી વિવાદ કરે. અનુલોમ્ય–નિયુક્ત કરેલ સભ્યોને અને સભાપતિને અનુકૂલ બનાવી વિવાદ કરે પ્રતિલોમ્ય-સમર્થ હોવાથી સભ્યોને અને સભાપતિને પ્રતિકૂલ કરીને વિવાદ કરે. ભેદયિત્વા-સભ્યોમાં મતભેદ ઉત્પન્ન કરીને વિવાદ કરે. મેલયિત્વા-કેટલાક સભ્યોને પોતાના પક્ષમાં ભેળવીને વિવાદ કરે. [૬૪]ક્ષુદ્ર પાણી છ પ્રકારે છે. જેમકે-બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય સમૃદ્ઘિમપંચેન્દ્રિયતિર્યંચયોનિક, તેજસ્કાયિક વાયુકાયિક, - પપ)છ પ્રકારની ગોચરી કહેલી છે. જેમકે- પેટા-(પેટીની જેમ ગામના ચાર વિભાગ કરીને ગોચરી કરવી.) અર્ધ પેટા-(ગામના બે વિભાગ કરીને ગોચરી કરવી.) ગોમૂત્રિકા-(ઘરોની પંક્તિઓમાં ગોમૂત્રિકાની સમાન ક્રમ બનાવીને ગોચરી કરવી) પતંગવીથિકા-અનિયતક્રમથી ગોચરી કરવી. શંબુકવૃત્ત–શંખના વૃત્તની જેમ ઘરોના ક્રમ બનાવીને ગોચરી કરવી. ગત્વા પ્રત્યાખ્યત્વ-પ્રથમ પંકિતના ઘરોમાં ક્રમથી આઘોપાત્ત ગોચરી કરીને બીજી પંક્તિના ઘરોમાં ક્રમથી અોપાન્ત ગોચરી કરવી. પિ૬૬]જંબૂઢીપવત મેરૂપર્વતના દક્ષિણમાં આવેલ રત્નપ્રભા પૃથ્વીમાં છ અપક્રાન્ત મહાનારકાવાસ છે.લોલ, લોલુપ, ઉદગ્ધ નિર્દષ્પ, જરક, પ્રજરક, ચોથી. પંકપ્રભાપૃથ્વીમાં છ અપક્રાન્ત મહાનરકાવાસ છે. આર, વાર, માર, શેર, રોક અને ખડખડ. [૫૭]બ્રહ્મ લોક કલ્પમાં છ વિમાન પ્રસ્તરો છે. જેમકે- અરજ, વિરજ, નીરજ નિર્મલ વિતિમિર, વિશુદ્ધ. [પ૬૮]જ્યોતિષે ચન્દ્રની સાથે છ નક્ષત્રો 30, 30 મુહૂર્ત સુધી સંપૂર્ણ ક્ષેત્રમાં યોગ કરે છે, જેમકે–પૂર્વભાદ્રપદા, કૃતિકા, મઘા, પૂર્વાફાલ્ગની, મૂલ. પૂવષાઢા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171